Abtak Media Google News

ગુનાનો ભેદ ઉકેલવા જાહેર સ્થળના સીસીટીવી ફુટેજ મદદરૂપ થાય છે તેમ પોલીસનો વહીવટ પારદર્શક બનાવવા સીસીટીવી ફુટેજ આમ પ્રજા માટે જાહેર કરો: એડવોકેટ સુરેશ ફળદુ

ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા અને ટ્રાફિક નિયમનો અમલ કરાવવા સીસીટીવી ફુટેજ અતિ આવશ્યક છે. તેમજ એક હજારથી વધુ વ્યક્તિઓની અવર જવરના સ્થળે ખાનગી અને ધાર્મિક સંસ્થાઓએ સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનાવ્યા છે. તેમ દરેક પોલીસ મથકના ડી સ્ટાફ રૂમ અને પીઆઇની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનાવવા તેમજ આમ લોકો પ્રજા માટે જરૂર પડે ત્યારે કોઇ ચેડા કર્યા વિના આપી પોલીસની કાર્યવાહી વધુ પારદર્શક બનાવવાની માગ સાથે એડવોકેટ સુરેશ ફળદુએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને પત્ર લખ્યો છે.

તાજેતરમાં  શહેરમા સી.સી.ટી.વી. કેમેરા સબંધે જાહેરનામું બહાર પાડી બેંકીંગ સંસ્થાઓ, મલ્ટીપ્લેકસ, બીલ્ડીંગો, હોટલો, બહુમાળી ભવનો, જવેરાત વેંચનાર, મોલ, ધાર્મીક સંસ્થાઓ, શોરૂમ્સ વિગેરે સંસ્થાઓએ સી.સી.ટી.વી. કેમેરા ફરજીયાત રાખવાના અને 30 દિવસ તેના રેકોર્ડીંગના ડેટા સાચવવાના તથા 24 કલાક કેમેરા ચાલુ રાખવા સબંધેનું પ્રજાજનોને ફ2જ પાડતુ જાહેરનામું  શહેરના પોલીસ કમીશ્નર ધ્વારા પ્રસિધ્ધ  કરવામાં  આવ્યું હતું.ભારતમાં બંધારણમાં  કાયદો  દરેક વ્યકિતઓ માટે એક સમાન છે.

તો શું જાહેરનામાથી  શહેર પોલીસ બાકાત છે. કે કોઈ સ્પેશ્યલ પિવીલેજ છે? સુપ્રિમ કોટ, હાઈકોર્ટોની પોલીસ સ્ટેશનોમાં સી.સી.ટી.વી. કેમેરા સબંધની ગાઈડલાઈન્સનું ખુદ પોલીસ જ પાલન કરતી નથી અને પ્રજાજનો ઉપર ડર ઉભો કરી કાયદાનું જાહેરનામાનું પાલન કરવા જણાવવુ અને પોલીસ સ્ટેશનોમાં પાલન ન કરનારને ગોળ અને પ્રજાજનોને ખોળ તેવી નીતી અખત્યાર કરવી તે ક્યાંનો ન્યાય? તેનો જવાબ પ્રજાજનો માગી રહ્યા છે, પોલીસ કમી નર સાહેબ જો પોતાના તાબાના 14 પોલીસ સ્ટેશનોમાં રૂબરૂ વીઝીટ કરે તો સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટોની ગાઈડલાઈન્સ મુજબ ટોઈલેટ તથા વોશરૂમ સીવાય પોલીસ સ્ટેશનના સંપુર્ણ વીસ્તાર જગ્યામાં દરેક સ્થળે સી.સી.ટી.વી. કેમેરા નાઈટ વીઝનવાળા, ઓડીયો વીડીયો રેકોર્ડીંગવાળા 24 કલાક ચાલુ હોવા જોઈએ તેવા અને ઓછામાં ઓછુ છ માસનું અને વધુમાં વધુ 18 માસનું સી.સી.ટી.વી. ના રેકોર્ડીંગ ડેટા હોવા જોઈએ આવુ એક પણ પોલીસ સ્ટેશનમાં નીકળશે નહી અને સી.સી.ટી. ફુટેજ તે જાહેર દસ્તાવેજ છે તો તે આર.ટી.આઈ. માં ન આપવા માટે  કોઈ  બહાનું લખી જવાબ મોકલી દઈ સી.સી.ટી.વી. ફુટેજ આપવામાં આવતા નથી તો શું કાયદો માત્ર પ્રજાજનો માટે જ છે.

પોલીસ માટે નથી અને કાયદાનું જાહેરનામાનું પાલન માત્ર પ્રજાજનોએ જ કરવાનું, પોલીસે જાહેરનામાના પાલનની શરૂઆત પોલીસ કમીશ્નરેટ એરીયાના તમામ પોલીસ સ્ટેશનોથી શરૂઆત થાય તો પ્રજાજનો અને પોલીસ વચ્ચે સમન્યાયની વાત ટકી શકે બાકી તો વાતો પેપ2 ટાઈગર સમાન બની રહશે તેમ એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા જણાવવામાં આવેલું છે.  ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ લેવા જનારને માર મારવાની ઘટના કોર્ટમાં ચાલી રહેલી છે તેમા ઉપસ્થિ થયેલી સી.સી.ટી.વી. ફુટેજવાળા પન્ને કાનુની લડત લડી રહેલા એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા જણાવવામાં આવેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.