Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં તાઉ-તે વાવાઝોડાંએ તબાહી મચાવી દીધી હોય તેમ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકશાન થયું છે જો કે બીજી બાજુ વાવાઝોડાંના કારણે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં પાંચ ઈંચથી વધુ વરસાદ પડતાં ખેડૂતો માટે હવે આગોતરા વાવેતરની ઉજળી તક ઉભી થવા પામી છે.આગોતરા વાવેતર માટે વરસાદ બાદ પણ પાણીની જરૂર પડતી હોય છે. જો કે હવે આ વર્ષે વરસાદની સિઝન પણ વહેલી આવે તેવા સપષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. જે જમીન પિયત વાળી હોય અને જ્યાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો હોય ગે ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે. જે જમીન સુકી હોય અને જ્યાં પિયત માટે વ્યવસ્થા ના હોય તો આવી જમીનમાં સાડા ત્રણ ઇંચથી જો વધુ વરસાદ પડે તો આગોતરૂ વાવેતર થઈ શકે.

ઉલ્લેખનીય છે કે, તાઉ-તે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝન શરૂ થાય એ પહેલાં જ કેટલાક તાલુકામાં 5 ઈંચ જેટલો વરસાદ પડી જતાં ખેડુતો આ વર્ષે અગાઉ જ વાવણી કરી શકશે. દર વર્ષે 20 જૂન આસપાસ સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થાય છે જો કે વાવાઝોડાને કારણે હવે આ વર્ષે 10 જૂન પહેલા જ વરસાદ વરસી શકે તેમ હવામાન વિભાગે પણ આગાહી કરી દીધી છે.

હાલ ખેતરો ખાલી છે એટલે આગામી ચાર થી પાંચ દિવસ બાદ તેનું રાંપ હાંકી નિંદામણ કરી શકાય અને ત્યારબાદ નિંદામણ આવે તો વરસાદ આવે તો તે ઓછું થાય. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જૂન મહિના સુધી નર્મદાના નીર ખેડૂતોને આપવામાં આવશે. એટલે હવે વાવાઝોડાને કારણે પાંચ ઈંચ વરસાદ જે વિસ્તારોમાં પડ્યો છે ત્યાં ખેડૂતો આગામી 3 થી 4 દિવસ બાદ વાવણી કરી શકે અને ચોમાસાની સિઝન શરૂ થાય ત્યારે વરસાદ આવે કે ના આવે નર્મદાનું નીર ખેડૂતોને મળી રહેશે.

ખેડૂતોને જો અગાઉ વાવેતર કરવું હોય તો એકમાત્ર વેલડી મગફળીનું વાવેતર કરી શકે તેમ છે. વેલડી મગફળીનું જો વાવેતર કરવું હોય તો તેને ઑલવીને વાવેતર કરી શકે. આ ઉપરાંત અન્ય વાવેતર માટે ખેડૂતોએ વરસાદની રાહ જોવી પડશે. જો કે વાવાઝોડાથી વરસાદ વરસતા ખેડૂતો માટે આગોતરા વાવેતરની ઉજળી તકો પ્રાપ્ત થઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે કેરળમાં પણ ચોમાસુ 1 જુન પહેલા જ બેસી જશે ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની અસરે આ વર્ષે ચોમાસુ 10 જૂન પહેલા બેસે તેવી પૂરી શકયતા છે. દર વખતની જેમ આ વર્ષે ચોમાસુ જૂનના અંત સુધી લંબાશે નહી જોકે બીજી બાજુ વાત કરીએ તો ગત વર્ષે ગુજરાતમાં 100 ટકાથી વધુ વરસાદ પડયો હતો. આ વર્ષે પણ હવામાન ગુજરાત દ્વારા રાજયમાં 98 ટકા જેટલો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ખેડુતો માટે વાવાઝોડુ માઠા અને સારા બંને સમાચાર લાવ્યું છે. ખેડુતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે તો બીજી બાજુ અમુક તાલુકામાં બે થી ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ પડવાથી આગોતરા વાવેતરમાં ઉજળા સંજોગો ઉભા થયા છે.જોકે ખેડુતો મગફળી સિવાયના પાકોનું વાવેતરનું અત્યારે આયોજન નહી કરે ચોમાસાની સીઝન બેસે ત્યારબાદ જ અન્ય વાવણી થશે હાલ ખેડુતો માટે વાવેતર કરવું હોય તોમગફળીનું વાવેતર ઉત્તમ છે.

Screenshot 6 14

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.