Abtak Media Google News

હિન્દુ મુસ્લીમ એકતાના રોપાયા મંડપ: ખુદાનાં અને પરમેશ્વરનાં ઘર ભણી યાત્રા: અહીં મંદિર, તહીં મસ્જીદ!

ઇસ્લામનાં પાંચ આધાર સ્તંભો છે. ઇમાન, નમાજ, રોજા, જકાત અને હજ આમાંની ચાર ફરજ તો પોતાનાં ઘરમાં રહીને રોજિંદી જિન્દગીમાં પૂરી કરી શકાય છે. પરંતુ હજ (તિર્થયાત્રા) માટે લોકોને હજારો ગાઉની સફર કરવી પડે છે એ લોકોની વાત અલગ છે કે જેઓ મકકા અને તેની આસપાસના પ્રદેશોમાં રહેતા હોય, જે લોકો પૈસેટકે પહોંચતા હોય એને માટે ધાર્મિક દ્રષ્ટિએ હજ અનિવાર્ય છે. ગરીબ માણસો માટે હજયાત્રા કરવી જ‚રી નથી. પણ જે હજ કરવા જેટલું ખર્ચ કરી શકે તેમ હોય તેણે જીવનમાં એક વખત તો હજ કરવી જ જોઇએ, અને પૈસા પાત્ર  હોય તેઓ તો એકથી વધુ વખત હજયાત્રા કરી શકે છે,

હજ કેવળ, ધાર્મિક ક્રિયા જ છે, એવું નથી  પરંતુ એ સાથે હજ ઇસ્લામનો ઇતિહાસ, આત્મસંયમ, સામાજીક એકતા, બૌઘ્ધિક વિનય અને માનસિક અનુશાસનનો અવસર પૂરો પાડે છે એવો સંદેશ એ આપે છે ! કયાં ઇન્ડોનેશિયા, કયાં બાંગ્લાદેશ, કયાં એબિસિનિયા, કયાં ભારત અને પાકિસ્તાન ! હજ કરવા ભિન્ન ભિન્ન દેશો અને સમુહોના લોકો એકઠા થયા છે અને થોડા સમય માટે પોતાની રાષ્ટ્રીયતા જ નહિ, વર્ણ અને વિશિષ્ટ વેશભૂષાને ભૂલી જાય છે. રાજા, રંક, ગરીબ અને અમીર બધા એક જ લિબાસમાં સાથે સાથે જ યાત્રા કરે છે. આ રીતે હજ મુસ્લીમોની આઘ્યાત્મિક પરિષદ સમી બની રહેવાની ગરજ સારે છે.

વર્ષમાં એકવાર હજનું પર્વ આવે છે હિલાલી (ચાંદ) વર્ષની આખરી માહીતી જીલહજ અને પ્રથમ મહિનો મુહર્રમ ગણાય છે. હિન્દુ પચાંગમાં દર ત્રીજા વર્ષે એક મહિનો, વધારી ચાન્દ્ર મહિનાને ઋતુ અનુસાર મેળ કરી લે છે પરંતુ મુસ્લીમ પઁચાંગમાં મહિનાની મહિનાની વધ ઘટ થતી નથી. એટલે હિલાલી મહિનો નિશ્ર્વિત ઋતુ પ્રમાણે નથી આવતો. એથી રમઝાન, મુહર્રમ, બકરી ઇદ વગેરે તહેવારો કયારેય ચોમાસામાં, કયારે શિયાળામાં તો કયારેક ઉનાળામાં  એમ ફરતા રહે છે.જે લોકો ભારતમાંથી હજ કરવા જવા ઇચ્છે છે તેઓને ભારત સરકારે હજ કરવા જનારા યાત્રીઓની વ્યવસ્થા માટે એક હજ  કમિટિ પણ બનાવી છે, જેની કચેરી મુંબઇમાં રાખવામાં આવી છે.

દર વરસે દુનિયાભરમાંથી લાખો યાત્રાળુઓ હાજીઓ હજની પવિત્ર ક્રિયામાં ભાગલે છે. જેમાં ભારતમાંથી વીસ હજારથી વધુ લોકો કરજ કરવા જાય છે.પહેલાં તો કેટલાક હાજીઓ રમઝાનની પહેલા મકકા પહોંચી જતા હતા. પણ બે વરસથી સાઉદી અરબ સરકારે ૪૦ દિવસથી વધુ કોઇપણ હાજીને રોકાવા દેવા પર પ્રતિબંધ મુકયો છે. ખરી રીતે તો હજ માટે ઇદ પછી જ હાજીઓ નીકળે છે.

