Abtak Media Google News

વધુને વધુ લોકો કર ભરે અને દેશની અર્થવ્યવસ્થા માં સહભાગી બને માટે બજેટમાં ફેરફાર આવવાની શક્યતા !!!

અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2023-24 ના બજેટમાં સરકાર અનેકવિધ બદલાવ લાવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. ક્ષેત્રે સરકાર અથાગ મહેનત પણ કરી રહ્યું છે અને દેશની ઉન્નતિ લાવવા માટે દરેક ક્ષેત્રે સરકાર દ્વારા વિકાસલક્ષી પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે ત્યારે આ વર્ષના નાણાકીય બજેટમાં સરકાર કર માળખાની વિસંગતતાઓ દૂર કરી સ્લેબ ઘટાડશે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.

પગલું ભરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે સરકાર ઈચ્છે છે કે જે કરદાતાઓ કર ભરતા નથી તેવો ઘર ભરવા પ્રોતસાહિત થાય અને દેશની ઉન્નતિ માં સહભાગી બને. માટે સરકાર સ્લેબમાં પણ ઘટાડો કરશે અને હાલ જે વિસંગતતાઓ ઊભી થઈ છે તેમાં પણ ઘટાડો લાવવા પ્રયત્ન હાથ ધરશે.

હાલ કર માળખામાં સરકાર દ્વારા માત્ર ત્રણ સ્લેબ આપવામાં આવ્યા છે જેમાં 5 ટકા, 20 ટકા અને 30 ટકા ટેક્સ સ્લેબ નિર્ધારિત કરાયો છે. જ્યારે હાલ સરકાર છ તબક્કે ટેક્સ લેબ નક્કી કરે તેવી શક્યતા છે જેમાં 5, 10, 15, 20, 25 અને 30 ટકા ના સ્લેબ રેટ નક્કી કરાશે. આ નિર્ણય ને ધ્યાને લઇ તજજ્ઞો દ્વારા ચર્ચા વિચારણા પણ કરવામાં આવી રહી છે અને આ ટેક્સ સ્લેબ આગામી બજેટમાં અમલી બનાવવામાં આવે તો નવાઈ નહીં.

સરકારનો લક્ષ્યાંક છે કે સરકાર વર્ષ 2025 સુધીમાં પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી એ પહોંચે આ કાર્ય હાથ ધરવા પાછળ સરકારે અનેકવિધ આર્થિક પગલાંઓ લેવા ખૂબ જરૂરી બન્યા છે. આવકવેરા વિભાગમાં કર મર્યાદા વધારવા અને ઘરના દર વધારવા ઉપર સરકાર ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેશે.

ચાલુ નાણાકીય વર્ષમાં 75.2 મિલિયન એટલે કે 7.50 કરોડ કરદાતાઓએ પોતાના ઇન્કમટેક્સ રિટર્ન ભર્યા છે જે સરકારની આવકમાં અનેક ઘણો વધારો પણ થયો છે જેથી સરકાર આવકવેરા વિભાગમાં ચેક કરવી સંગતતાઓ છે તેને દૂર કરવા પ્રયત્નો હાથ ધરી રહ્યું છે અને વધુને વધુ લોકો ઘર ભરતા થાય તે દિશામાં પણ આગળ વધી રહી છે. તરફ સરકારે એ વાત ઉપર પણ વિચારણા શરૂ કરી છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ અને હાઉસિંગ ક્ષેત્રમાં જે બાદ મળે છે તેમાં પણ વધારો કરવામાં આવે.

તજજ્ઞોનું માનવું છે કે નવા ટેક્સ લેબ અમલી બનાવવા માટે લોકોને વધુ પ્રોત્સાહિત કરવામાં આવશે અને જે સ્થાનિક લોકો ઉપરનું જે ભારણ વધ્યું છે તેમાં પણ ઘટાડો કરવામાં આવે તો નવાઈ નહીં ત્યારે નાણાકીય વર્ષ 2021 ના બજેટમાં કર માળખા અંગેની જાહેરાત નાણામંત્રી દ્વારા કરવામાં આવી હતી. સૌથી મોટું કારણ એ છે કે સરકાર કરચોરી અટકાવવા માટે નવા કરમાળખામાં બદલાવ લાવવા માટે વિચાર કરી રહ્યું છે.

અર્થવ્યવસ્થાની ઝડપને યથાવત રાખવા મફતનું બંધ કરવું પડશે

અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે દરેક દેશ વિકાસની હરણફાળ ભરતું હોય છે ત્યારે ભારત જે મફતનું આપી રહ્યું છે બંધ કરવું પડશે જેથી અર્થવ્યવસ્થાની ઝડપ યથાવત રહે. વૈશ્વિક અર્થવ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો વર્ષ 2022માં ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ ત્રણ ટકા જેટલો ઘટ્યો છે એટલું જ નહીં ચાઇના ની અર્થવ્યવસ્થા પણ ત્રણ ટકા જેટલી ઘટી છે માત્ર ને માત્ર ભારત દેશ જ એક અપવાદ છે કે જે દિનપ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.

હાલની સાંપ્રત સ્થિતિ ની જો વાત કરવામાં આવે તો ભારત વિશ્વ ના દેશમાં પાંચમી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે ત્યારે નાણાકીય વર્ષ 2021 22 માં પણ ભારતે 8.7 ટકાનો ગ્રોથ કર્યો હતો. વડાપ્રધાન મોદીના ફાસ્ટ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે હાલ જે બદલાવ લાવવામાં આવી રહ્યા છે તેનાથી દેશની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો પહોંચશે.

વર્ષ 2028-29 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનશે તેઓ આશાવાદ

સતત બદલાવ ના કારણે વર્ષ 2028-29 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે તેવો આશાવાદ પણ સરકારે વ્યક્ત કર્યો છે. વિશ્વની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનવા માટે પ્રકારનું પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી બનવાનું સ્વપ્ન ઝડપ બે શક્ય બનશે અને તેના માટે સરકાર વધુને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું જ નહીં એક્સચેન્જ રેટ પોલીસીની સાથો સાથ રાજકોશિય ખાદ્ય  પર અંકુશ લાવવા પ્રયત્ન કરશે. જે રીતે ભારત દેશની અર્થવ્યવસ્થા વિકસિત થઈ રહી છે તેની પાછળનું મુખ્ય કારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો એટલું જ નહીં પબ્લિક સેક્ટર એટલે કે જાહેર ક્ષેત્રો ના ઝડપભેર થતા વિકાસ પણ એક પ્રમુખ કારણ સાબિત થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.