Abtak Media Google News

બીજા સંગીતકારની તુલનામાં નાની કારકિર્દીએ પણ જે આપ્યું તે સુપરડુપર આપ્યું. સૌથી વધુ કામ રફી, આશા, ગીતાદત્ત સાથે કર્યું : શમ્મીકપૂરની શરૂ આતની ફિલ્મોમાં ઓ.પી.નૈયરનું જ સંગીત હતું ” તુમસા નહીં દેખા ફિલ્મથી તેમનો સિતારો ચમકયો હતો

હિન્દી ફિલ્મ જગતનાં સદાબહાર સંગીતકાર એટલે ઓમપ્રકાશ નૈયાર જેને આપણે ઓ.પી.નૈયરથી ઓળખીયે છીએ. તેના ચાહકોમાં તો ફકત ઓ.પી. નામથી પ્રખ્યાત હતા. તેમનો જન્મ ૧૬-૧-૧૯૨૬માં થયો હતો અને અવસાન ૨૮-૧-૨૦૦૭માં થયું હતું.

પ્રારંભમાં એમ.એમ.વી.કાંમાં મ્યુઝિક ડાયરેકટર તરીકે કાર્યકર્યુ બાદમાં સંગીજ કોલેજમાં નોકરી કરી અંતે બધુ છોડીને ફિલ્મ લાઇન પકડી ને સાદ અમર થઇ ગયા. તેમનો સંગીતનો જાદુ એવો હતો કે મહાન ગાયક મોહંમદ રફીએ એકવાર કહ્યું કે “યુ તો હમને લાખ હંસી દેખે કે, ઓ.પી.નૈયર જેસા સંગીતકાર નહી દેખા. ઓ.પી. નૈયરે વધુ ગીતો રફી આશા અને ગીતાદત પાસે ગવડાવ્યા હતા. એક ખાસ વાત કે તેમને મહાનગાયિકા લતામંગેશકર પાસે કયારેય ગીતો ન ગવડાવ્યા. આ પ્રશ્ર્નના જવાબમાં ઓ.પી. નૈયરે જલાવેલ કે તેમનો અવાજ મારા સંગીતમાં ફિટ ન બેસે.

ઓ.પી. નૈયરની સ્વતંગ વાળી પ્રજામ ફિલ્મ “છમ છમા છમ હતી. પછી તો ગુરૂ દત સાથે આરપાર, સી.આઇ.ડી, મી. એન્ડ મીસીસ ૫૫ જેવી શ્રેષ્ઠ ફિલ્મો કરી હતી. તેમની બધી ફિલ્મોનાં હીટ ગીતો આજે પણ જુના ગીતનાં રસીયા અચુક ગણગણાવે છે. તેમને મનોજકુમાર, દિલીપકુમાર, ગુરૂ દત્ત, દેવાનંદ, જોયમુર્ખજી, વિશ્ર્વજીત શમ્મીકપૂર જેવા વિવિધ કલાકારો માટે સંગીત આપ્યું. તેનો એવો મત હતો કે ફિલ્મનાં કોમેડિયન માટે પણ ગીત હોવું જોઇએ તેણે કોમેડીયન જોનીવોકર માટે શ્રેષ્ઠ ગીતો બનાવ્યા હતા. તેમનાં ગીતોમાં ટોમી (ધોડાગાડીના પગલાનો અવાજ)ના ગીતો તેની ખાસ પેર્ટન બની ગઇ હતી. લગભગ દરેક ફિલ્મમાં એકાદ સોંગ આ પ્રકારનું હોય જ તેણે ફિલ્મ સંગીત દુનિયામાં થોડું પણ શ્રેષ્ઠ અર્પણ કર્યુ હતું. તેની બધી જ ફિલ્મો હિટ હતી તો તેનાં ગીતો સુપરહીટ હતા. બધા સંગીતકારોમાં ઓ.પી.નૈયર બધાથી જુદા તરી આવતા હતા. ૧૯૫૯માં “તુમસા નહી દેખા તેનો સીતારો આસમાન ચુમ્યો હતો.

એક વાર ઇન્ટરવ્યુંમાં ઓ.પી.નૈયરે જલાવેલ કે “મારી દૃષ્ટિએ કોઇ પણ ગીત લોકપ્રિય થાય એમાં સૌથી વધુ ફાળો સંગીત કારનો પછી ગીતકાર ને છેલ્લે ગાયકકલાકારનો હોય છે. જો ગીત સંગીતમાં દમ હોય તો ગાયક કલાકાર ગમે તે ચાલે. ૧૯૫૨માં દલસુખ પંચોલીની ફિલ્મ “આસમાન ફિલ્મમાં ગીતાદતના સ્વરમાં ગીત રેકોર્ડ કર્યા હતા.

