આવકવેરા વિભાગે સપ્ટેમ્બર માસ સુધીમાં 70,120 કરોડનું રિફંડ કરદાતાઓને આપ્યું

24.70 લાખ કેસોમાં વ્યકિતગત રિફંડ 16,753 કરોડનું રિફંડ અપાયું

છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓનાં પડતર રિફંડને ચૂકવવામાં આવી રહ્યા છે. ત્યારે આવકવેરા વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સપ્ટેમ્બર માસ સુધીનું 70,120 કરોડનું રિફંડ કરદાતાઓને આપવામાં આવ્યું છે. જેમાંથી વ્યકિતગત રિફંડ પેટે 16753 કરોડનું રિફંડ 24.70 લાખ કેસોમાંથી જ આપવામાં આવ્યું છે.બીજી તરફ કોર્પોરેટ ટેકસ રિફંડ પેટે 53367 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

જે રિફંડ 1.38 લાખ કેસોમાં આપવામાં આવેલું હોઈ તેવું જાણવા મળ્યું છે. હાલ સીબીડીટી દ્વારા કરદાતાઓને પડતી મુશ્કેલી અંગે સતત વિચારી રહ્યું છે. અને જે હાલાકીનો સામનો કરદાતાઓએ કરવો પડી રહ્યો છે. તે ન કરવો પડે ફેસલેસ એરોસ્મેન્ટ સિસ્ટમ અમલી બનતા રિફંડનાં પ્રશ્ર્નનો ઘણા સામે આવી રહ્યા હતા.