Abtak Media Google News

Screenshot 4 20 અષાઢ પહેલા જ મેઘ મલ્હાર: સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ

મેંદરડામાં 10 ઈંચ, સુત્રાપાડા અને વેરાવળમાં 8॥, માળીયા હાટીના અને કેશોદમાં 7 ઇંચ, માંગરોળ, તાલાલા, વંથલી, માણાવદરમાં પાંચ ઇંચ, જૂનાગઢમાં ચાર, ઉપલેટા, વિસાવદર, ભાણવડ, કુતીયાણામાં ત્રણ ઇંચ, કોડીનાર, પોરબંદર, જામજોધપુર, ઉના, રાણાવાવ, ધોરાજીમાં બે ઇંચ

સવારે બે કલાકમાં ખંભાળીયામાં સાંબેલાધારે 3 ઇંચ, ઉપલેટામાં બે ઇંચ, જામજોધપુર, મેંદરડા, વંથલી, ગીરગઢડામાં દોઢ ઇંચ

ગુજરાતમાં હજી ચોમાસાનું વિધિવત આગમન થયું નથી. છતા બિપરજોય વાવાઝોડાની અસરના કારણે અષાઢ પહેલા મેઘ મલ્હાર જોવા મળી રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 62 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ સાડા આઠ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. દરમિયાન આજે સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ખંભાળીયામાં સવારે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઉપલેટામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. સવારથી 41 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ગઇકાલથી વાવાઝોડાની અસર દેખાય રહી છે.

8 જિલ્લામાંથી 6827 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર સહિતના જિલ્લામાં ગઇકાલે બપોરથી જોરદાર વરસાદ વરસ્યો હતો. અમૂક સ્થળોએ વાવણી લાયક વરસાદ વરસી ગયો હતો. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સુત્રાપાડામાં સાડા આઠ ઇંચ, વેરાવળમાં સાડા આઠ ઇંચ, મેંદરડામાં સાડા સાત ઇંચ, માળીયા હાટીનામાં સાત ઇંચ, કેશોદમાં સાત ઇંચ, માંગરોળમાં સાડા પાંચ ઇંચ, તાલાલામાં સવા પાંચ ઇંચ, વંથલી પાંચ ઇંચ, માણાવદરમાં સાડા ચાર ઇંચ,

સૌરાષ્ટ્ર-કચ્છની 90 ટ્રેનો રદ : 47 ટ્રેનો ટૂંકાવાઈ

જૂનાગઢમાં ચાર ઇંચ, ઉપલેટામાં ત્રણ ઇંચ, વિસાવદરમાં ત્રણ ઇંચ, ભાણવડમાં ત્રણ ઇંચ, કુતિયાણામાં, કોડીનાર, પોરબંદર, જામજોધપુર, ઉના, રાણવાવમાં અઢી ઇંચ, ધોરાજીમાં બે ઇંચ, જામજોધપુર, બગસરા, કલ્યાણપુરમાં દોઢ ઇંચ, ખંભાળીયા, કાલાવડ, જામકંડોરણા, ખાંભા, જેતપુર, અમરેલી, ભેંસાણ, જામનગર, વડીયા અને બાબરામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સાવરકુંડલા, ગીરગઢડા, જસદણ, કોટડાસાંગાણી, ધારી, ગોંડલ, દ્વારકા, રાજકોટ, લાઠી, ઉમરગામ, ચોટીલા, થાનગઢ, બરવાળા સહિત રાજ્યના કુલ 62 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

બિપરજોયનું જોર કહેવા પૂરતું ઘટ્યું, ખતરો બરકરાર

આજે સવારથી સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું હતું. સવારે બે કલાકમાં ખંભાળીયામાં ત્રણ ઇંચ, ઉપલેટામાં બે ઇંચ, જામજોધપુર, મેંદરડા, વંથલી, ગીર ગઢડામાં દોઢ ઇંચ, જૂનાગઢ, કલ્યાણપુરમાં સવા ઇંચ, માળીયા હાટીના, કેશોદ, પોરબંદર, રાણાવાવ, ભાણવડમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સવારથી રાજ્યના 41 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે.

સૌરાષ્ટ્ર તરફ આવતી મોટાભાગની બસો રદ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.