Abtak Media Google News

ચલો આજ સે કેવલ અરછા હી સોચતે હે…

પ્રત્યેક સારો વિચાર ઉતમ કાર્ય કરવાનો પ્રેરણા સ્ત્રોત છે, તેથી વિચારધારાની દિશા બદલવાનો વિચાર પણ શુભવિચાર

‘બુરા મત સુનો, બુરા મત, દેખો બુરા મત કહો’ની પ્રસિધ્ધ ઉક્તિ ઉચ્ચારનાર અને તેના વિશે સમજાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે આ એક વાત પ્રખ્યાત છે. તેઓ હમેશા કોઇપણ બાબત વિશે સમજાવવા પહેલા પોતે આચરણમાં મૂકતા હતા. અહીં કહેવાનું તાત્પર્ય એ કે દરેક વ્યક્તિના જીવનમાં સૌથી વધારે મહત્વ કર્મનું જ છે. તેથી જ પવિત્ર ધર્મ ગ્રંથ ભાગવદ્ગીતામાં પ ભગવાને કર્મ અંગે સમજાળ્યુ છે.

ઠીક તેવી જ રીતે દરેક કર્મની પાછળ કાર્ય કરે છે. મનમાં ઉદ્દભવેલો ‘વિચાર’ માણસના મનમાં ઉદ્દભવેલો વિચાર ઉતમ કાર્ય કરવાનો પ્રેરણા સ્ત્રોત છે. કારણ કે કર્મને આચરણમાં મુકતા પહેલા તે કાર્ય અંગે મનમાં વિચાર જન્મે છે. ત્યાર બાદ જે તે કર્મનું અમલી કરણ થાય છે. પ્રખ્યાત મનોવૈજ્ઞાનિકો અને સાઇક્રિયાટિસ્ટો તેમજ મોટીવેશનલ સ્પીકરોએ દરેક વખતે પોતાના મંતવ્ય અને માર્ગદર્શનમાં ‘કર્મ’ના બદલે ‘વિચાર’ને જ પ્રાધાન્ય આપ્યુ છે. માનવમનમાં ઉદ્દભવેલા પ્રત્યેક વિચારનું ઘટનામાં પરિવર્તન થાય છે. આ પથાર્ય વાતને દર્શાવીને પોતાનું સમર્થન આપ્યુ છે. અને પ્રત્યેક વિચારની ગુણવતા જાણવા પર ભાર મૂકયો છે.

તેથી જ કહેવાયું છે કે આપણે જેવું વિચારીએ તેવું જ થાય છે. મનુષ્યએ કરેલો પ્રત્યેક વિચાર સમાન અને વિપરીત દિશામાં કાર્ય કરે છે. અને તે મુજબ ઘટનાનું નિર્માણ થાય છે તેથી દરેક મનુષ્ય જો પોતાના વિચારોનું પરિવર્તન કરીને સદ્દ વિચાર તરફ ઘ્યાન આપે તો સમાજમાં પ્રવર્તતી ઘણી અમાનવીય ઘટનાનું નિર્માણ થતું અટકી શકે તેમ છે.

માનવ મનમાં ઉદ્દભવેલા પ્રત્યેક વિચાર કિંમતી છે

વિચારો ના મુખ્યત્વે ચાર પ્રકાર હોય છે. સકારાત્મક વિચાર, નકારાત્મક વિચાર, સામાન્ય વિચાર અને વ્યર્થ વિચાર પ્રત્યેક માનવ મનમાં ર૪ કલાકમાં ૬૫ થી ૭૦ હજાર વિચારો ઉદ્દભવે છે. તેમાના મોટાભાગના વિચારો નકારાત્મક અને વ્યર્થ હોય છે. જેના કારણે વિચારોની ગતિ ઝડપી અને ગુણવતા અયોગ્ય જેવી હોય છે. પરંતુ જો આના પર ઘ્યાન આપવામાં આવે તો તેને બદલી શકાય છે. મનના બે પ્રકારો છે. ચેતનમન અને અવચેતનમન, મનોચિકિત્સકોના જણાવ્યાનુસાર અવચેતન મનમાં પ્રવેશેલો પ્રત્યેક વિચાર ઘટનામાં કયારેયને કયારેક અવશ્ય પરિણામે છે. અને માણસનું અવચેતન મન આખા દિવસમાં બે વખત વધારે જાગૃત અવસ્થામાં હોય છે. એક સવારે ઉઠતાની સાથે પ્રથમ વીસ મીનીટનો સમય ગાળો અને રાત્રે સૂતા પહેલાની દસ મીનીટ આ બન્ને સમય એવા છે કે જયારે વિચારો સૌથી વધારે સક્રિય હોય છે તેથી પ્રત્યેક વિચાર કિંમતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.