શેખમુખ્તારની ફિલ્મ “દો ઉત્સાદ ૧૯૫૮માં રાજકપૂર, મદ્દલાલની જોડી,  દેવ આનંદ (સી.આઇ.ડી.)અને દિલિપકુમાર (નયાદૌર) સિવાયની બાકીની ફિલ્મમાં મનોજકુમાર, કિશોરકુમાર, અશોકકુમાર, જોય મુખરજી વિશ્ર્વજીત અને છેલ્લ્ે અમીરખાન હતા. ઓ.પી.નૈયરના સંગીતમાં રફી સાહેબે કમાલનું ગાયું છે. “હમ સાબ ચોર હે (૧૯૫૬), મિ. લંબુ (૧૯૫૬), જોની વોકર (૧૯૫૭) શગુન (૧૯૫૮) તથા યે રાત ફિરના આયેગી (૧૯૬૬) આશા ભોંસલે સાથે કેટલાક સોલો યુગલ હિટ્સ સોંગ રફી સાહેબે ગયા હતા. જેમાં ફિલ્મ સોનેકી ચિડિયા (૧૯૫૮) ફિર વોહી દિલ લાયારું (૧૯૬૬), મેરે સનમ (૧૯૬૫) સાવન કી ઘટા (૧૯૬૬) જેવી ફિલ્મો હતી.

ટેલેન્ટને કોઇ રોકી શકતુ નથી, ઓ.પી. નૈયાર તેનો પુરાવો છે. ૧૯૬૮ની ફિલ્મ ‘કિસ્મત’માં હિરો વિશ્ર્વજીત અને હિરોઇન બબીતા પર ફિલ્માવાયેલું એક કલબ ડાન્સ સોંગ હજી આજે ૫૦ વર્ષ પછી એટલું જ લોક પ્રિય છે.

  • “આ ઓ હઝુર તુમકો… સીતારો મે લે ચલું

૫૦-૬૦-૭૦ દશકાનાં એવો કેટલાકય ગીતો છે જે આપના દિલ-દિમાગમાં છવાયેલા છે જેમ કે “ઉડે જબજબ ઝુલ્ફે તેરી  (નયાદૌર-૧૯૫૭) લે કે પહેલા પહેલા પ્યાર (સી.આઇ.ડી), બાબુજી ધીરે ચલના (આરપાર-૧૯૫૪), તારીફ કરૂ યા ઉસકી (કાશ્મી કી કલી), એક પરદેશી મેરા દિલ લે ગયા (ફાગુન) કજરા મહોબત વાલા (કિસ્મત-૧૯૬૮), દિવાના હુઆ બાદલ (કાશ્મીર કી કલી) પ્રકારતા ચલા હું મે (મેરે સનમ) ઝુલ્ફો કો હટાલો ચેહેરેસે (સાવન કી ઘટા) ચલ અકેલા… ચલ અકેલા (સંબંધ ૧૯૬૯) એક બાર મુશ્કુરા દો ટાઇટલ સોંય, ફિર મિલોગે કભી ઇસ બાત કા વાદા કરલો (યે રાત ફિર ન આયેગી) આવા  શ્રેષ્ઠ ગીતમાં કયાક લતાનો અવાજ નથી, ને બધા ગીતો ઓ.પી. નૈયરે કર્યા છે. ૧૯૬૦નો સિતારો આ સંગીતકારનો સિતારો બુલંદી પર હતો.

ઓ.પી. નૈયર હિરો, હિરોઇન કરતાં વધુ પૈસા લેતા હતા. ૧૯૫૦માં તેમની ફિ એક લાખ હતી. જે રકમ તે જમાનામાં બહુ મોટી ગણાતી. તેમનાં પસંદગીના ગાયક કલાકારોમાં ગીતાદત, આશા ભોંસલે, મોહંમદ રફી, મહેન્દ્ર કપુર અને હા ફિલ્મ સંબંધમાં મુકેશ પાસે ‘એક બાર મુશ્કુરાદો ફિલ્મમાં કિશોર કુમાર પાસે પણ શ્રેષ્ઠ ગીતો ગળડાવ્યા હતા.

અને છેલ્લે છેલ્લે….

સુનીલ દતની ફિલ્મ ‘ પ્રાણ જાય પર વચન ન જાય. તથા યે રાત ફિર ન આયેગી ફિલ્મમાં આશા ભોંસલેના સુંદર સ્વરમાં ગવાયેલ આ ગીતને યાદ કરીએ…

” ચેન સે હમકો કભી, આપને જીને ન દીયા,

જહર ભી ખાયા હમે, પીના તો પીને ન દીયા,

“યહી વો જગાહે, યહી વો ફિઝાહે:

યહીં પર કભી આપ સે હમ મીલે થે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.