Abtak Media Google News

મહુવાનાં તલગાજરડા ખાતે માનસ ત્રિભુવન કથાનાં પાચમાં દિવસને એકતા યજ્ઞ તરીકે મનાવાયો: વ્યાસપીઠેથી પૂ.મોરારીબાપુએ સરદાર વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ અર્પી

કથાપ્રારંભે નિત્યસ્વરૂપ સ્વામીજીએ કહ્યું કે, બાપુના મુખથી રામકથાનું શ્રવણ કરવું એ આપણા પરમ સદ્ભાગ્યની વાત છે. કથાના પ્રારંભે જ પૂજય બાપુ ‘બાપ’ શબ્દનું જે ઉચ્ચારણ કરે છે એ જાણે કે બ્રહ્માંડમાં પડઘાતા ૐ કારના પ્રણવનાદ સમાન અનુભવાય છે. શ્રાવકોનું એ નાદ સાથે જ વ્યાસપીઠનું અનુસંધાન સંધાઈ જાય છે.

માનસ ત્રિભુવનના પ્રારંભે આજના ગૌરવપ્રદ રાષ્ટ્રીય એકતા દિવસના સંદર્ભમાં રાષ્ટ્રના લડવૈયા જ નહીં પણ ઘડવૈયા એવા લોહપુરુષ સરદાર પટેલનું ભાવપૂર્ણ સ્મરણ કર્યું. આજે સરદાર પટેલની વિરાટ પ્રતિમાના અનાવરણ બદલ રાષ્ટ્રને મુબારકબાદ આપ્યા. બાપુએ કહ્યું કે, હું બધા સાથે પ્રમાણિક ડિસ્ટન્સ રાખુ છું પણ જયારે રાષ્ટ્ર ગૌરવ અને રાષ્ટ્રહિતની વાત હોય ત્યારે હું અવશ્ય સંદેશ પાઠવું છું.

બાપુએ પુરા રાષ્ટ્રને સરદાર પટેલ સાહેબના આ દિવસના અભિનંદન પાઠવ્યા. સ્પર્ધાના જગતમાં પ્રતિમા તો કદાચ કોઈ એનાથી ૫ ઉંચી બનાવશે પણ સરદારની પ્રતિભા કયાંથી લાવશે ? દુનિયામાં સરદાર જેવી પ્રતિભા પેદા નહીં થઈ શકે આવી વૈશ્ર્વિક પ્રતિભાની પૂજયબાપુએ સ્મરણ વંદના કરી.2 2 આ પ્રસંગે શાસક પક્ષ અથવા તો શાસક પક્ષને જાગૃત કરનારા કોઈ રાજકીય પક્ષો આ ઘટનામાં રાજનીતિ ન લાવશો એવી આ સાધુની અપીલ છે. એવો પૂજયબાપુએ રાષ્ટ્રને સંદેશ આપ્યો. રાજપીઠના આ નિર્ણયને વ્યાસપીઠે વધાવીને સરદારને આ પ્રસંગે અંજલી અર્પણ કરી બાપુએ કહ્યું કે, એક અર્થમાં આજનો દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ છે. આ એકતા યજ્ઞ છે.

વ્યાસપીઠની દ્રષ્ટીએ જગતમાં નવ પ્રકારના ગુરુ હોય છે એમાં સર્વોચ્ચ ગુરુપદ ત્રિભુવનગુરુ છે. વિશ્ર્વની દ્રષ્ટીએ ત્રિભુવનગુરુ એટલે કૈલાસપતિ મહાદેવ. આઘ્યાત્મ જગત દ્રશ્યને જોવે છે સાથે દ્રષ્ટાને પણ જુએ છે જયારે ભૌતિક જગત માત્ર દ્રશ્યને જુએ છે.

આપણે સાવજ હોઈએ પણ બુદ્ધ પુરુષ પાસે ગાય જેવા થઈ જઈએ તે પરચો ચોથુ વિશ્વમાં કોઈને પામર ન ગણે તે પીર, પાચમું જગતમાં ગમે તેટલા પદ મળે છતાં ગર્વ ન કરે તે પીર. બાપુએ નવ પ્રકારના ગુરુ ગણાવ્યા. એક તો ગુરુ. ગામડામાં વ્યકિતને જે મંત્ર આપે તે ગુરુ, ભલે એને કાનગુરુ કહો, કાનગુરુ સૌથી પહેલો ગુરુ છે જે તમારા કાનમાં રામમંત્ર આપે છે. બીજો કુલગુરુ જે આખા કુળનો ગુરુ હોય.3 1 ત્રીજો રાજગુરુ, રજવાડાનો ગુરુ, ચોથા ધર્મગુરુ, ધર્મગુરુ એક નથી હોતા. સહુના ધર્મગુરુ અલગ-અલગ હોય એ એકતા યજ્ઞ છે. પાંચમાં સદગુરુ, સદગુરુ એક જ હોય. કાં તો એક હોય અને વધી વધીને ચાર હોય. રામચરિત માનસમાં ચાર સદગુરુ છે. સદગુરુ જ્ઞાન-વૈરાગ્ય આપે, સદગુરુ આપણી નાવને ડુબવો ન દે, આપણા સંશયને દુર કરે અને ચોથો સદગુરુ આપણો વૈદ્ય હોય જે આપણું નિદાન કરે.

ભમ્રીત કરે એ સદગુરુ નહીં, ભ્રમ મીટાવે એ સદગુરુ

નિંદા ન કરે પણ નિદાન કરે એ સદગુરુ

જેનામાં જ્ઞાન, વૈરાગ્ય અને યોગ ભરપુર હોય એ સદગુરુ

આશ્રીતની જીવન નૌકા હાલક ડોલક થાય ત્યારે જે કર્ણધાર બનીને આવે એ સદગુરુ.

છઠ્ઠા જગતગુરુ, શંકરાચાર્ય, મધવાચાર્ય, રામાનુજાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, જગતગુરુ આખા જગતના ગુ‚ છે. તુલસી કહે રામ જગતગુરુ છે. કૃષ્ણ પણ જગતગુરુ છે. સાતમાં સુરગુરુ, દેવગુરુ બ્રહ્સ્પતિ, તુલસી (બલિગુરુ) અસુરગુરુ શુક્રાચાર્યને ગણાવે છે. આઠમાં રાજગુરુ, એ બધાથી ઉપર નવમાં ગુરુ ત્રિભુવનગુરુ. ત્રિભુવનદાદા બાપુના મારે આ નવે પ્રકારના ગુરુ છે. ત્રિભુવનદાદાએ ત્યાગ અને બલિદાન આપતા શીખવ્યું છે અર્થમાં તેઓ બલિગુરુ પણ છે. શિવ વિવાહ સાથે પૂજય બાપુએ આજની કથાને વિરામ આપ્યો.

ગઈકાલે ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ, વિસામણબાપુની જગ્યાના મહંત પૂજય નિર્મલાબા, સતાધારના ગોવિંદબાપુ, સરધારના નિત્યસ્વ‚પ સ્વામિ, બારપટોળીથી પધારેલ સાઘ્વીજી, ઠાકરદેવરાના રામબાપુ, ગોંડલના અર્જુન ખાટરીયા, એકલબારા ગાદીપતિ કબીરભાઈ પીરઝાદા, નાનાભાઈ રોયલા, હિંમતભાઈ વગેરે મહાનુભાવોએ પોથીની ભાવવંદના કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.