Abtak Media Google News

જામનગરમાં કોરોના મહામારી વચ્ચે છેલ્લા થોડા દિવસથી સોશ્યલ મીડીયામાં રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુ વિરોધી સંદેશાઓ ફરી રહ્યાં છે. કેટલાંક લોકો દ્વારા આર.સી. ફળદુને ટાર્ગેટ કરીને સોશ્યલ મીડીયામાં કૃષિમંત્રી વિરોધની પાયા વગરની વાતો કરવામાં આવી રહી છે. આ અંગે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખએ આ ઘટનાને વખોડી કાઢી રોષ વ્યક્ત કર્યો છે. કૃષિમંત્રી કોરોના મહામારીમાં પણ સતત ખડેપગે રહી વાહન વ્યવહાર જેવા અગત્યના વિભાગો સંભાળવાની સાથે કેબિનેટ મંત્રી હોવાના નાતે સમગ્ર રાજ્યમાં પ્રવાસ કરી રહ્યાં છે. તેમ છતાં કેટલાંક લોકો દ્વારા તેમની કારકિર્દીને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે.

આ પ્રવૃત્તિને જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાએ વખોડી આ વાત લોકો સામે રોષ વ્યક્ત કર્યો છે.વધુમાં જણાવેલ છેકે  પણ તેઓ કૃષિ મંત્રી તરીકે તેમજ વાહન વ્યવહાર જેવા અગત્યના વિભાગો સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે. કેબિનેટમંત્રી હોવાના કારણે સમગ્ર રાજ્યમાં સતત પ્રવાસ કરી રહ્યા છે અને હાલની કોરોનાની વર્તમાન મહામારીમાં તેઓ એક દિવસ પણ બેઠા નથી અને સતતને સતત કાર્યરત રહ્યા છે હા એ વાત અલગ છે કે, આર સી ફળદુ જે કાર્ય કરે છે. તેનું પ્રદર્શન કરતાં નથી અને શાંતિપૂર્વક કાર્યો કરે છે. આમ છતાં સોશિયલ મીડિયા પર એમની નિષ્ઠલંક કારકિર્દીને ટાર્ગેટ બનાવીને ચોકકસ તત્વો દ્વારા જે સંદેશાઓ વહેતા કરવામાં આવી રહ્યા છે તેનાથી લોકોમાં એવા તત્વો સામે રોષ ફેલાયો છે અને આર સી ફળદુની કાર્યપધ્ધતિને સમજતા જાણતા લોકોએ હલકી માનસિક વૃતિ ધરાવતા લોકોની આવી પ્રવૃતિને વખોડી કાઢી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.