Abtak Media Google News

15મી માર્ચ પછી આકરો ઉનાળો શરૂ થશે: એપ્રીલમાં આકાશ આગ ઓકશે: એકાદ અઠવાડીયું તાપમાન 38 થી 40 ડિગ્રી વચ્ચે રહેશે

ફેબ્રુઆરી માસમાં જે રીતે સુર્ય નારાયણ આકાશમાંથી અગન વર્ષા કરી રહ્યા છે તે જોતા એવું સ્પષ્ટ દેખાય રહ્યું છે કે આ વર્ષ ઉનાળાની સીઝન પાછલા તમામ રેકોર્ડ બ્રેક કરશે. આગામી એકાદ અઠવાડીયા સુધી મિશ્ર ઋતુનો અનુભવ થશે વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થશે. જયારે બપોરે ગરમીનો અહેસાસ થતો રહેશે. માર્ચના બીજા સપ્તાહમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીએ આંબી જશે. 1પમી માર્ચ બાદ આકરો ઉનાળો શરુ થશે. એપ્રીલમાં તાપમાનનો પારો 44 ડિગ્રી અને મે માસમાં 45 કે 46 ડિગ્રીએ પહોચી જશે.

Advertisement

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર હવે પવનની દિશા ફરી છે હાલ ઉતર-પૂર્વ અને ઉતર પશ્ર્ચિમના પવનો ફુંકાય રહ્યા છે. આગામી એકાદ સપ્તાહ સુધી પારો 38 થી 40 ડિગ્રી વચ્ચે રહેશે. હોળી – ધુળેટીના તહેવાર સુધી મીશ્ર સીઝનનો અનુભવ થશે સવારે અને રાત્રી દરમિયાન ઠંડીનો અહેસાસ થશે. બપોરે ગરમી અનુભવાશે વેસ્ટર્ન ડિસ્ટબન્સેના કારણે  વચ્ચે એકાદ-બે દિવસ ઝાકળ વર્ષાની પણ સંભાવના રહેલી છે

સુકા પવનો ફુંકાવાની શરુઆત થતાની સાથે જ 1પમી માર્ચ બાદ ઉનાળાનો આરંભ થઇ જશે રાત્રે પણ ગરમી અનુભવાશે આગામી એકાદ સપ્તાહ સુધી હજી ગરમીમાં થોડી રાહત રહેશે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે એકાદ બે દિવસ ઝાળક વર્ષાની પણ શકયતા રહેલી છે. મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી વચ્ચે રહેશે માર્ચના બીજા સપ્તાહમાં પારો 41 ડિગ્રી એ પહોંચી જશે. જયારે એપ્રીલ માસમાં પારો 4ર થી 44 ડિગ્રીએ આંબશે જયારે મે માસમાં પારો 46 થી 47 ડિગ્રીએ પહોંચી જવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. હોળી- ધુળેટીના તહેવાર બાદ આકરો ઉનાળો શરૂ થઇ જશે.

દરમિયાન ગઇકાલે અમરેલીનું તાપમાન 36 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 34.5 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 27.7 ડિગ્રી, ઓખાનું તાપમાન 27.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 34.2 ડિગ્રી, રાજકોટનું તાપમાન 37 ડિગ્રી, વેરાવળનું તાપમાન 30.7 ડિગ્રી, દિવનું તાપમાન 32.9 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 36.3 ડિગ્રી, મહુવાનું તાપમાન 34.8 ડિગ્રી, કેશોદનું તાપમાન 36.1 ડિગ્રી, ભુજનું તાપમાન 37.8 ડિગ્રી, નલીયાનું તાપમાન 35.4 ડિગ્રી, કંડલા પોર્ટનું

તાપમાન 33.5 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 36.6 ડિગ્રી, ડિસાનું તાપમાન 36.5 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 35.8 ડિગ્રી, વડોદરાનું 36 ડિગ્રી, દમણનું તાપમાન 32.2 ડિગ્રી નોંધાયું હતું.

આજે સવારે રાજકોટનુ: લધુતમ તાપમાન 19.6 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા અને પવનની સરેરાશ ઝડપ 8 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે સવારના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.