Abtak Media Google News

ગુજરાત સીઆઈડી ક્રાઇમે કુલ 52 જેટલાં ટોલ ફ્રી જેવા દેખાતા નંબરો સર્વેલન્સ પર મુક્યા

ઘણીવાર આપણે સૌ અમુક સેવાઓની શોધ ઓનલાઇન કરતાં હોઈએ છીએ અને તેમાં પણ ’1800’ સાથેનો એટલે કે ટોલ ફ્રી નંબર મળે એટલે તેને સાચા નંબર માનીએ છીએ પણ એક ચોંકાવનારા અહેવાલ મુજબ ’1800’ વાળા ટોલ ફ્રી નંબર પણ બોગસ હોઈ શકે છે જેથી ઓનલાઇન કોઈ જ નંબર મેળવીને તેની ખરાઈ કરવી ખુબ જ જરૂરી છે. આ પ્રકારના નંબરો સાયબર ગઠીયાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે અને અનેક લોકોની સાથે નાણાકીય છેતરપિંડી આચારવામાં આવ્યાના દાખલા પણ સામે આવ્યા છે.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ ’1800’ વાળા ટોલ ફ્રી જેવા લાગતા નંબરો સાયબર ગઠીયાઓ દ્વારા નંબર ઓનલાઇન અપલોડ કરવામાં આવે છે અને જયારે તમે આ નંબર ડાયલ કરો છો ત્યારે સામે કસ્ટમર કેર એકઝિક્યુટીવ જેવા અવાજ સાથે વાત કરી એક લિંક મોકલવામાં આવે છે. જે વેબ પેજ ખોલતા અનેક પ્રકારની માહિતીઓ માંગવામાં આવે છે જે વિગતો નાખતાની સાથે જ બેંકમાંથી માતબર રકમની ઉચાપત કરી લેવામાં આવે છે.

ગુજરાત સીઆઈડી(ક્રાઈમ)ના સાયબર સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર આવી ઓછામાં ઓછી 52 હેલ્પલાઈન ગુજરાત પોલીસના સ્કેનર હેઠળ છે. આનો ઉપયોગ છેતરપિંડી કરનારાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે જે ગઠીયાઓ દ્વારા ચીનના સર્વરમાંથી ઓપરેટ કરવા માટે ખરીદવામાં આવ્યા છે.

આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનનાર એક પીડિત  ખેડાના નડિયાદ શહેરમાં સુરાફળીયુના રહેવાસી નિમેશ પટેલ છે. તેમણે 30 જુલાઈના રોજ રાજસ્થાનના નડિયાદથી બિકાનેર સુધીની રેલ્વે ટિકિટ બુક કરાવી હતી. બાદમાં તેમની કાકીએ કહ્યું કે તે ટિકિટ કેન્સલ કરવા માંગે છે અને નવી તારીખ માટે તેની ટ્રેનની મુસાફરી ફરીથી બુક કરવા માંગે છે. ભોગ બનનારે ગુગલ પર આઈઆરસીટીસીનો કસ્ટમર કેર નંબર શોધ્યો અને એક ટોલ ફ્રી ફોન નંબર -“18004123622” મળ્યો હતો.

એક મહિલાએ તેનો કોલ રિસીવ કર્યો અને પોતાની ઓળખ આઈઆરસીટીસી કર્મચારી તરીકે આપી હતી. પટેલે કહ્યું કે તે ટિકિટ કેન્સલ કરવા અને રિફંડ મેળવવા માંગે છે. તેણીએ તેની ટિકિટની વિગતો લીધી અને અચાનક ફોન કાપી નાખ્યો. ત્યારબાદ તેણીએ વોટ્સએપ મેસેજ તરીકે એક લિંક મોકલી. જ્યારે પટેલે લિંક પર ક્લિક કર્યું, ત્યારે એક વેબ પેજ ખુલ્યું. પટેલના જણાવ્યા મુજબ તેણીએ લગભગ અડધા કલાક સુધી આ કર્યું જેના પછી તેણે જોયું કે તેના બેંક ખાતામાંથી 2 લાખ રૂપિયા ડેબિટ થયા હતા. ભોગ બનનારે 6 ઓગસ્ટના રોજ નડિયાદ ટાઉન પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.