દિવંગત મહેશ-નરેશની જોડીને 9મીએ પદ્મશ્રી એવોર્ડ અપાશે

રાષ્ટ્રપતિ દ્વારા મરણોપરાંત પદ્મશ્રી આપી સન્માનીત કરાશે

ગુજરાતી ફિલ્મ જગતમાં મુઠી ઉંચેરુ સ્થાન ધરાવતા સ્વ. મહેશ કનોડીયા અને સ્વ. નરેશ કનોડીયાની જોડીને ને પદ્મશ્રી આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે આગામી 9મી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજનારા સમારોહમાં બન્ને ભાઇઓને સંયુકત મરણોપરાંત પદ્મશ્રી આપીને સન્માનીત કરવામાં આવશે.

પૂર્વ સાંસદ સ્વ. મહેશ કનોડીયાએ અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત પિરસ્યુ હતું. જયારે તેમના લધુબધુ સ્વ. નરેશ કનોડીયાનો ગુજરાતી ચલચિત્રમાં એક હથ્થુ સામ્રાન્ય ધરાવતા હતા. ગત વર્ષ  બન્ને ભાઇઓનું ખુબજ નજીકના અંતરમાં નિધન થયું હતું. મહેશ કનોડીયાએ લાંબી બિમારી બાદ ફાની દુનિયાને અલવિદા  કહ્યું હતું જયારે નરેશ કનોડીયાનું કોરોનાના કારણે નિધન થયું હતું.

મહેશ-નરેશની જોડીને સંયુકતપણે મરણો પરાંત પદ્મશ્રી એવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી છે. આગામી 9મી નવેમ્બરના રોજ બન્નેને સંયુકત પણે રાષ્ટ્રપતિ ના હસ્તે મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવશે.