Abtak Media Google News

પટેલ સેવા સમાજ આયોજિત વડિલ વંદના કાર્યક્રમમાં આગેવાનોની જાહેરાત;  સમાજ શ્રેષ્ઠીઓનું ખેસ પહેરાવી-શાલ ઓઢાડી વિશેષ બહુમાન કરાયું

પટેલ સેવા સમાજ દ્વારા તાજેતરમાં ભવ્યાતિભવ્ય વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટમાં ઉમીયા માતાજીનું ભવ્ય મંદિર બનાવવાની આગેવાનોએ જાહેરાત કરી હતી. કડવા પાટીદારોના લગભગ ૪૦૦૦ જેટલા વડીલોના કાર્યક્રમમાં જય વસાવડાએ સુંદર વકતવ્ય આપ્યું હતુ.

જય વસાવડાએ વડીલોએ સમાજમાં કેવી રીતની ભૂમિકા ભજવવાની છે તેની પણ છણાવટ કરી હતી.તેમણે કહ્યું હતુ કે વડીલો પ્રવૃત્તિ છોડી નિવૃત્તિ લે તે ઈચ્છનીય નથી. વડીલોએ તેની ભૂમિકા બદલાવીને સમાજમાં પ્રવૃત્ત રહેવું જોઈએ તેમના અનુભવોના ભાથા, તેમના જ્ઞાન અને સુઝથી જ કાયમ સમાજ કે પરિવાર સમુધ્ધ બનતો હોઈ છે. વડીલોથી શું થઈ શકે તેમ છે. અને શું થઈ શકે તેમ નથી તેની ભેદ રેખા પાડી જે થઈ શકે તેમ છે. જેમાં શરીર સાથ આપે તેવી પ્રવૃત્તિ સતત કરતા રહેવું જોઈએ.

Img 20200123 Wa0028

તેમણે કહ્યું હતુ કે, પ્રત્યેક વડીલો પોતાના પરિવારને અને સમાજને સુખની ક્ષણો કેમ લંબાવવી તે શીખવી શકે. સુક તો ક્ષણીક હોય છષ. પણ તે ક્ષણને પણ લંબાવી શકાય જો તે સુખની ક્ષણમાં વધુને વધુ લોકોને સામેલ કરવામાં આવે તો સુખની ક્ષણો લંબાવી શકાય વડીલો ઘર પરિવાર અને સમાજને પોતાના અનુભવનું માથુ આપે તે જરૂરી છે.

તેમણે કહ્યું કે વડીલોએ સમાજના તાળી મિત્રો નહી પણ માળી મિત્રો હોય છે. જે માળીની જેમ સમાજના પોષણ અને વિકાસની માવજત કરતા હોય છે. સમાજના વિકાસમાં યુવાનો હાથ પગ હોય છે. તો વડીલો સમાજનું મસ્તક હોય છે. વડીલોને જરૂર પડયે સુદર્શન ચક્ર અને જરૂર પડયે બાંસુરીનો ઉપયોગ કરવા જણાવ્યું હતુ અને સાથે કોર અપન કરી હતી કોઈની ભૂલ યાદ રાખીને મોટી ભૂલ ના કરવી અને વારંવાર સુદર્શન ચક્ર ન ઉપાડવું ભગવાન કૃષ્ણએ પણ સુદર્શન ચક્રનો જૂજ ઉપયોગ કર્યો હતો. મોટાભાગનું કામ તો પ્રેમ કરૂણાની બાંસુરીથી જ લીધું હતુ. વડીલોને ખુરશી છોડવાની હિમાયત કરતા તેમણે એમ પણ કહ્યું હતુ કે ખુરશી છોડવી પણ પ્રવૃત્તિ કરવાથી મળતી ખુશી ન છોડવી.

પટેલ સેવા સમાજના સંગઠન સમિતિના ચેરમેન મનીષભાઈ ચાંગેલાએ સંસ્થાની પ્રવૃત્તિ તથા ભાવી પ્રવૃત્તિનો ચિતાર રજૂ કર્યો હતો. રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં મલ્ટીપર્પઝ હોલના નિર્માણની, જાગનાથ સમાજમાં નૂતન ઉભી થનારી સુવિધા તથશ નવી એઈમ્સ હોસ્પિટલની બાજુમાં રહેવા જમવાની સગવડ ઉભી કરવાના તથા નવા આવનારા પ્રોજેકટની છણાવટ કરી હતી. સાથોસાથ રાજકોટમાં ઉમિયાના ભવ્ય મંદિરના નિર્માણ કરવાની યોજના વિશે પણ છણાવટ કરી હતી.

