Abtak Media Google News

શનિવારી સોમવાર સુધી રાજકોટના ચાર અલગ-અલગ સ્થળો પર નિ:શુલ્ક ડોઝ આપવામાં આવશે

તાજેતરમાં કોરોના વાઈરસનો કહેર સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલ છે. ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા તેમજ રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાય રહ્યાં છે, આ તકે સ્વદેશી, રાષ્ટ્રવાદી, સેવાકીય સંસ ઈન્ડિયન લાયન્સ કલબ દ્વારા “ધ આયુષ મિનિસ્ટ્રી ઓફ ઈન્ડિયા દ્વારા કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા, રોગ પ્રતિકારક શક્તિ વધારતી હોમિયોપેકિ “આરસેનિકમ- આલ્બમ-૩૦ની સલાહ આપવામાં આવેલ છે, ત્યારે ગરૈયા હોમિયોપેકિ કોલેજના સહયોગી ઈન્ડિયન લાયન્સ કલબ દ્વારા રાજકોટમાં નિ:શુલ્ક ડોઝ આપવામાં આવશે. શનિવારે સવારે ૭ થી ૯ અને સાંજે ૫ થી ૮ બાલાજી હનુમાનજીના મંદિરે કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે રવિવારે સવારે ૭ થી ૯ કિશાનપરા ચોક, રૈયા ચોકડી ખાતે, સોમવારે સાંજે ૬ થી ૭ સોરઠીયાવાડી સર્કલ મંગળવારે સાંજે ૫ થી ૮, આશાપુરા માતાજીના મંદિર પેલેસ રોડ ખાતે ડોઝ આપવામાં આવશે.

5 Bannafa For Site 1 2

આ કાર્યક્રમની વધુ માહિતી માટે ઈન્ડિયન લાયન્સ વાઈબ્રન્ટના હસુભાઈ ગણાત્રા, હસુભાઈ કાચા, રાજુભાઈ સોલંકી, જે. ડી. ઉપાધ્યાય, ઈન્ડિયન લાયોનેસ ઉડાનના વિજયાબેન કટારિયા, હિનાબેન રામાણી, ઈન્ડિયન લાયન્સ શક્તિ કપલ કલબના ડો.વલ્લભભાઈ સીદપરા સ્મિતાબેન સીદપરા, રમણીકભાઈ ઝાલાવડિયા, વેલજીભાઈ ડોબરિયા, ઈન્ડિયન લાયન્સ એચીવર્સ વનરાજસિંહ ઝાલા, પ્રફુલ્લભાઈ રાજપૂત, અજયભાઈ ચુડાસમા અને ઈન્ડિયન લાયન્સ ફ્રેન્ડસના ડો. ગિરાબેન માંકડ, ડો. જયંતિબેન બુચે ‘અબતક’ પ્રેસની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.