Abtak Media Google News

તમામ રસોડામાં જ ક્લીનીક છે.

આયુર્વેદિક ઔષધિઓ આપણા રસોડામાં જ હાથવગી હોય છે પણ ઘર-ઘરમાં સાથે રહેતી સાસુમાં વૃધ્ધાશ્રમમાં રહેતા હોવાથી આજની યુવા વહુવારુને આયુર્વેદનું વ્યવહારુ જ્ઞાન મળતુ બંધ થયું છે. નાની મોટી બિમારીમાં પાંચ-પચ્ચાસ ડગલા ચાલતા જ મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલની હારમાળ સર્જાઇ ગઇ છે. ત્યાં જ દોડીને જવાનું વલણ અને ચલણ શહેરોમાં જોવા મળે છે. ગામડાઓમાં માંડ MBBSથયેલો ડોક્ટર પાંચ ગામ સાચવીને બેઠો હોય છે. કેમ કે ગામડાઓમાં હજુ પણ દેશી ઉપચારનું ચલણ થોડે ઘણે અંશે જળવાઇ રહ્યું હોવાથી આવા ડોક્ટરને ખાસ કામ રહેતુ હોતુ નથી. એટલે જ નવા-સવા બનેલા ડોક્ટરો શહેરોમાં સેટ થઇ જાય છે.

સ્ત્રી રોગમાં ઉપયોગી અમુક આયુર્વેદનાં નુસ્ખા ઉપર જરા નજર નાંખી જાવ….

– સુવાવડ સમયે આવતા તાવને મટાડવા અને સુવાવડ પછી થયેલા કમરનાં દુ:ખાવાને મટાડવા અડધી ચમચી અજમો, અડધી ચમચી સૂંઠ અને બે ચમચી શુધ્ધ દેશી ઘીને મિક્સ કરી સવાર-સાંજ ફાકી જવાથી તાવ અને કમરનો દુ:ખાવો મટે છે.

– સુવાવડમાં સ્ત્રીઓએ સુવાદાણાનો ઉપયોગ ખાસ કરવો જોઇએ. આનાથી ઘાવણ સારુ આવે છે અને દૂધપાન કરનાર બાળકને પેટમાં ચૂંક નથી આવતી પાચનશક્તિ સુધરે છે.

– સફેદ પાણી પડવાની સર્વ-સામાન્ય ફરિયાદમાં જીરા અને સાકરનું ચૂર્ણ ચોખાના ઓસામણમાં નાખીને પીવાથી શ્ર્વેતપ્રદર અટકે છે.

– મેથીનો દાણા ફાકી જવાથી સાંધાના દુ:ખાવામાં ખાસ રાહત મળે છે.

– કમરનાં દુ:ખાવામાં ખાવાનો ગૂંદ શુધ્ધ દેશી ઘીમાં શેકીને તેમાં થોડી સાકર ભેળવીને ગુંદર પાક સવાર સાંજ ખાવાથી ગમે તેવા કમરનાં દુ:ખાવામાં લાંબાગાળાની રાહત મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.