અહીંથી જહાજ રસ્તે હાજીઓ જિદ્દા પહોંચે તે પહેલા દરેક હાજી એહરામ બાંધી લે છે. એહરામ એ હાજીઓ માટે સિવ્યા વગરના સાદા કપડાં છે. એક ચાદર લુંગીની જેમ વીંટાળે છે ને બીજી ઓઢી લે છે. યલમલમ પહાડ આગતા આવતાં જ હાજીઓ આ વસ્ત્ર પહેરીને હજની યાત્રાનો શુભારંભ કરે છે.

હજનો અધિકાર સ્ત્રીઓને પણ આપવામાં આવ્યો છે. સ્ત્રીઓ પોતાના દેશની વેશભૂષા પહેરી શકે છે પણ માથા પર ચુંદડી કે સાડી ઓઢી શકતી નથી. તને બદલ: એક સફેદ વસ્ત્ર માથા પર બાંધવું પડે છે, જેથી વાળ વિખરાય નહીં, જે લોકો જહાજમાં એહરામ ધારણ નથી કરતા તે જદ્દા પહોંચીને પહેરે છે.

જદ્દામાં હાજીઓને ઉતરવા માટે વિશાળ સરકારી ભવન છે. એ સિવાય મદીનબુલ હુજજાજ નામક મુસાફરખાનુ છે. જેમાં દસ હજાર યાત્રાળુઓ રહી શકે એવી સગવડ છે.જદ્દામાં જ હાજીએ મુઅલ્લિમનો સંપર્ક સાધવો પડે છે. ભારતમાં તીર્થસ્થળોએ જેમ પંડા હોય છે. ભારતમાં તીર્થસ્થળોએ જેમ પંડા હોય છે તેમ મુઅલ્લિમ એક જાતના પંડા છે. આ પંડા હજ પુરી થાય ત્યાં સુધી હાજીને સાથે જ રહે છે. અને સરકારે બાંધેલા મહેનતાણા પ્રમાણે તે મહેનતાણું લે છે. આ મુઅલ્લિમ યાત્રાળુ માટે બધી વ્યવસ્થા કરે છે, અને સંભાળ રાખે છે.

આજથી થોડા વર્ષ પૂર્વે આરબ દેશમાં આજના જેટલી સમૃઘ્ધિ નહોતી. આજે તો દરેક જગ્યાએ પાકી સડકો રહેવા માટે એરકંડીશન હોટલો અને છેલ્લામાં છેલ્લા મોડેલની મોટરકારો ભાડે મળે છે. દુનિયાભરના શ્રીમંત લોકોએ મકકામાં આલિશાન ધર્મશાળાઓ બંધાવી છે. જેને અરબીમાં  રુબાત કહે છે. પેટ્રોલની અઢળક આવકે અરબ્રસ્તાન અને એના તમામ ધાર્મિક સ્થળોની રોનક બદલી નાખી છે.

હજનું મુખ્ય અંગ છે ૧૦ જિલહજ આ દિવે હઝરત ઇબ્રાહીમે પોતાના પ્યારા પુત્ર ઇસ્માઇલની કુર્બાની આપી હતી. એની યાદમાં હાજીઓ પણ બકરા, ઊંટ કે અન્ય પશુઓની કુર્બાની આપે છે.૧૦મીની રાત હાજી લોકો મિનામાં વિતાવે છે અથવા કોઇ મકકા પહોંચી જાય છે અને ૧૧મી એ સવારે મકકાની સાત વાર પ્રદક્ષિણ કરે છે. પછી સફા-મરવા પર જાય છે. અને ફરી નાના, વચલા અને મોટા શૈતાન પર સાત-સાત કાંકરાનો પ્રહાર કરે છે.

કુર્બાની દીધા પછી એહરામ ઉતારીને હાજીઓ રોજિંદા વસ્ત્રો પહેરી લે છે. એ પછી કાબાની બીજી પરિક્રમા વખતે એહર પહેરવો જરુરી નથી.હજ પૂરી થાય પછી હાજીઓ મદીના જાય છે અને પછી હાજી બનીને પોતાના વતન પાછા આવવા નીકળે છે.આ છે ઇસ્લામની મહાન હજ યાત્રાની ભકિત ભાવભરી મહાન ઝાંખીકારાની પરિક્રમા જે રીતે કરવામાં આવતી હતી, તે તમામ જુના રિવાજો અને ‚ઢિઓને ઉચ્છેદી નાખીને હજરત મુહમ્મદ સાહેબે હજની એક નવી જ પ્રથા પાડી ઇસ્લામી જગતને નવી રોશની આપી.

