Abtak Media Google News

 જેનરીક દવામાં પૂરતા રિસર્ચ થાય તો દર્દી માટે કારગત નીવડે: બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં જેનરીક દવાઓ ઓછી અસરકારક

નેશનલ મેડિકલ કમિશનએ ડોક્ટર્સને પ્રિસ્ક્રિપ્શનમાં ફરજિયાત જેનરિક દવા લખવાના નિયમને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ) અને ઇન્ડિયન ફાર્મા એલાયન્સ (આઇપીએ) દ્વારા પ્રિસ્ક્રિપ્શનમાં ફરજિયાત જેનરિક દવા લખવાના એનએમસીના નિર્દેશ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર જેનરિક દવાની ગુણવત્તા અંગે અનિશ્ચિતતાને પગલે ફરજિયાત જેનરિક દવા લખવાનું શક્ય નથી.

દવાઓ હવે દરેક પરિવારનો મહત્વનો ભાગ બની ગઈ છે. મોટાભાગના પરિવારોમાં, એક વ્યક્તિ દરરોજ દવાઓ લે છે, જે તેમના માટે એક અલગ ખર્ચ છે. દવાઓના આ વિશાળ બજારમાં, હવે જેનરિક દવાઓ વિશે પણ ચર્ચા છે. બ્રાન્ડેડ દવાઓ અને જેનરિક દવાઓ વિશે પણ ઘણી ચર્ચા છે. આ અંગે લોકોની જુદી જુદી દલીલો બહાર આવે છે, જેમાં કેટલાક જેનરિક દવાઓને ટેકો આપતા જોવા મળે છે અને કેટલાક તેની સામે વાતો શેર કરે છે. સામાન્ય શબ્દોમાં તમને સમજાવીયે કે બજારમાં બે પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. આ બંને વચ્ચેનો તફાવત જણાવતા પહેલા, ચાલો તમને જણાવીએ કે દવાઓ કેવી રીતે બને છે. ખરેખર, એક ફોમ્ર્યુલા છે, જેમાં દવા વિવિધ રસાયણોનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે.

કોઈપણ પીડાને દૂર કરવા માટે વપરાતા પદાર્થની જેમ, તે પદાર્થમાંથી દવા બનાવવામાં આવે છે. જ્યારે આ દવા મોટી દવા કંપની દ્વારા બનાવવામાં આવે છે ત્યારે તે બ્રાન્ડેડ દવા બની જાય છે. રેપર ઉપર ફક્ત કંપનીનું નામ છે, જ્યારે તે અન્ય પદાર્થોમાંથી બનાવવામાં આવે છે, જે તમે દવાના રેપર પર કંપનીના નામ ઉપર જોઈ શકો છો.તે જ સમયે, જ્યારે એક નાની કંપની સમાન પદાર્થોનું મિશ્રણ કરીને દવાઓ બનાવે છે, ત્યારે તેને બજારમાં જેનરિક દવાઓ કહેવામાં આવે છે. આ બે દવાઓ વચ્ચે કોઈ તફાવત નથી, માત્ર નામ અને બ્રાન્ડનો તફાવત છે.

જેનરિક દવાઓ સસ્તી હોવાનું કારણ એ છે કે તે કોઈ મોટી બ્રાન્ડની નથી, જેના કારણે આ દવાઓના માર્કેટિંગ વગેરે પર વધારે પૈસા ખર્ચવામાં આવતા નથી. ઉપરાંત, સંશોધન, વિકાસ, માર્કેટિંગ, પ્રમોશન અને બ્રાનિ્ંડગ પર નોંધપાત્ર ખર્ચ છે. જો કે, વિકાસકર્તાઓની પેટન્ટની સમયસીમા સમાપ્ત થયા પછી જેનરિક દવાઓ સૌપ્રથમ તેમના ફોમ્ર્યુલેશન અને સોલ્ટનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવે છે. આ સાથે, સીધું ઉત્પાદન થાય છે, કારણ કે તેના ટ્રાયલ વગેરે પહેલેથી જ થઈ ચૂક્યા છે. આમાં, કંપનીઓ પાસે એક ફોમ્ર્યુલા છે અને આ ફોમ્ર્યુલામાંથી દવાઓ બનાવવામાં આવે છે.

