Abtak Media Google News

સને ૨૦૧૬થી રજીસ્ટ્રેશન થયેલ એમ.એ. સેમ-૪ એકસર્ટનલ વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું છે કે, પુન:મુલ્યાંકન અંગેના ફોર્મ ભરવાની કાર્યવાહી તા.૧૪/૭/૨૦૧૭ના પરિપત્રથી ઓનલાઈન કરવામાં આવેલ છે. વિદ્યાર્થીના યુઝરઆઈડી અને પાસવર્ડ દ્વારા વેબસાઈટમાંથી પ્રાપ્ત પરિણામના આધારે આ ફોર્મ એકસર્ટનલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.કોમ.ઈન વેબસાઈટ પરથી નિયત સમય મર્યાદામાં ભરી શકાશે. જેની સંબંધિત વિદ્યાર્થીએ નોંધ લેવી.

Advertisement

જે વિદ્યાર્થીઓએ વેબસાઈટ દ્વારા ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરેલ હશે.

તેઓ જ પુન:મુલ્યાંકનના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. સને ૨૦૧૬ પહેલા રજીસ્ટ્રેશન થયેલ રીપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા-ઈન્કવાયરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં પુન:મુલ્યાંકનના ફોર્મ જમા કરાવવાના રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૭/૦૮ના રેગ્યુલર રૂ.૨૫૦/- અને ૨૦/૦૮ના લેઈટ ફી રૂ.૨૫૦+૫૦૦=૭૫૦ ભરવાની રહેશે તેમ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.