Abtak Media Google News

મલેશિયાને પાઠ ભણાવવા પરવાનાથી નિયંત્રણ લાદવામાં આવ્યા બાદ હવે નવી શરતો મુકાઈ

ભારતના નાગરિકત્વ કાયદા અને કાશ્મીર મુદ્દે ચંચુપાત કરનાર મલેશિયાને પાઠ ભણાવવા માટે સરકારે પામતેલની આયાત બંધ કરવાના આશ્રયથી કેટલાક નિયંત્રણો મુકયા હતા. મલેશિયા દ્વારા મોટા પ્રમાણમાં ભારતમાં પામતેલ ઠાલવવામાં આવે છે. મલેશિયાનું અર્થતંત્ર પામતેલના સોદા પર આધીન છે. ભારતે પામતેલની આયાત પર નિયંત્રણ લાદતા મલેશિયાના અર્થતંત્રને ફટકો પડ્યો હતો. જો કે, હજુ ભારત આ મુદ્દે મલેશિયાને વધુ સબક શિખવાડવા માંગતું હોય તેમ નિયમો એકદમ કડક બનાવી દેવાયા છે.

ગત તા.૮ જાન્યુઆરીના રોજ ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીટીએફ) દ્વારા રિફાઈન પામતેલ ઉપર નિયંત્રણો લદાયા હતા. લાયસન્સ, મંજૂરી કે, નો-ઓબ્જેકશન સર્ટી. વગર પામતેલની આયાત બંધ કરી દેવાઈ હતી. ત્યારબાદ હવે પામતેલની આયાત રોકવા વધુ કડક નિયમો લાદવામાં આવ્યા છે. હવે પામતેલની આયાતની મંજૂરી કેટલી શરતોને આધીન મળશે જેથી મલેશિયા ભારતમાં પામતેલની આયાત સરળતાથી કરી શકશે નહીં.

નોંધનીય છે કે, આયાત માટેના પરવાનાની વેલીડીટી ૬ મહિનાની રાખવામાં આવી છે. પામતેલની આયાત ભારતમાં થાય નહીં તે માટે ધારા ધોરણો કડક બનાવાયા હતા. વિશ્ર્વ વેપાર સંગઠનના નિયમ મુજબ આયાત ઉપર એકાએક બંધ કરી શકાય નહીં પરંતુ નિયમો તો કડક બનાવી શકાય છે. નિયમો કડક બનાવીને આડકતરી રીતે ભારતને મલેશિયાથી આવતા પામતેલને રોકવામાં સફળતા મળી છે. જેના કારણે મલેશિયાને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.