Abtak Media Google News

ગ્રામ પંચાયતો વધુ સુવિધાયુકત બનશે :  પ્રવાસન મંત્રી  જવાહરભાઈ ચાવડા

જૂનાગઢ જિલ્લાના માણાવદર અને મેંદરડા તાલુકાના કુલ 19 ગ્રામ પંચાયતના મકાનો રૂ. 53.50 લાખના ખર્ચે સમારકામ થશે.

માણાવદર અને મેંદરડા તાલુકાના સી.ડી.પી. યોજના અંતર્ગત માણાવદરના 9 ગ્રામ પંચાયતના મકાનો અંદાજીત કુલ રૂ.21 લાખના ખર્ચે તેમજ મેંદરડાના 10 ગ્રામ પંચાયતોના મકાનો અંદાજીત રૂ. 32.50 લાખના ખર્ચે સમારકામ કરાશે. આ માટેની સૈદ્ધાંતિક મંજુરી મળી ગયેલ છે.

માણાવદર અને મેંદરડા તાલુકાના ગ્રામ પંચાયતના મકાનો રીપેરીંગ થવાથી ગ્રામ પંચાયતો વધુ સુવિધા યુક્ત બનશે. ગ્રામ પંચાયતના મકાનો વધુ સુવિધા યુક્ત બનાવવા માટે સતત ચિંતા કરી સૈદ્ધાંતિક મંજુરી મેળવવા કરેલ રજૂઆતને અંતે મંજુરી મળી ગયેલ હોઈ ટૂંક સમયમાં કામગીરી કરવામાં શરૂ કરવામાં આવશે.  એમ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતુ.

મંત્રીએ વધુમાં જણાવેલ હતું કે, હું માણાવદર મતવિસ્તારના વિકાસ કામો માટે હંમેશા ચિંતા કરતો રહ્યો છું અને કરતો રહીશ. આ સમાચારથી સ્થાનિક ગ્રામ પંચાયતના ગામ લોકો, કાર્યકર્તા તેમજ માણાવદર અને મેંદરડા તાલુકાના મતદારોએ હર્ષની લાગણી વ્યક્ત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.