Abtak Media Google News

ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં યુવા શિક્ષિત બેરોજગારો ની સંખ્યામાં ઉતરોતર વધારો થતો હોવાની સ્થિતિમાં ગુજરાતમાં પણ યુવા વર્ગને સરકારી નોકરીઓ નું આકર્ષણ રહ્યું છે.. સ્પર્ધાત્મક યુગમાં યોગ્ય રોજગારી અને આવક યુવા વર્ગમાં મોટો પડકાર છે ભણેલ ગણેલો યુવા વર્ગ માટે સરકારી નોકરી પ્રથમ પસંદગી હોવાની લાગણી આજે પણ અકબંધ હોય તેમ તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ વિભાગોની 2500 જગ્યાઓની ભરતી પ્રક્રિયા શરૂ કરી અરજીઓ મંગાવવામાં આવતા 2500 જગ્યા માટે એક લાખથી વધુ અરજી આવી છે

Advertisement

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી વિવિધ વિભાગોમાં 2500 જગ્યા માટે અરજીઓ મંગાવાય

ગુજરાત સરકારના મહેસુલ આયોજન ઉદ્યોગ ખાણ ખનીજ ખાતા સરકારી પ્રેસ ના વિવિધ વિભાગોમાં ટેકનિશિયન ગ્રાફિક ડિઝાઇન મશીન ઓપરેટર સર્વેયર જુનિયર આસિસ્ટન્ટ સહિતની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ ઓજસ પર નોકરીઓ માટે અરજીઓ ની મુદત 17 નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી હતી આ દરમિયાન ભરત દારૂનું ભારે ઘસારો રહ્યો હતો યુવાનોને સરકારી નોકરી નું આકર્ષણ હજુ પણ અકબંધ છે તેના કારણે ₹2500 જગ્યાઓ માટે એક લાખથી વધુ અરજીઓ મળી હોવાનું ગૌણ સેવા પસંદગી મંડળના એક વરિષ્ઠ અધિકારીએ પોતાનો મત આપ્યો હતો. વિવિધ વિભાગની 2500 જેટલી જગ્યાઓ માટે ઓબ્જેકટીવ પ્રકારની પરીક્ષા અને અને ત્યારબાદ અલગ અલગ રાઉન્ડમાં રૂબરૂ ઇન્ટરવ્યૂ આપીને વર્ગ ત્રણ ટેકનિકલ પોસ્ટ પર ભરતી કરવામાં આવશેસર્વેયર અને સિનિયર સર્વેયરની જગ્યાઓ માટે લગભગ 50,000 અરજીઓ આવી હતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી બજેટ સુધી માં આ જગ્યાઓ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે  ” રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં અસંખ્ય જગ્યાઓ ખાલી રહી છે આ જગ્યાઓ ભરવાની મંજૂરી બાદ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કે 2500 જગ્યાઓ માટે હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં એક લાખથી વધુની ઉમેદવારી નોંધાતા ગુજરાતના યુવાનોમાં બેરોજગારીની સાથે સાથે સરકારી નોકરીનું આકર્ષણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.