Img 20200123 Wa0030

કાર્યક્રમમાં ઉપસ્થિત સીદસર મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને સમાજ અગ્રણી ડો. ડાહ્યાભાઈ પટેલ, સિદસર મંદિર ટ્રસ્ટના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ગાંઠીલા ઉમિયા મંદિર ટ્રસ્ટના પ્રમુખ વાલજીભાઈ ફળદુ, મોટા લીલીયા ઉમિયા મંદિર ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ ધામત, લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય દાતા ગોવિંદભાઈ વરમોરાનું ખેસ પહેરાવી અને સાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું હતુ.

આ તકે આ પ્રકારના વિશેષ કાર્યક્રમો યોજાનાર તથા સમાજના ઉત્કર્ષ માટે અનેક કાર્યક્રમો અવિરત યોજાતા રહેલ પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ કણસાગરાનું વિશેષ સન્માન સિદસર મંદિરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા તથા ટ્રસ્ટીઓએ સમુહમાં કર્યું હતુ.

આ ઉપરાંત વડીલ વંદનામાં ઉપસ્થિત ૪૦૦૦ જેટલા રાજકોટ શહેરમાં વસતા વડીલો પૈકી ઉપસ્થિત સૌથક્ષ મોટી વયન ૯૩ વર્ષનામલ્લી મોહનભાઈ કાનજીભાઈ તથા ૯૦ વર્ષનાં વિઠ્ઠલભાઈ ગંગદાસભાઈ માંડવીયાનું પણ વિશેષ સન્માન કરાયું હતુ.

કાર્યક્રમના પ્રારંભમાં મેહુલભાઈ ચાંગેલાએ કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી હતી ઉપસ્થિત વડીલો તથા પટેલ સેવા સમાજ અને પટેલ પ્રગતિ મંડળના ટ્રસ્ટીઓએ માં ઉમિયા સમક્ષ દીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતુ.

વડીલ વંદના ૨૦૨૦ના કાર્યક્રમમાં પ્રોજેકટ ઈન્ચાર્જ અમુભાઈ ડઢાણીયાના જણાવ્યા મુજબ રાજકોટમાં વડીલોની વંદના કરવાનો પ્રારંભ ફિલ્ડમાર્શલપવિરના મોભી છગનભાઈ પટેલ દ્વારા કરવામા આવેલ હતો. જેઓ અવાર નવાર વડીલોને ભોજન કરાવીને વડીલોની વંદના કરતા તેમજ કાર્યક્રમમાં સહભાગી બનેલા સૌ વડીલો તથા સમાજચના અગ્રેસરોનું શાબ્દિક સ્વાગત કર્યું. રાજકોટમાં કાર્યરત સમાજની વિવિધ સંસ્થાઓનાં પદાધિકારીઓ અને હોદેદારોનું પણ તેમણે વિશેષ સ્વાગત કર્યું હતુ જયારે પટેલ સેવા સમાજના સ્થાપક પ્રમુખ પોપટભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ) પોતાનો શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૪૯ કડવા પાટીદાર સમાજના પ્રમુખ અને સૌરાષ્ટ્રના તમામ દાતાઓ, આગેવાનોની હાજરી હતી.

ઉપસ્થિત તમામ વડીલોએ સમુહમાં ભોજન લીધું હતુ. ઘર ઘરની ઓળખ બનેલા આ વડીલોના સમુહ ભોજનનું દ્રશ્ય અનુપમ આત્મીયતાનું દ્રશ્ય બની રહ્યું હતુ. સમાજના ટ્રસ્ટી અને કારોબારી સભ્યઓ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ઉપપ્રમુખ નરોતમભાઈ કણસાગરા, પ્રવિણભાઈ ગરાળા, નંદલાલભાઈ માંડવીયા, મગનભાઈ ધીંગણી, વિઠ્ઠલભાઈ ઝાલાવાડીયા, જમનભાઈ ભાલાણી, નાથાભાઈ કાલરીયા, જેન્તીભાઈ કાલાવડીયા, મનસુખભાઈ જાગાણી, પ્રભુદાસભાઈ કણસાગરા, હરીભાઈ કણસાગરા, અશોકભાઈ કાલાવડીયા, વલ્લભભાઈ પટેલ, વસંતભાઈ ભાલોડીયા, રમણભાઈ વરમોરા, સંજયભાઈ કનેરીયા, રમેશભાઈ ઘોડાસરા, જગદીશભાઈ પરસાણીયા, ભગવાનજીભાઈ કનેરીયા, પરસોતમભાઈ ડઢાણીયા, મગનભાઈ વાછાણી, ચેતનભાઈ રાસડીયા, રમેશભાઈ વરાસડા, અને અશ્ર્વીનભાઈ માકડીયા, રતિલાલ દુદાણી સાથે સમાજની ઉમા યુવા સંગઠન ટીમ સહિતના ટ્રસ્ટીઓએ વડીલોને ભરપેટ લાડવા સાથેનું દરેકની વચ્ચે જઈને ભરપેટ ભોજન કરાવ્યું. ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા પ્રોજેકટ ક્ધવીનર રમેશભાઈ વરાસડાએ સંભાળેલ હતી.

