Abtak Media Google News

દાઉદ અને અનીસ ઈબ્રાહીમ પર કાયદાનો ગાળીયો કસાય તેવી સંભાવના

પાકિસ્તાનમા છુપાયેલા ભાગેડુ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગની ધરી સમાન ગેંગસ્ટર મોંહમદ અબ્તાફ સૈયદને મુંબઈ પોલીસની ખંડણી વિરોધી દળે કેરળના કન્નુર એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. બાવન વર્ષિય આ ગેંગસ્ટર દાઉદનાભાઈ અનીસ ઈબ્રાહીમનો નજીકનો સાગરીત મનાય છે. અને ડી ગેંગના ભારતમાં ચાલતા હવાલાઓ સંભાળે છે. મો. સૈયદ દુબઈથી ભારત આવી રહ્યો હતો. અને મુંબઈ પોલીસની નજરથી બચવા કેરળન કન્નુર એરપોર્ટ પર ઉતર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પકડાયેલો ગેંગસ્ટર મોહમ્મદ અલ્તાફ અબ્દુલ લતીફ સઈદ,  દાઉદના નાના ભાઇ અનિસની આંતરરાષ્ટ્રીય કામગીરીનું ધ્યાન રાખે છે અને તેના માટે હવાલા ઓપરેશન પણ ચલાવે છે. તે વિદેશ અને ભારત સ્થિત તમામ ગુંડાઓ સાથે સંપર્કમાં હતો, એમ અધિકારીએ જણાવીને ઉમેર્યું  હતું કે, નવી મુંબઈમાં વાશીમાં રહેતો સઈદ સોમવારે દુબઈથી કન્નુર એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાંચના ખંડણી વિરોધી દળના સ્ટાફે તેની અટકાયત કરી હતી. આ અટકાયતી બાદ સઈદને મુંબઇ લાવ્યા હતા. જ્યાં પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

સઈદને ખાસ મકોકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેની કોર્ટે શુક્રવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે સઈદને ૨૦૧૭-૧૮ના ગેરવસૂલીના મામલામાં વોન્ટેડ છે જેમાં તેને અનીસ વતી દક્ષિણ મુંબઈના એક હોટલિયારને ધમકી આપી હતી. હોટલવાળાએ ક્રાઈમ બ્રાંચ પાસે ફરિયાદ કર્યા બાદ પોલીસે હવાલા ઓપરેટર સહિત ચાર ગુંડાઓની ધરપકડ કરી હતી. પોલીસે આ ચારેય સામે મકોકા હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો. આ શખ્સોની પુછપરછ દરમિયાન તેમને સૈયદન નામ આપ્યું હતું. જે સમયે તે દુબઈમાં હતો અને અનીસ ઈબ્રાહીમની સો જ રહેતો હતો. ગઈકાલે મુંબઈ પોલીસને બાતમી મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી. સૈયદ પાસે બે ભારતીય પાસપોર્ટ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.