હઝરત મુહમ્મદ સાહેબ કે એમના ઉત્તરાધિકારીઓ સંબંધીત કોઇપણ સ્થાન હજ યાત્રાનું અંગ ગણવામાં નથી આવ્યું. મકકામાં એક ગારેહિરા છે. આ ગુફામાં હઝરત મુહમ્મદ સાહેબ નબી (નુબૂઅત) થયાં પહેલાં ખુદાનું ઘ્યાન ધરતા હતા. હાજીઓ માટે આ ગુફા સુધી જવાનું જરુરી નથી. હઝરતના અંતિમ દિવસો મદીનામાં વિતેલા, ત્યાં એમની મઝાર પણ છે જે લોકો હજ કરે છે, તે મદીના પણ જાય છે. મદીના હાજીઓએ જવું જ જોઇએ એવું નથી. હજ તો મકકા પૂરી જ છે.

મુસલમાન તિથિ પ્રમાણે ૭મી જિલહજના રોજ કાબાનો દરવાજો ખુલે છે. અને એ વેળા સાઉદી અરબના રાજવંશોને નિમંત્રણ અપાય છે. અને તે કાબાની દિવાલો, ફર્શ આદિ સ્વચ્છ કરે છે. એ પછી કાબાનો દરવાજો બંધ કરી દેવામાં આવે છે. જયાં હઝરત ઇબ્રાહીમના બીબીઓ પાણી માટે સાત વાર એક ટેકરીથી બીજી ટેકરી સુધી ચકકર લગાવ્યા હતા. હાજી લોકો સાત વાર મરવા અને સફાની ચકકર લગાવે છે.

સફા-મરવાની યાત્રા પછી પુરુષ મસ્તક મુંડાવે છે. અને સ્ત્રીઓ પોતાના વાળની લટનો એક નાનકડો ટુકડો કપાવે છે જે પુરુષ વાળ મુંડાવવા નથી માગતો તે વાળને ટુંકા કરાવી નાખે છે.સફા-મરવાન યાત્રા પછી પુરુષ મસ્તક મુંડાવે છે. અને સ્ત્રીઓ પોતાના વાળની લટનો એક નાનકડો ટુકડો કપાવે છે જે પુરુષ વાળ મુંડાવવા નથી માગતો તે વાળને ટૂંકા કરાવી નાખે છે.મકકાથી હાજી મિના જાય છે. જે ત્રણ માઇલ દૂર છે. કોઇ મોટર રસ્તે, તો કોઇ પગ રસ્તે ત્યાં પહોંચે છે. હાજીઓ આખો દિવસ અહીં રહે છે.

બીજે દિવસે ૯ તારીખે હાજીઓ અરાફતના મેદાનમાં આવે છે અને ત્યાં જુહર (બીજો પ્રહર) અને અસર (ત્રીજા પ્રહાર) ની નમાજ પઢે છે. અને મગરિવ (સાંજ) ની નમાજ પઢે છે. અને મગરિવ (સાંજ)ની નમાજ અરફાત અને મિના વચ્ચે મુજદલિફા મેદાનમાં પઢે છે. સાથે ઇસા (રાત) ની નમાજ પણ પઢી લે છે. અને રાત અહીં જ રોકાય છે. આખી રાતનું જાગરણ કરી હાજીઓ ખુદાને યાદ કરે છે એ પછી બીજે દિવસે ૧૦મી તારીખે સવારે નમાજ પઢીને શૈતાનને કાંકરા મારીને હાજીઓ મિના પાછા ફરે છે.

આ વખતે ઉનાળામાં રમઝાન મહિનો આરંભાયો છે.

‘ઇશ્ર્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મનિ દે ભગવાન ’ના આસ્થા ભર્યા ઘોષ સાથે એની અભિવ્યકત થઇ હતી. આની સાથે હિન્દુ-મુસ્લીમ એકતાના મંડપ રોપાયા હતા. દાખ-ખેરાત મસ્જીદોમાં નમાઝ, મિલન અને ખુદાનાં ઘર ભણી પ્રયાણ યાત્રાના ભાવ સાથે સંખ્યાબંધ નમાઝીઓ હળતા મળતા હોવાના દ્રશ્યો નજરે પડે છે અને એ ઉજજવળ ભવિષ્યની પ્રતીતિ કરાવે છે. હિન્દુઓની અમરનાથ બાબાની યાત્રા પણ હવે હિન્દુ-મુસ્લીમ એકતાનો પડઘો પાડે છે એ અખંડ રહે એમ કોણ ન ઇચ્છે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.