Abtak Media Google News

ધોરાજી ખાતે જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની ઉ૫સ્થિતિમાં પરેડ નીરીક્ષણ, ઇન્સ્પેકટર અને શહેરનો લોક દરબાર યોજાયો હતો.

એચ.પી. બલરામ મીણા, ડીવાયએસપી જે.એમ. ભરવાડ, પી.આઇ. એમ.વી.ઝાલાના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ લોક દરબારમાં રાજકીય સામાજીક આગેવાનો અને નગરજનો ઉ૫સ્થિત રહ્યા હતા.

વેપાર ઉઘોગ મહામંડળના લલીતભાઇ વોરા, ભાજપા અગ્રણી ડી.જી. બાલધા અને ધોરાજી શહેરનાં ટ્રાફીકની સમસ્યા અંગે રજુઆત કરી હતી. પ્લાસ્ટીક એસો. ના દલસુખભાઇ વાગડીયાએ જુનાગઢ રોડ પર છકડો રીક્ષાના આડેધડ પાકીંગ તેમજ ટ્રાફીક સમસ્યા નિવારવા રજુઆત કરી હતી.

આ ઉપરાંત એસ.પી. મીણાએ સુચના આપતા જણાવેલ કે ધોરાજી શહેરને સીસી ટીવીથી મઢવા માટે આગામી આયોજન સાથે જેમાં નગરજનો, વેપારીઓ સંસ્થામાં અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહીયારા પ્રયાસોથી શહેરની સુરક્ષા અને ગુનાઓ અટકાવવા તેમજ ડીરેકટ કરવા માટે સીસી ટીવી કેમેરા અગત્યનો ભાગ ભજવે આથી આ બાબતે યોગ્ય થવા જણાવેલ તેમજ શહેરની વિવિધ ચોરી પર ચોકી ઇન્ચાર્જ ને હાજર રહેવા હિરાયત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.