એ પછી જાણીતા હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયાએ વડીલોને મન મૂકીને હસાવ્યા હતા. ‘ઘરડા જ ગાડા વાળે’ તેવા તળપદી શબ્દોમાં તેમણે વડીલોનું સમાજમાં શું મહત્વ છે. તેની વાતો હળવી શૈલીમાં રજૂ કરી ત્યારે ઉપસ્થિત વડીલો કાર્યક્રમમાં રસતરબોળ બની ગયા હતા. કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ ચાંગેલાએ કર્યું હતુ. અંતમાં આભારવિધિ સંસ્થાના મંત્રી કિશોરભાઈ ઘોડાસરાએ કરી હતી.

વડિલોની મહત્વતા સમજાય તો પારિવારિક સમસ્યાઓ વૃદ્ધાશ્રમ સુધી ન આવે: મનિષ ચાંગેલા

Vlcsnap 2020 01 21 19H54M15S33

તેમણે કાર્યક્રમ પ્રસંગે અબતક મીડિયા સાથેની ખાસ વાતચીત માં જણાવતા કહ્યું હતું પટેલ સેવા સમાજ આ પ્રકાર ની અનેકવિધ સામાજિક કાર્યક્રમો નું આયોજન કરતું હોય છે. ગત વર્ષે સમગ્ર પરીવાર ને લગતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે આ વર્ષે ઘર ના વડીલો કે જે ખરા અર્થમાં પરિવાર ની ઓળખ છે અને સમાજ નું ઘરેણું છે તેમનું આજે સન્માન કરવામાં આવ્યું છે. સન્માન એટલે ફક્ત તેમને ફૂલ આપવું કે સાલ ઓઢાવવું નહિ પરંતુ તેમનું સન્માન શબ્દો થી થાય, પરિવાર અને સમાજમાં તેમનું સ્વમાન જળવાય એ પણ સન્માન જ છે.ત્યારે પટેલ સેવા સમાજ દ્વારા સમાજ ના ઘરેણાં સ્વરૂપ ૩ હજાર વડીલ – મોભીઓ નું સન્માન કરવામાં આવ્યું છે.  તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે જ્યારે સમાજ માં આ પ્રકારના કાર્યક્રમો નું આયોજન થાય ત્યારે વૃદ્ધાશ્રમ ની સંખ્યા માં પણ નોંધપાત્ર ઘટાડો થશે. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે જો વડીલો ની મહ્ત્વતા સમજાય તો પારિવારિક સમસ્યાઓનો અંત વૃદ્ધાશ્રમ ક્યારેય નહીં હોય.

વડિલો ઘરનું ફર્નિચર નથી, સંસ્કારનું સિંચન કરતા વ્યકિત છે: જય વસાવડા

Vlcsnap 2020 01 21 19H54M07S218

તેમણે અબતક સાથેની ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે પટેલ સેવા સમાજ દ્વારા સામાજિક સ્તરે અનેક કાર્યક્રમો ની વણઝાર આપવામાં આવે છે. આશરે ૨ વર્ષ પહેલાં સાસુ – વહુ – દીકરી સંમેલન કરવામાં આવ્યું હતું જેમાં પણ હાજર રહ્યો હતો. આ વર્ષે પણ એવો જ અનોખો કાર્યક્રમ વડીલ વંદનાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હું વક્તા તરીકે હાજર રહ્યો છું. ઘણીવાર એવું બનતું હોય છે વડીલો ક્યાંક પરિવાર માં ઉપેક્ષિત થતા હોય છે, તેમનું સ્વમાન જળવાતું ન હોય તેવા કિસ્સા માં વડીલો વચ્ચે વિચારવંદન થાય તેવા હેતુ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. વડીલો ઘરનું ફર્નિચર નથી પરંતુ તેઓ સંસ્કારોનું સિંચન કરતો વ્યક્તિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.