Abtak Media Google News

કેલોગ સહિતની મલ્ટી નેશનલ ભારતીય સ્નેકસ બજારને કબ્જે કરવા મેદાને

ભારતના લોકોની ખરીદ શક્તિને જોતા અનેક વિદેશી કંપનીઓ ભારતમાં જમાવવા માંગે છે પોતાનો પગદંડો

સમગ્ર વિશ્વમાં લોકો નાસ્તા એટલે કે, સ્નેકસને સૌથી વધુ પ્રાધાન્ય આપતા હોય છે. પોતાના નવરાશના સમયમાં અનેકવિધ પ્રકારના સ્નેકસને લોકો આરોગતા જોવા મળે છે ત્યારે વાત કરવામાં આવે તો ખાસ કરીને રાજકોટની તો રાજકોટ નમકીન મેન્યુફેકચરીંગમાં ખૂબજ આગળ આવ્યું છે અને એક આગવી ઓળખ પણ ઉભી કરી છે. રાજકોટ સ્નેકસ, નાસ્તા અને નમકીન ક્ષેત્રે ખૂબજ અગ્રેસર છે. ત્યારે વાત કરવામાં આવે તો વેંચતા નાસ્તા હવે મોર્ડન પેકેજમાં આવી રહ્યાં છે. દા.ત.બાલાજી અને ગોપાલ આ બન્નેના અત્યારના પેકેજ સૌથી અદ્યતન અને ખૂબજ ગુણવત્તાયુકત જોવા મળે છે.

Advertisement

પહેલાના સમયમાં નાસ્તાઓ લુઝ પેકેટમાં મળતા હતા ત્યારે આજે વેંચતા નાસ્તાના માલીકો હવે કરોડોમાં રમી રહ્યાં છે. ત્યારે મલ્ટીનેશનલ કંપનીઓ પણ ભારતની સ્નેકસ બજારને કબજે કરવા ભારતમાં પોતાનો પગદંડો જમાવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. બાલાજી વેફર્સની પહેલા ૪ હજાર કરોડની બ્રાન્ડ વેલ્યુ હતી.

જે કદાચ હવે ૫ હજાર કરોડની બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે. ત્યારે હલ્દીરામ સ્નેકસ ભારતની ટોપ કંપનીઓમાં એક છે. એવી જ રીતે કેલોગની વાત કરવામાં આવે તો પણ વિશ્વસ્તર પર પોતાનું અગ્ર સ્થાન ધરાવે છે જે ફલેકસ અને ચીપ્સ માટે ખૂબજ નામના ધરાવનાર કંપની તરીકે ઉદ્ભવીત થઈ છે ત્યારે સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર કેલોગ અને હલ્દીરામ વચ્ચે ૨૧ હજાર કરોડનો સોદો થવાની ચર્ચા થઈ રહી છે.

આ પ્રકારના કરારોથી ભારતમાં આવેલા સ્નેકસ ધારકો અને જેમનું નેટવર્ક સારૂ હશે તેમને પોતાનો વ્યાપાર વધારવા માટેનો ખૂબ સારો વેગ મળશે તે વાત પણ સાચી છે. ત્યારે રાજકોટની સ્થાનિક બાલાજી વેફર્સ પબ્લીક ઈશ્યુ બહાર પાડે કે પછી એમએનસી સાથે કોઈપણ પ્રકારનો કરાર કરે તો નવાઈ નહીં.

વ્યાપારમાં અત્યારનો સમય ખૂબજ મહત્વનો છે. નફાની સાથો સાથ હાલ અત્યારમાં વેલ્યુએડેડનો જમાનો છે. ત્યારે હવે નફા ઉપર નહીં પરંતુ જે કંપની નફો વધુ કરવાની ક્ષમતા ધરાવે છે તેની બ્રાન્ડ વેલ્યુને ધ્યાને લઈ આવનારા વર્ષોમાં મલ્ટીનેશનલ કંપની તેમની સાથે વ્યાપાર કરશે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે.Kelloggs Logo 2012

હાલ હલ્દીરામ સાથે જે કેલોગ કંપની કરાર કરવા જઈ રહી છે તેમાં ડચ બેંક એડવાઈઝરની ભૂમિકા ભજવી રહી હોય તેવું પણ હાલ દેખાઈ રહ્યું છે. દિલ્હી સ્થિત હલ્દીરામ સ્નેકસ ગ્રુપ માર્ચ ૩૧ ૨૦૧૮નું તેમનો વકરો ૨૬૧૯ કરોડનો રહ્યો હતો. જયારે નાગપુર બેઈઝ હલ્દીરામ ફૂડનો રેવન્યુ ૨૪૧૩ કરોડ, કલકત્તા હલ્દીરામ ભુજીયાવાલાનું રેવન્યુ ૩૨૪ કરોડ રહ્યું હતું. જયારે કેલોગના રેવન્યુની વાત કરવામાં આવે જે ભારતમાં તેમનો વાર્ષિક આવક ૯૦૦ થી ૧૦૦૦ કરોડની રહી છે. એટલે કહીં શકાય કે સ્નેકસ ઈન્ડસ્ટ્રીઝ માટે જાણે હવે અચ્છે દિન આવી રહ્યાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

હલ્દીરામ કંપની સાથે અનેકવિધ પ્રકારની કંપનીઓએ કરાર કરવાની વાતો કરી હતી પરંતુ કોઈ નકકર પરિણામ આવ્યું ન હતું. જેમાં કે કે આર, એવર સ્ટોન, જનરલ એન્ટલાન્ટીક સહિતની પ્રાઈવેટ કંપનીઓના નામ સામે આવ્યા હતા. પરંતુ કેલોગ સાથે તેમની ૨૧ હજાર કરોડનો કરાર હોવાની હાલ સંભાવના સેવાઈ રહી છે. ત્યારે જો આ કરાર પૂર્ણ: સફળ થશે તો સ્નેકસ બજારમાં એટલે કે નાસ્તા બજારમાં જાણે ભારતમાં ક્રાંતિ સર્જાશે અને સ્થાનિક વેપારીઓને અનેકવિધ પ્રકારે તેનો ફાયદો પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.