Abtak Media Google News

કોરોના વાયરસએ ફેલાવેલી વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા વિશ્વભરના દેશો મથામણ કરી રહ્યા છે. બીજી લહેરમાં સપડાતા દેશમાં આર્થિક કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ હતી. જેની સામે સરકાર અને સ્થાનિક તંત્રની મદદ કરવા માટે ઔદ્યોગિક સાહસિકો પણ મેદાને ઉતર્યા હતા. ત્યારે આ માટે હવે ઓટોમોબાઇલ ક્ષેત્રની અગ્રણ્ય કંપની મારુતિ સુઝુકી પણ મેદાને ઉતરી છે અને ઝાયડસ કેડિલા સાથે હાથ મિલાવી અમદાવાદના સીતાપુરમાં મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ શરૂ કરી છે.

Advertisement

7.5 એકર જમીનમાં ફેલાયેલી આ હોસ્પિટલ માટે કુલ 126 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ મૂડી સંપૂર્ણપણે મારુતિ સુઝુકી ફાઉન્ડેશન સંસ્થા તરફથી આપવામાં આવી છે. જે મારુતિ સુઝુકીનું કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી- સીએસઆર ઉપક્રમ છે. કંપનીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં કવિડ દર્દીઓની સારવાર માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત માલ્ટિસ્પેશિયાલિટી સારવાર અંતર્ગત અન્ય વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે.  આ હોસ્પિટલનું સંચાલન ઝાયડ્સ ગ્રુપની સીએસઆર શાખા દ્વારા કરવામાં આવી રહ્યું છે.  મારૃતિ સુઝુકી ઈન્ડિયાના એમ.ડી. અને સી.ઇ.ઓ. કેનિચિ આયુકાવાએ માહિતી આપતા કહ્યું કે ગુજરાતમાં મારૃતિના પ્લાન્ટની શરૃઆત સમયે આ વિસ્તારમાં મોટી તબીબી સુવિધા ઉપલબ્ધ નહોતી. જેથી અહીં મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૃ કરવાનો નિર્ણય કરાયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.