ભારતની આ કંપનીનો વિશ્વમાં ડંકો: બની દુનિયાની ટોચની સહકારી સંસ્થા

દેશ બદલ રહા હૈ, દેશ વિશ્ર્વ મેં ચમક રહા હૈ… ભારતની ટોચની સહકારી સંસ્થા ઈફકો હવે વિશ્ર્વની ટોચની સહકારી સંસ્થા બની છે. ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર્સ કો.ઓ.લી.એ ગત વર્ષમાં ૧૨૫માં સ્થાનેથી ઓવરઓલ રેકીંગમાં ૬૫મું સ્થાન મેળવ્યું છે.

વિશ્ર્વની ટોચની ૩૦૦ સહકારી સંસ્થાઓમાં ઈફકો પ્રતિ વ્યક્તિ જીડીપીથી વધારે વહીવટ કરવાના આધાર ઉપર ટોચના સ્થાને પહોંચી છે. ઈફકોની આ સિધ્ધિ કફક્ સહકારી ક્ષેત્ર માટે જ નહીં પણ ભારત માટે ગૌરવની વાત છે. ઈફકોએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, ઈફકો દેશના જીડીપી અને આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહી છે.

આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠન દ્વારા પ્રસિધ્ધ કરાયેલી નવમાં વાર્ષિક વિશ્ર્વ સહકારી મોનીટર રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ કંપનીનું ટર્નઓવર દેશની સંપતિને બતાવે છે.  ઈફકોના એમ.ડી. (ઓપરેશન) સીઈઓ યુ.એસ.અવસ્થીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ઈફકો દુનિયાની નંબર-૧ સહકારી કંપની બની છે. તેનું અમને ગૌરવ છે. આ ગૌરવ માટે અમને સહકાર આપનારા તમામનો આભાર.

ઈફકો દેશમાં ૫.૫ કરોડ ખેડૂતોને આપે છે સેવા

પોતાની ૩૬ હજાર સહકારીઓ સમિતિના વિરાટ નેટવર્ક સાથે ઈફકો ભારતના ૫.૫ કરોડ ખેડૂતોને પોતાની સેવાઓ આપી રહી છે.

Loading...