Abtak Media Google News

કહેવત છે કે બીડી તો સ્વર્ગની સીડી.. બીડી સહિતના ધૂમ્રપાન આરોગ્ય માટે હાનિકર્તા છે અને કેન્સર સુધીનું જોખમ ઊભું કરે છે. રાજકોટના એક બીડીના બંધાણીને થયેલા ફેફસાના કેન્સરમાં વીમા કંપનીએ માત્ર બીડી પીવાનું કારણ આપીને કેન્સરની સારવાર માટે અને ક્લેમનું વળતર આપવા માટે કરેલ ઈનકાર સામે અદાલતે વીમા કંપનીને વળતર ન આપવાનો દાવો ફગાવીને વીમો ઉતરાવનારને લાખો રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો હતો.

Advertisement

રાજકોટના જ એક ચેઇન સ્મોકરના ફેફસાના કેન્સરની સારવારના દાવાને ફગાવી દેવાની વીમા કંપનીની દલીલોનો જ ધુમાડામાં ઉડાડી દેવાય હતી અને ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા વીમા કંપનીને કેન્સરના દર્દીને માત્ર બીડીના બંધારણના કારણે વળતર આપવાનો ઇનકાર કરવાનું ભારે પડી ગયું હતું અને વ્યાજ સહિત વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો અને એક મહિનાની અંદર સમગ્ર બિલની ભરપાઈ કરવાનો આદેશ આપ્યો હતો.

રાજકોટ નિવાસી મધુકરવોરાને ફેબ્રુઆરી ૨૦૧૮માં શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેમની સારવાર કરવામાં આવી અને તબીબી ખર્ચ તરીકે રૂ. 6. 53 લાખનો દાવો દાખલ કર્યો. પણઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિ ૩૦એપ્રિલ, ૨૦૧૯ ના રોજ તેના દાવાને એ આધાર પર નકારી કાઢ્યો કે તે ન) વ્યસની હતો.
વોરાએ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનનો સંપર્ક કર્યો, જેણે અવલોકન કર્યું કે સિગારેટમાં નિકોટિન પદાર્થ નથી. તે સાબિત થયું નથી કે વોરાનો રોગ સિગારેટ પીવાથી કેન્સર થયો હતો.

આ કોર્ટે કહ્યું કે વીમા કંપનીએ પાયાવિહોણા વાંધાઓ ઉભી કરીને તેની સેવા આપવાની પ્રતિબંધતાનું ખંડનકર્યું. વીમા કંપનીએ દલીલ કરી હતી: “અમને અમારી તપાસ અને હોસ્પિટલોના કાગળો દરમિયાન જાણવા મળ્યું છે કે ફરિયાદી છેલ્લા ૪૦ વર્ષથી દરરોજ લગભગ૧૫ થી ૨૦ સિગારેટ પીતો હતો. આમ, પોલિસીની શરત નંબર ૪/૮ મુજબ, આ દાવો અસ્વીકારને પાત્ર છે. ”

વીમા દાતાએ દલીલ કરી હતી કે પોલિસીની શરત જણાવે છે કે ડ્રગ/દારૂ/નશાના દુરુપયોગ અથવા વ્યસનના કિસ્સામાં દાવો નકારી શકાય છે. ફરિયાદ છેલ્લા ૨૦ વર્ષથી પોલિસી ધારકની હતી. ન્યાયપાલિકાએ વીમા કંપનીનો આ દાવો રદ કરીને તાત્કાલિક ધોરણે પાંચ લાખ રૂપિયા નો વર્તન વ્યાસ સહિત આપવાનો આદેશ કર્યો હતો ફેફસાના કેન્સરમાં વીમાધારકને બીડી નું બંધાણ હોવાથી વળતર ન મળે તેવા વિમાંકંપની ના આદેશનો જ ધુવાડો થઈ ગયો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.