Abtak Media Google News

ડોકટર યુ ટુ… સસ્તી દવા સારી નથી??

ફરજિયાત પણે જેનેરીક દવા લખવાના ફતવા સામે બ્રાનડેડ દવાનું પ્રોડક્શન બંધ કરવા સરકારને અનુરોધ

માત્ર જેનેરિક દવા લખવાથી મેડિકલ હબ ગુજરાતમાં રિસર્ચ પર પણ અસર થશે

નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા ફરજિયાત જેનેરીક દવા લખવાના ફતવા સામે હવે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સરકાર સામે મેદાને પડ્યા છે. જેના આધારે એસોસિયેશન દ્વારા સરકારને બ્રાન્ડેડ દવાનું પ્રોડક્શન બંધ કરાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. તબીબો દ્વારા ફક્ત જેનેરીક દવા લખવાના નિયમો સામે અનેક સવાલો કર્યા હતા જેના કારણે દેશમાં ઉત્પાદન થતી જેનેરિક દવા પર પણ અનેક સવાલો ઉઠી શકે છે.

નેશનલ મેડિકલ કમિશનએ દેશના ડોક્ટરો માટે નવા નિયમો જારી કર્યા છે. નવા નિયમો અનુસાર, હવે દેશના તમામ ડોક્ટરો માટે પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક દવાઓ લખવી ફરજિયાત રહેશે. જો કોઈ ડોક્ટર આવું નહીં કરે તો તેનું પ્રેક્ટિસ લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે. લાયસન્સ સસ્પેન્ડ કરવા ઉપરાંત અન્ય ઘણી સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. નેશનલ મેડિકલ કમિશનના નવા નિયમો અનુસાર હવે તમામ ડોક્ટરોએ જેનરિક દવાઓ લખવી પડશે. જો કોઈ ડોક્ટર આવું ન કરે તો તેને સજા પણ થઈ શકે છે. એનએમસીએ ડોકટરોને બ્રાન્ડેડ જેનરિક દવાઓ લખવાનું ટાળવા પણ કહ્યું છે.

2 ઓગસ્ટના રોજ એનએમસીએ નિયમોનું એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે ભારતમાં જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં 30 થી 80 ટકા સસ્તી છે. ભારતમાં દવાઓ સામાન્ય માણસના ખિસ્સા પર મોટો બોજ નાખે છે. આવી સ્થિતિમાં જેનેરિક દવાઓ લખવાથી સ્વાસ્થ્ય પર થતા ખર્ચમાં ઘટાડો થશે. ખરેખર જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓની ગુણવત્તા અને અસરકારકતામાં કોઈ ફરક નથી. પરંતુ તમામ મોટી કંપનીઓ ઊંચી કિંમતની દવાઓ લખવા માટે ઘણી બધી ઓફરો આપે છે.

એનએમસીના નિયમો મુજબ ડોક્ટરોએ માત્ર જેનેરિક દવાઓ લખવાની હોય છે. આદેશનું વારંવાર ઉલ્લંઘન કરવાથી ચોક્કસ સમયગાળા માટે પ્રેક્ટિસ કરવા માટે ડોક્ટરનું લાયસન્સ એક ચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવશે. આ સાથે ડોક્ટરોનેએ પણ સૂચના આપવામાં આવી છે કે જો તેઓ કોઈ દર્દી માટે પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરી રહ્યા હોય તો તેને સ્પષ્ટ ભાષામાં લખે જે કોઈપણ વાંચી શકે. નેશનલ મેડિકલ કમિશને આદેશ આપ્યો છે કે દવાઓના નામ અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં લખવામાં આવે. જો હસ્તાક્ષર યોગ્ય ન હોય તો, સ્લિપ ટાઇપ કર્યા પછી દર્દીને પ્રિસ્ક્રિપ્શન આપવું જોઈએ.

દર્દીઓને જેનેરિક દવા લખવાના ફરજિયાત ફતવા સામે અનેક સવાલો થઈ રહ્યા છે. શું જેનેરિક દવા સસ્તી સાથે અસરકારક નથી? ફરજિયાત જેનેરિક દવા લખવાથી બ્રાન્ડેડ દવાનું ઉત્પાદન બંધ થઈ જશે? મેડિકલ ટુરિઝમ પર કેટલી અસર થશે? જેવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે.

દર્દીને જેનેરિક અથવા બ્રાન્ડેડ દવા પૂછીને લખવાનો વિકલ્પ આપો: આઇ.એમ.એ.

તબીબને જેનેરિક દવા ફરજિયાત લખવાના નિયમ સામે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા વિરોધ દર્શાવવા આવ્યો છે. જેમાં આઇએમએના સેક્રેટરી ડો.અનિલ નાયકે જણાવ્યું હતું કે સરકાર દ્વારા દવાનું ઉત્પાદન કરતી કંપનીઓને બ્રાન્ડેડ, જેનેરિક બ્રાન્ડેડ અને જેનેરિક દવાનું ઉત્પાદન કરવાની અનુમતિ આપવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ ગુજરાતમાં ઉત્પાદન થતી દવાનો 70 ટકા ભાગ નિકાસ કરવામાં આવે છે. તેમાં તબીબને દર્દીઓને ફરજિયાતપણે જેનેરિક દવા લખવાથી બ્રાન્ડેડના ઉત્પાદન પર અસર પડશે. એટલું જ નહિ પરંતુ મેડિસિન ક્ષેત્રે થતા રિસર્ચ પર પણ ગંભીર અસરો થશે.

