Abtak Media Google News

હરિપ્રસાદ સ્વામીના પ્રાગટય દિને હરિધામમાં અંબરીશ શિબિર યોજાઇ

989 ભકતોએ અંબરીશ દીક્ષા ગ્રહણ કરી

હરરધામ -સોખડાને પોતાનાં યુગકાર્યનું કેન્દ્ર બનાવીને સંપ, સુહ્રદભાવ, એકતા, આત્મીયતા અને દાસત્વનાં પંચામૃતર્થી સમાજનાં પોતને મજબૂત કરનારા હરીપ્રસાદ સ્વામીજી મહારાજના 89મા પ્રાગટ્યદિન નિમિત્તે હરિધામમાં અંબરીશ શિબિર યોજાઇ હતી. જે અંતર્ગત હરીપ્રસાદ સ્વામીજીના અભિપ્રાય પ્રમાણે પ્રભુને અર્થે પ્રભુમાન્ય જીવન જીવવા માંગતા યુવાનોને અંબરીશ દીક્ષા આપવામાં આવી હતી.

આ પ્રસંગે આશીવચન આપતાં પ્રેમસ્વરૂપ સ્વામીજીએ અંબરીશ દીક્ષાની જીવનભાવના અંગે વાત કરતાં કહ્ું કે, અંબરીશ રાજા એવા ભક્ત હતા જેનાં જીવનની પ્રત્યેક પળ પ્રભુને અર્થે હતી. રાજકાજ પૂરી નિષ્ઠાર્થી કરતા પણ, તેમનું નિશાન પ્રભુનો રાજીપો હતો. ‘પ્રભુ અને પ્રભુના સંબંધવાળા સહુ મારા’ એવું એ દિલર્થી માનતા. હરીપ્રસાદ સ્વામીજીએ અંબરીશ રાજા જેવા ભક્તોનો આખો સમાજ તૈયાર ર્થાય તે માટે અંબરીશ દીક્ષાની શરૂઆત કરી. આજે તેઓના પ્રાગટયદિને મુક્તોએ અંબરીશ દીક્ષા ગ્રહણ કરી છે તે સહુને ધન્ય છે! ગુરુહરીનાં યુગકાર્યમાં નિમિત્ત બનવાનો સાહુએ સંકલ્પ કયો તે બહુ મોટી વાત છે.

Whatsapp Image 2023 05 01 At 11.34.30 Am 1 1

આ પ્રસંગે સારસાપુરી સત કૈવલ પીઠના સપ્તમ કૂવેરાચાર્ય જગદગુરુ પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજનું આત્મીય અભિવાદન કરવામાં આવ્યું હતું. તેઓએ આશીર્વચન આપતાં કહ્ું હતું કે, શાસ્રોને જનસમાન્ય સુધી પહોંચાડવાનું કામ સંતો કરે છે. ગુરુહરીનાં પ્રાગટ્ય પર્વ આપણાં પર રહેલ ગુરુઋણનું સ્મરણ કરવાની તક આપે છે. હરીપ્રસાદ સ્વામીજીએ સ્નેહપૂર્વક કરેલ સંસ્કાર સિંચનર્થી સમાજને ઋણી બનાવ્યો છે. સ્નેહ અને સંસ્કારનો સમરવય ભક્તના જીવનમાં આનંદ પ્રગટાવે છે. શુધ્ધ સ્નેહને કારણે સર્વસ્વીકૃતી મળે છે.

અંબરીશ દીક્ષાવિધિ પૂર્ણ ર્થયા બાદ દીક્ષાર્થી ભક્તો અને સંતોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ‘મન કી બાત’માં એકસોમા એપિસોડનું સમૂહ શ્રવણ કરવામાં આવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, યોગી ડિવાઇન સોસાયટી સંચાલિત આત્મીયધામ , માંજલપુર ખાતે હરીભક્તોએ મોદીની ‘મન કી બાત’માં એકસોમા એપિસોડનું સમૂહ શ્રવણ કયું હતું. જેમાં જાહેરજીવનના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્ાા હતા.

આ પ્રસંગે પૂજ્ય રામચિંદાસજી મહારાજ,  માનસરોવરદાસજી મહારાજ, પ્રેરણાનંદજી મહારાજ,  પુલતસ્યગિરિજી મહારાજ,  પ્રીતમદાસજી મહારાજ,  જયદાસજી મહારાજ,  વિશ્વંભરદાસજી મહારાજ, રામકરણદાસજી મહારાજ, પૂ. ચંદરદાસજી મહારાજ, નિર્મળ સ્વામી સહિત વિવિધ સંપ્રદાયના સંતો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ દેશવિદેશમાંર્થી આવેલા હજારો અંબરીશ ભક્તોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. ઉત્સવના અંતે મહાઆરતી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.