Abtak Media Google News

નોટિસ આપવા છતા દબાણ દૂર ન કરાતા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરાઈ

મૂળીના સરલા ગામે હાઇવેપર સરકારી ખરાબાની જમિનમાં દબાણ કરાતા તંત્ર દ્વારા અનેક વખત નોટીસ આપવામાં આવી હતી. છતા કોઇ કાર્યવાહી ન કરાતા  જેસીબી મશીન દ્વારા હોટલનુ કરેલ બાંધકામ પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પડાયુ હતુ.

સરલા ગામે ડીવીઝનની બાજુમાં છેલ્લા ઘણા સમયથી સરલાનાં વાસુદેવભાઇ અરજણભાઇ ખાંભલા દ્વારા સરકારી ખરાબાની જગ્યા પર દબાણ કરી હોટલ ખડકી દેવાઇ હતી. આ અંગે મૂળી મામલતદારને ધ્યાને આવતા પેસકદમની કાર્યવાહી કરી દબાણ દુર કરવા હુકમ કરાયો હતો. અને બાદમાં ૨૦૨ ની નોટીસ તેમજ સરકારી જમીનમાં દબાણ બાબતે કલમ ૬૧ હેઠળ ચાર દિવસમાં દબાણ હટાવી લેવા નોટીસ આપી હતી. છતા દબાણ દુર ન કરાતા સોમવારે સાંજે મામલતદાર ડો.ઋુતુરાજ જાદવ સર્કલ ઓફિસર મેહુલભાઇ પોલીસ સ્ટાફ સહિતના જેસીબી મશીન દ્વારા દબાણ દુર કરવામાં આવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.