” અમારા છોકરાને તો ઘણી સારી મળી જાત ,તું નસીબમાં કેમ ભટકાણી” તેમ કહી સાસરિયાનો પરિણીતા પર ત્રાસ

  • રાજકોટમાં બે  સાસરીયા વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ નોંધાઇ
  • વિધવા સર્ગભા સાથે મારકૂટ કરી ત્રાસ આપતા જામનગરના સાસુ,સસરા અને જેઠ વિરૂદ્ધ નોંધાતો ગુનો

શહેરમાં સાસરિયાંઓ દ્વારા પરણીતા પર ત્રાસ ગુજારયાની બે ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે સાસરીયા પક્ષ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પ્રથમ બનાવવામાં જામનગર રોડ પર આવેલ નાગેશ્વરમાં રહેતી પરિણીતાને તેના સાસરિયાઓ “અમારા છોકરાને તો ઘણી સારી મળી જાત ,તું નસીબમાં કેમ ભટકાણી”તેમ કહી પતિ,સાસુ ,સસરા અને નણંદ નાઓ ત્રાસ આપતા હોવાથી તેને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જ્યારે બીજા બનાવમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતી વિધવા સગર્ભાએ તેના સસરા,સાસુ અને જેઠ મારકૂટ કરી ત્રાસ આપતા હોવાથી તેને તેના તુધુ ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ બનાવની વિગતો મુજબ શહેરના નાગેશ્ર્વરમાં નવ માસથી માવતરે રહેતા નીકીતાબેન ચૌહાણ નામની મહીલાએ જામનગર રહેતા પતિ કૃણાલભાઈ, સસરા નટવરલાલ હરીલાલ, સાસુ લતાબેન અને નણંદ હિનાબેન સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેના લગ્ન 2020માં થયા છે લગ્ન બાદ સાસરીયા ” અમારા છોકરાને તો ઘણી સારી મળી જાત ,તું નસીબમાં કેમ ભટકાણી” તેમ કહી મેણા ટોણા મારતા, મારા નણંદના છુટાછેડા થઈ ગયા હોયતે કોલેજે જતા ત્યારે કહેતા કે હું કોલેજથી આવુ એટલે બધુ કામ પુરૂ કરીને રાખવુ હુ પ્રેગ્નેટ હોય મારે ત્રીજો મહિનો ચાલતો હોય છતા પંખો મારી પાસે સાફ કરાવતા અને ઘરનું બધું કામ મારે પાસે જ કરાવતા હતા. મારા પતિ દવાખાને સાથે પણ આવતા નહી જમવાનુ પણ ન આપતા, મારે ડિલીવરી ખાનગી હોસ્પિટલમાં કરાવવી હતી પરંતુ સાસરીયાઓએ અને સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જેમાં સીઝરીયનથી દિકરીનો જન્મ થતા સારૂ લાગેલ નહી માવતરે ગયા બાદ તેડવા નહી આવતા કોર્ટમાં કેસ કરેલ અંતે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

જ્યારે બીજા બનાવમાં પોલીસ હેડ કવાટરમાં રહેતા પુજાબેન બેડવાએ સસરા અમરાભાઈ રામાભાઈ, સાસુ વાલીબેન અને જેઠ અજય સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ હતુ કે લગ્ન 2020મા થયા બાદ અમે હૈદ્રાબાદ હરેવા ગયા હતા ત્યા પતિનુ મોત થતા ઠીકરીયાળી વિધી દરમ્યાન મારા સસરાએ મારા પતિની બધી મીલકત જેમાં હૈદરાબાદનો ફલેટ તેની વિમા પોલીસીની 2કમ વગેરે મને આપવાનુ કહ્યુ હતુ પરંતુ મે મારા પતિનો ફોન માંગતા તને હવે કંઈ આપવું નથી તેમ કહી હું પ્રેગ્નેટ હોવા છતા જેઠ, સસરા સહિતના સાસરીયાઓએ ઢીકા પાટુના માર માર્યો હતો. અને છરી દેખાડી મને અને ગર્ભમાં રહેલ બાળકને મારી નાખવાની અને મિલકત માંગીશ તો ટાટીયા ભાંગી હાથમાં આપી દેવાની ધમકી આપી હતી.જેથી તેની ફરિયાદ પરથી પોલીસે સાસરિયાં સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.