Abtak Media Google News

ભક્તોનો માનવ મહેરામણ શિવકૃપા મેળવવા સોમનાથમાં ઉમટશે

મહા મૃત્યુંજય યજ્ઞ, જ્યોતપૂજન, ચાર પ્રહરના વિશેષ પૂજન, આરતી સહિતના કાર્યક્રમો યોજાશે

શ્રી સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રી મહોત્સવની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે. મહાશિવરાત્રી પર્વે સોમનાથ મંદિર 42 કલાક દર્શનાર્તીઓ માટે ખુલ્લુ રહેશે.

પ્રતિવર્ષ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરિક ઉજવણી કરવામાં આવે છે. તા.10 થી તા.12 માર્ચ-2021 દરમિયાન ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

તા.11ને ગુરૂવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે 4-00 થી લઇ સતત 42 કલાક ભક્તજનો માટે ખુલ્લુ રહે છે. ચાર પ્રહરની વિશેષ પૂજા -આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક-સાંસ્કૃતિક આયોજન કરાય છે, જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનશે.

સોમનાથના માર્ગો શિવભક્તોનાં જય સોમનાથના નાદથી ગુંજી ઉઠશે. દર્શનાર્થીઓ એ સરકારશ્રીની ગાઇડલાઇન પ્રમાણે દર્શન માટે પાસ પાસ મેળવવા ફરજીયાત રહેશે, ઓનલાઇન પાસ ટસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG  પરથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે, તેમજ ઓફલાઇન પાસ ટ્રસ્ટના પથિકાશ્રમ ગ્રાઉન્ડ ખાતે પાસ વિતરણ કેન્દ્ર પરથી મેળવી શકાશે.

મહાશિવરાત્રિ મહોત્સવ-2021ને લક્ષ્યમાં લઈ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભક્તિ કરી શકે તેવા હેતુથી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન છે. દાતાઓના સહયોગથી શ્રી સોમનાથ મંદિરને પુષ્પોથી શુશોભીત કરવામાં આવશે. મહાશિવરાત્રિએ ભાવિકો તત્કાલ શિવપૂજન, સુવર્ણ કળશ પૂજન, ધ્વજાપુજન કરી શકે તે માટે વિશેષ આયોજન કરાયું છે. મહોત્સવનો પ્રારંભ ટ્રસ્ટ તરફથી પારંપરીક ધ્વજાપૂજનથી થશે, મહામૃત્યુંજય યજ્ઞ, મહાશિવરાત્રિએ સવારે બ્રાહ્મણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિત વિશેષ કાર્યક્રમો સરકારીની કોવિંડ-19ની ગાઇડલાઇન્સ ના ચુસ્ત પાલન સાથે યોજાશે.

શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ WWW. SOMNATH.ORG તથા સોશ્યલ મીડિયા માધ્યમ ફેસબુક @somnathTempleOfficial, ટ્વીટર omnathTemple, 8-221414-Somnath Temple Official, 42464- Somnath Temple – Official channel, વોટ્સએપ  ટેલીગ્રામ નં.9726001008, એન્ડ્રોઈડ તથા એપલસ્ટોર પરથી સોમનાથ યાત્રા માધ્યમથી પણ દર્શન, આરતી, લાઇવ સ્ટ્રીમીંગનો લ્હાવો દેશ-વિદેશના ભક્તો ઘરબેઠા લઇ શકશે.  સોમનાથ મહાશિવરાત્રિ પર્વે ભક્તો ઘરેબેઠા ઓનલાઇન પૂજાનો ઇ-સંકલ્પ કરી ધન્ય બને તે માટે ઓનલાઇન ઝુમ એપ પર ભક્તો પૂજા તેમજ દર્શન કરી શકશે. પૂજા ટ્રસ્ટની ઉપરોક્ત વેબસાઇટ પરથી નોંધાવી શકાશે.

તાજેતરમાં જ પોસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રસાદસેવા માટે મનિઓર્ડર ભારત ભરની કોઇપણ પોસ્ટ ઓફિસ ખાતે નોંધાવી ઘરબેઠે ભક્તો પ્રસાદ મેળવી શકશે. ભક્તો માટે વિનામુલ્યે ફરાળ, પ્રસાદની વ્યવસ્થા.

જુદા-જુદા દાતાઓના સહયોગથી મહાશિવરાત્રિ પર્વે દર્શનાર્થે પધારતા યાત્રીઓને મહાપ્રસાદ, ફરાળ નિ:શુલક મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસ્થા સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગોઠવવામાં આવી છે.

તા.10 તથા તા.11ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સંસ્કાર ભારતી અને શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત રાજ્ય અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી શ્રી રામ મંદિર ઓડિટોરીયમ ખાતે કરવામાં આવનાર છે. કાર્યક્રમમાં દેશભરમાં જુદા-જુદા રાજ્યોના કલાકારો ભજન, ગરબા, લોકસંગીત, વિવિધ લોકનૃત્યો દ્વારા ભગવાન શિવજીની આરાધના કરશે. આ કાર્યક્રમ કોવિંડ-19ની સરકારની ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે યોજાશે. જેને લોકો શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડીયા ડિઝીટલ પ્લેટફોર્મ પરથી નિહાળી શકશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ ક. લહેરી ના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટના અધિકારી તથા કર્મચારીઓ ઉત્સાહભેર મહા શિવરાત્રિ મહોત્સવમાં આવનાર યાત્રીઓની વ્યવસ્થા હેતુ કામે લાગેલા છે, દિવ્યાંગોને દર્શન અંગેની સહાયતા સ્વાગત કક્ષથી મળશે વૃદ્ધો તથા અશક્તો તેમજ દિવ્યાંગ યાત્રીકો માટે પાર્કિંગથી મંદિર સુધી પહોચાડવા માટે વિનામુલ્ય બસ વ્યવસ્થા, સાથે જ સ્વાગત કક્ષથી મંદિર સુધી ઇ-રીક્ષા-વહીલચેર ની વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રીકો માટે ક્લોકરૂમ,શુ હાઉસ, પૂજાવિધિ તેમજ પ્રસાદી કાઉન્ટરો, સહિતની વ્યવસ્થા કરવામાં આવનાર છે. મહાશિવરાત્રિના રોજ ચોવીસ સ્વાગત પુછપરછ કેન્દ્ર મંદિરના મુખ્ય પ્રવેશ પાસે કાર્યરત રહેશે. જેમના સંપર્ક માટે મો.9428214917  છે તેમ સોમનાથ ટ્રસ્ટને જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.