Abtak Media Google News

જેમલપુરની એક મહિલાના નેતા પતિ અને સસરા વિરુઘ્ધના કેસમાં હાઇકોર્ટની સુનાવણી: ઘરની ચાવી તત્કાલીન પુત્રવધુને સોંપવા ન્યાયાધીશ જે.બી. પારડીવાલાએ કર્યો આદેશ

લગ્ન બાદના વૈવહારિક જીવનમાં સાસુ-સસરા અથવા પતિ સાથેની અડચણથી છુટાછેડા લઇ લેવાના બનાવો સતત બનતા રહે છે. આવા જ એક કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે મહિલાનો બચાવ કયો છે. વાત એવી કે જમલપુર ગામે રહેતી જહેડા કુચેરવાલા નામની એક મહીલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ અને સસરા વિરુઘ્ધ વર્ષ ૨૦૧૫માં ડોમેસ્ટિક વાયોલન્સ (હિંસા)ની ફરીયાદ નોંધાવી હતી.જહેડાની આ ફરીયાદને તેના સસરા અબુળકરે હાઇકોર્ટમાં પડકારી હતી. સમગ્ર મામલે હાઇકોર્ટે તપાસ કરી વર્ષ ૨૦૧૮ ના જાન્યુઆરી માસમાં ચુકાદો આપ્યો હતો કે, ઝઘડાઓને રોકવા જહેડાના સસરા અબુળકરે તેના પુત્ર અને પુત્રવધુને એક અલગ ઘર બનાવી આપે જેમાં તેઓ એક સાથે રહી શકે. પરંતુ અબુળકર અને તેના પુત્ર જાવેદે ન તો જહેડા ને ઘર આપ્યું પરંતૂ તેના બદલે તલાકની માંગણી કરી જેથી જહેડાએ હાઇકોર્ટમાં ફરી અરજી દાખલ કરી.

Advertisement

સુનાવણી દરમિયાન કોર્ટમાં જહેડા તેના બે બાળકો સાથે હાજર રહી હતી અને ન્યાયાધીશ જે.બી. પારડીવાલા સમક્ષ રડી પડી હતી અને કહ્યું કે તેના સસરા અબુળકરે ઘરની ચાવી તેની પાસેથી છીનવી લીધી છે.

સમગ્ર તથ્યો જોઇને હાઇકોર્ટના ન્યાયાધીશ જે.બી. પારડીવાલાએ જહેડાના સસરાને આદેશ કર્યો કે તત્કાલીન ઘરની ચાવી જહેડાને પાછલ કરે અને ઘરનો સંપૂર્ણ કબ્જો આપે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.