આ અંગે ’અબતક’ સાથેની વાતચીતમાં ડો.નાયક દ્વારા જનાવામાં આવ્યું હતું કે નેશનલ મેડિકલ કમિશનનું કામ મેડિકલ કોલેજના અભ્યાસ અંગે જોવાનું છે. એટલું જ નહિ પરંતુ તબીબ દ્વારા જેનેરિક દવા લખ્યા બાદ તેના પરિણામ નીચા આવે તો તબીબોનું નામ ખરાબ થાય તેવું પણ લાગી રહ્યું છે. જેના માટે સરકાર દ્વારા વચલો રસ્તો કાઢી દર્દીઓને જ તેની અનુકૂળતા પ્રમાણે બ્રાન્ડેડ અથવા જેનેરિક દવા લખી આપવા માટે છૂટ માંડવી જોઈએ.

પીએમજેવાય યોજના અંતર્ગત ડાયાલિસિસના ભાવમાં ઘટાડો કરાતા નેફોલોજીસ્ટ હડતાળ પર

સરકાર અને પીએમજેવાય યોજનાના અધિકારીઓ દ્વારા તાજેતરમાં લેવાયેલા ડાયાલિસિસના ભાવ ઘટાડા સામે નેફ્રોલોજીસ્ટ ડોકટરો, ટ્રસ્ટ, કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલો અને ક્લિનિકો દ્વારા જાહેર કરેલા આંદોલનમાં તા 14 થી 16 ઓગષ્ટ મુખ્યમંત્રી અમૃતમ (માં) હેઠળ ડાયાલિસિસ સેવા બંધ રાખી સરકારના નિર્ણયની વિરોધ જાહેર કરવામાં આવ્યો છે. જે સંદર્ભે સરકારના પ્રતિનિધિઓ અને પીએમજેવાય યોજનાના અધિકારીઓ દ્વારા ડોક્ટરો અને હોસ્પિટલના પ્રતિનિધિઓને મંત્રણા માટે બોલાવવામાં આવ્યા હતા,

પરંતુ મંત્રણાના અંતે ઠાલા આશ્વાસનો સિવાય કોઇ નકકર પગલાઓની બાંહેધરી ન મળતા, દુ:ખ સાથે નેફ્રોલોજીસ્ટ એસોસીએશનને હડતાલ દ્વારા જાહેર કરાયેલા આંદોલન ચાલુ રાખવાની ફરજ પડી છે. આ અંગે વધુ નેકોલોજીસ્ટ એસોસીએશનના હોદેદારો જણાવે છે કે, ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા તારીખ 14 થી 16 ઓગસ્ટના ત્રણ દિવસ પીએમજેવાય ડાયાલિસિસ ન કરવાના નિર્ણયના પગલે સરકારે તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે એસોસિએશનના હોદ્દેદારો અને હોસ્પિટલને વિવિધ પ્રકારે મૌખીક ધમકીઓ આપવાનું શરૂ કર્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. રાજયની ઘણી હોસ્પિટલો અને એસોસીએશનના હોદેદારોને સમજાવવાના નામે ગર્ભીત

ધમકીઓ આપવામાં આવી રહી છે કે જો તમે પિએમજેવાયના લાભાર્થીઓનેને સારવાર નહીં આપો તો અમે હોસ્પિટલને ડી-ઇમ્પેનલમેન્ટ (સરકાર સાથેનું જોડાણ રદ) કરી દેવામાં આવશે અને બાકી સરકાર પાસેથી લેણા નિકળતા પૈસા પણ અટકાવી દેવાશે, તેવું એસોસીએશન સાથે સંક્ળાયેલા સુત્રો જણાવી રહ્યા છે. આ પ્રકારની વિચાર્યા વગરની ગર્ભિત ધમકી આપતી વખતે પીએમજેવાય અને સરકારએ પણ ભૂલી ગઇ કે અત્યારે તો ખાલી ડાયાલિસિસના દર્દીઓનો જ પ્રશ્ન છે જો બધી જ હોસ્પિટલ સાથેનું જોડાણ રદ કરી દેવામાં આવરો તો હાર્ટ કેાટ યુરીયો ગાયનેક મેડિસિન મરી, ઓપેડિક વગેરે અનેક દર્દીની પણ સારવાર વગર મુશ્કેલીમાં મુકાઈ જશે. આવી સ્થિતિ ઉત્પન્ન કરી સરકાર શું કરવા માંગે છે? એ જ સમજાતું નથી.

આમ જોઈએ તો સરકાર તથા યોજનાના અધિકારીઓ દર્દીઓની ચિંતા કર્યા વગર અવિચારી નિર્ણયથી વઇ રહ્યા છે. યોજનાના અધિકારીઓ અને સરકારને દર્દીઓ પ્રત્યે લાગણી અને ચિંતા હોત તો હોસ્પિટલોના જોડાણ રદ કરવા જેવી બાબત વિચારવાને બદલે પ્રશ્નનો હકારાત્મક ઉકેલ લાવવા વિચારણા કરવી જોઇતી હતી. કોર્પોરેટ, પ્રાઇવેટ અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં અપાતી સારવારથી ડાયાલિસિસ સહિત બીજા ઘણા રોગના દર્દીઓની જિંદગી યોજના હેઠળ બચી રહી છે, તેની સરાહના કરી તેમની મુશ્કેલીઓનો અંત લાવવા તરફ વિચારણા કરવાની જરુર છે.

પરંતુ આ હડતાળને અનુરુપ હાલ નેફ્રોલોજિસ્ટ તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ નહિ પડે તેવી બાહેધરી આપવામાં આવી છે. પરંતુ ભવિષ્યમાં આ મુદ્દા પર લડવાનું થયું તો તબીબો સામૂહિક રીતે પીએમજેવાય યોજનામાંથી સામૂહિક રીતે પોતાનું નામ કઢાવી નાખશે તેવું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.