 રિસર્ચ બાદ જેનરીક દવા દર્દીઓને આપવામાં કોઈ પ્રશ્ર્ન નથી: ડો. અનિલ નાયક

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઇન્ડિયાના સેક્રેટરી ડોક્ટર અનિલ નાયકે જણાવ્યું હતું કે જેનરીક મેડિસિન તબીબો એટલે નથી લખતા કારણકે એ દવાઓ ઉપર કોઈપણ પ્રકારનું રિસર્ચ થયું હોતું નથી અને પરિણામ સ્વરૂપે લોકોના સ્વાસ્થ્ય ઉપર તેની સીધી જ અસર જોવા મળે છે. બીજી તરફ બ્રાન્ડેડ કંપનીઓ કરોડો રૂપિયા રિસર્ચ ઉપર ખર્ચ કરતા હોય છે ત્યારે દર્દીઓને પણ પૈસા મહત્વના નથી પરંતુ દવાની ગુણવત્તા મહત્વની છે. જેનું એકમાત્ર કારણ એ છે કે લોકો એ જિસતા હોય કે જે તે દર્દી દવા લઈને ઝડપથી સાજો થઈ જાય. તરફ તેઓએ જણાવ્યું હતું કે જેનરિક દવાઓ બનાવતી કંપનીઓ કદમાં પણ નાની હોય છે જેથી તેઓ રિસર્ચ

ઉપર કોઈ વધુ રકમ ખર્ચ કરી શકતા નથી. વિગતવાર તેઓએ જણાવ્યું હતું કે હાલ જે ક્ધટેન્ટ દવામાં લખેલા હોય તેને જેનરિક કહેવામાં આવે છે અને ફાર્માસ્યુટિકલ કે દવાના વિક્ર્તાઓ તેનો ગેરલાભ ઉઠાવી મોંઘી દાટ દવાઓ દર્દીઓને આપે છે. સાથે હોય જણાવ્યું હતું કે જેનરીક દવા બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં ઓછી અસર કરતા છે વિનોદ દરેક લોકોએ પણ લેવી જોઈએ. જેનરીક દવાઓ પર વધુને વધુ રિસર્ચ હાથ ધરાશે ત્યારબાદ દર્દીઓને જેનરીક દવા આપવામાં કોઈ પ્રશ્ન ઉભો નહીં થાય.

 નેશનલ મેડિકલ કમિશનનો ચોકાવનારો નિર્ણય

 મેડિકલ અભ્યાસમાં પલમોનરી મેડિસિન, ઇમરજન્સી મેડિસિનઅને ફિઝિકલ રિહેબિલિટેશન વિષયને કાઢી નખાયા

કોઈપણ મેડિકલ અભ્યાસ કરનાર વિદ્યાર્થી માટે ત્રણ વિષયનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે જેમાં પલમોનરી મેડિસિન, ઇમરજન્સી મેડિસિન અને ફિઝિકલ રિહેબિલિટેશન. નવા સત્રથી એમબીબીએસ માં અભ્યાસ અર્થે જેનાર વિદ્યાર્થીઓને આ વિષય ભણાવવામાં નહીં આવે જે ખરા અર્થમાં નેશનલ મેડિકલ કમિશનનો ચોકાવનારો નિર્ણય છે. આ નિર્ણયથી મેડિકલ ક્ષેત્રને ઘણી માંથી અસરનો સામનો પણ કરવો પડશે. એટલુંજ નહીં અલ્લાહ સાંપ્રત સમયમાં દર્દીઓની સંખ્યામાં અધધ વધારો નોંધાઈ રહ્યો છે જ્યારે ડોક્ટરોની સંખ્યા ખૂબ ઓછી છે. તેમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા લેવામાં આવેલો નિર્ણય ઘણા ખરા અંશે તબીબી જગતને અસર કરતા રહેશે પરંતુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ને આ અંગે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે અને આ નિર્ણયને પાછો ખેંચવા પણ જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.