Abtak Media Google News

એ ગ્રુપનું 72.27 ટકા અને બી ગ્રુપનું 61.71 ટકા પરિણામ : ગુજરાતી માધ્યમનું 65.32 ટકા અને અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા રિઝલ્ટ : ગત વર્ષ કરતા આ વર્ષે 6.44 ટકા પરિણામ ઘટ્યું

સૌથી વધુ 90.41 ટકા સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે, 22 ટકા સાથે લીમખેડા કેન્દ્ર છેલ્લા નંબરે : રાજ્યની 27 શાળાઓનું 100 ટકા પરિણામ જ્યારે 76 શાળાઓનું પરિણામ 10 ટકાથી પણ ઓછું

Screenshot 16 1 ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધો.12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપનું 72.27 ટકા અને બી ગ્રુપનું 61.71 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું 65.32 ટકા અને અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા રિઝલ્ટ આવ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 6.44 ટકા પરિણામ ઘટ્યું છે.

રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયુ છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જાહેર પરિણામ જાહેર કર્યુ હતું.ધોરણ 12માં 72,166 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામ અને સૌથી ઓછું દાહોદના લીમખેડાનું 22 ટકા પરિણામ આવ્યુ છે. રાજ્યની 27 શાળાઓનું 100 ટકા પરિણામ જ્યારે 76 શાળાઓનું પરિણામ 10 ટકાથી પણ ઓછું આવ્યું છે.

ગુજરાતી માધ્યમનું 65.32 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ જાહેર થયુ છે. આજે જાહેર થયેલા પરિણામમાં રાજ્યમાં 61 વિદ્યાર્થીઓને એ1 ગ્રેડ મળ્યો છે. આ સાથે 1523 વિદ્યાર્થીઓને એ2 ગ્રેડ, 6188 વિદ્યાર્થીઓને બી1 ગ્રેડ, 11,984 વિદ્યાર્થીઓને બી2 ગ્રેડ, 19,135 વિદ્યાર્થીઓને સી1 ગ્રેડ, 24,185 વિદ્યાર્થીઓને સી2 ગ્રેડ, 8975 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ, 115 વિદ્યાર્થીઓને ઈ1 ગ્રેડ મળ્યો છે.

આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એ, બી અને એબી ગ્રુપના કુલ મળીને 11,0382 વિદ્યાર્થીઓ છે. 12 સાયન્સમાં અગાઉ નાપાસ થયેલા આ વર્ષે ફરીથી પરીક્ષા આપનારા રીપીટર 16,395 વિદ્યાર્થી છે. જેમાં એ ગ્રુપમાં 4438, બી ગ્રૂપમાં 11948 અને એબી ગ્રૂપમાં 9 વિદ્યાર્થીઓ છે. આ વર્ષે 12 સાયન્સની પરીક્ષા આપનારાએ ગ્રુપના કુલ 44,852 વિદ્યાર્થીઓ સામે બી ગ્રુપના 81,884 વિદ્યાર્થીઓ છે. એ ગ્રુપ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ 45 ટકા વધારે છે.

Screenshot 17

કુલ 1,26 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ કુલ 1,26,896 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જીએસઇબી દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14થી 25 માર્ચ વચ્ચે આયોજિત કરવામાં આવી હતી. આ વર્ષે રાજ્યમાં પ્રથમ વખત વોટ્સએપ દ્વારા પરિણામ જાણી શકાયુ છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 ઉપર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.