Abtak Media Google News

ઓખા પાસે કોસ્ટગાર્ડે ૧૨ ખલાસીઓને બચાવ્યા

મુન્દ્રા પોર્ટથી આફ્રિકા જવા નિકળેલું એક જહાજ ઓખા પાસે ડૂબી ગયુ હતું. જોકે કોસ્ટગાર્ડે બોટ પર હાજર તમામ ૧૨ ખલાસીઓને બચાવી લીધા હતાં. જોકે બોટ તથા તેમા રહેલો અંદાજે બે કરોડનો માલ ડૂબી ગયો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ મુંબઇ સ્થિત ચંદુભાઇ ભાનુશાળીની માલિકીનું એમવી ક્રિષ્ણ-સુદામા નામનું જહાજ શનિવારે સવારે જૂના મુન્દ્રા પોર્ટથી આફ્રિકાના માટે રવાના થયું હતું. આ જહાજમાં ૯૦૦ ટન ચોખા અને ૫ ટન ખાંડ ભરવામાં આવી હતી. જહાજ પર ટન્ડેલ તરીકે મજીદ અબ્દુલા સહિતના કુલ ૧૨ ખલાસીઓ સવાર હતાં. આ તમામ ક્રુસભ્યો ઓખા-દ્રારકાના હતાં. રાત્રે આ જહાજ ઓખાથી અંદાજે ૧૦થી ૧૨ નોટીકલ માઇલ દૂર હતું ત્યારે ડૂબવાની શરૂઆત થઇ હતી. જહાજમાં પાણી ભરાતા ખલાસીઓએ તાત્કાલિક ઓખા કોસ્ટગાર્ડ પાસે મદદ માંગી હતી. કોસ્ટગાર્ડની શીપ તાત્કાલિક સ્થળ પર પહોંચી થઇ હતી. ડૂબી રહેલી બોટના તમામ ૧૨ ખલાસીઓને બચાવી લેવાયા હતાં. બોટે જળસમાધિ લઇ લીધી હતી. જેના પગલે અંદાજે ત્રણેક કરોડનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. બોટનું પાટીયું તૂટી જતાં આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.