Abtak Media Google News

તાડદેવ સ્થાનકવાસી જૈન સંઘ, મુંબઈમાં કાલે તપસ્વીઓની સાંજી અને સુવર્ણ લગડીનાં ડ્રો કરાશે

તાડદેવ સ્થાનકવાસી જૈન સંઘ-મુંબઈ ખાતે પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં અવસર હોલમાં અનેરો ધર્મોલ્લાસ છવાયો છે. ધીરગુરુદેવ પ્રેરિત એજયુકેશન લોન નામકરણમાં નલિનીબેન હસમુખલાલ શાહ (દોઢીવાલા) પરિવારે ઈન્દુભાઈ દોશીની પ્રેરણાથી 1.5 લાખનું માતબર અનુદાન જાહેર કરતા જ્ઞાનદાન મહાદાનના સુત્રથી હોલ ગુંજી ઉઠયો હતો. શાસનફેરી પૂર્ણ થયા બાદ કૌન બનેગા ત્રિશલામાતા સ્પર્ધામાં વિજેતાને સમસ્ત મહાજનના પ્રમુખ ગિરીશ શાહના હસ્તે પુરસ્કાર અપાયા હતા. સંઘજમણ યોજનામાં ભાવિકોએ દાનની વર્ષા વરસાવી હતી.આદિત્ય શેઠ, અભિષેક નંદુ, ઉમંગ ગડા, રોનક નંદુ, આનંદ નંદુ વગેરે પ્રથમવાર અદ્ધાઈ તપમાં જોડાયા છે. સંવત્સરીના પ્રવચન બાદ સમુહ આલોયણા અને આવતીકાલે તપસ્વીઓની સાંજી તેમજ સુવર્ણ લગડીના ડ્રો કરાશે. પૂ.શ્રી ધીરગુરુદેવ પ્રેરિત પુસ્તકશ્રેણીની લોકાર્પણવિધિ ફાલ્ગુની કરણ બાટવીયા, કૈલાસ ભીમાણી, કિરીટ સંઘાણી, ગુણીબેન ગડા, મધુકર શેઠ વગેરેના હસ્તે કરાયેલ. અનિતા કિશોર સંઘાણી, સિમરન નંદુ વગેરે તપમાં આગળ વધી રહ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.