Abtak Media Google News

માધાપરમાં સ્મોલ ઈન્ડસ્ટ્રીઝવાળી જમીન બોલીથી ખરીદયા બાદ પાયલ ડેકોરેશન દ્વારા સુપ્રીમ સુધી લડત

શહેરના જામનગર રોડ પર આવેલા માધાપર ઈન્ડસ્ટ્રીયલમાં આવેલા ગુજરાત સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝવાળી જમીનમાં હરાજી દરમ્યાન પાયલ ઈલેકટ્રીક ડેકોરેશન પેઢીએ ઉચી બોલી બોલતા ૨૦૧૦ની સાલમાં તે પેટે ૨.૨૫ કરોડ ભરી દીધા બાદ જમીનનો કબજો તેને સોપાય ગયેલો તેમ છતાં રાજકોટ કલેકટરે આ જમીન ઉપર તેમનો બોજો છે અને નવી શરતની જમીન હોવા છતાં તેમની પૂર્વ મંજુરી લીધા વગર હરાજી થયેલી હોવાથી ફડચા અધિકારીએ વાંધો લીધો હતો.

ખરીદનારને હાઈકોર્ટ સમક્ષ કલેકટર સામે દાદ માંગવી પડેલી. જેમાં હાઈકોર્ટની સીંગલ બેન્ચ તથા ડિવીઝન બેન્ચ દ્વારા ખરીદનારની તરફેણમાં હુકમો કરી રાજકોટ કલેકટરને આદેશ કરીને તેમનો બોજો ઉઠાવી લેવા જણાવેલ. પરંતુ હુકમનું પાલન ન થતા હાઈકોર્ટે તત્કાલીન કલેકટર મનીષાબેન ચંદ્રા સામે ક્ધટેમ્પ્ટની કાર્યવાહી કરેલી. બાદ તા.૨૮/૧૦/૨૦૧૭ના રોજ તત્કાલીન કલેકટરને ફરીથી ક્ધટેમ્પ્ટની નોટિસ બજાવવામાં આવેલી અને હવે સુપ્રીમ કોર્ટમાં પણ ખરીદનારની તરફેણમાં ચુકાદો આવી ગયેલો હોવા છતાં હુકમનું પાલન ન કરવામાં આવતા હાઈકોર્ટે દ્વારા રાહુલ ગુપ્તાને પ્રથમ નોટિસ નામજોગ કરી સમય આપવામાં આવેલો હતો તેમ છતાં હુકમની અમલવારી નહીં કરવામાં આવતા હાઈકોર્ટે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટના કાયદા મુજબ તા.//૨૦૧૮નાં રોજ નોટિસ કાઢવા તેમજ આગળની કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલો છે.

ખરીદનારાઓ દ્વારા ચાલુ કામે વિવાદ ટુકો કરવા માટે ફડચા અધિકારી પાસેથી કલેકટરના દાવા મજુબ વસુલ કરવા પાત્ર રકમ ભરી આપવા રાજીખુશી બતાવેલ જે કોર્ટે મંજુર રાખેલી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ રકમ તા.૨૭//૨૦૧૮થી ત્રણ અઠવાડીયામાં જમા કરાવવા સુચના આપેલી છે. આ રકમ ભરવા લેખીતમાં પણ રજુઆત કરવા છતાં જાણે હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના હુકમની કોઈ પરવા જ ન હોય તે રીતે રાજકોટ કલેકટર તરફથી કોઈ પ્રત્યુતર આપવામાં આવેલો નથી તેવી દલીલ અરજદારોના એડવોકેટ દ્વારા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ કરવામાં આવેલી હતી. કોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવેલી છે કે હુકમ મુજબની સુચનાનો પ્રાથમિક રીતે ભંગ થયેલ હોય તેમ જણાય છે. જેથી ક્ધટેમ્પ્ટની કાર્યવાહી કરી રાજકોટ કલેકટરને તેડુ મોકલવામાં આવેલું છે. અરજદાર તરફે સેજપાલ એસોસીએટસ એડવોકેટ તરીકે હાજર રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.