Abtak Media Google News

દેશમાં એલપીજી ઈન્ફ્રાસ્ટ્રકચરમાં નોંધપાત્ર સુધારો થશે. જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓના સંયુક્તસાહસને રૂા.10,000 કરોડ ખર્ચે કંડલાથી ગોરખપુર વચ્ચે એલપીજી પાઈપલાઈન માટે મંજૂરી મળી છે. આ ઉપરાંત તેઓ 60 નવા બોટલિંગ પ્લાન્ટની સ્થાપના કરશે.

દુનિયાની સૌથી લાંબી એલપીજી પાઈપલાઈન તરીકે ગુજરતાના કંડલા બંદરને ઉત્તર પ્રદેશના ગોરખપુર સાથે જોડનારી 2,757 કિ.મી. લાંબી પાઈપલાઈનનું નિર્માણ આઠથી દસ માસમાં શરૂ થઈ જશે.

લગભગ રૂ. 10 હજાર કરોડના ખર્ચે આકાર લેનારી આ પરિયોજના માટે ત્રણ સરકારી ઓઈલ અને ગેસ કંપનીઓ વચ્ચે જૂન માસમાં કરાર થયો હતો, જેમાં ઈન્ડિયન ઓઈલનો હિસ્સો 50%, જ્યારે ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમનો 25-25% છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.