Abtak Media Google News

પત્નિએ છુટાછેડા આપવાનો ઇન્કાર કરતા ધોકા-પાઇપ વડે તૂટી પડયા

શહેરમાં મોચી બજાર વિસ્તારમાં કોર્ટ પાસે છુટાછેડા બાબતે પતિ અને તેની પ્રેમિકાએ પરિણીતા પર ધોકા પાઇપ વડે હુમલો કરતા ઇજાગસ્ત પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થી વગત મુજબ બેડીપરા ફાયર સ્ટેશન પાસે આવેલા મનહરપરા-૧૦ માં રહેતી સોનબાઇ ઇમરાન ફકીર નામની ર૧ વર્ષીય મહીલાને ઇજાગ્રસ્ત હાલતમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેની પુછતાછ કરતા તેના પતિ ઇમરાન અને તેની પ્રેમિકાએ કોર્ટ પાસે ધોકા પાઇપ વડે માર માર્યાનું જણાવ્યું હતું.

વધુ વિગત મુજબ પતિ ઇમરાન સાથે ચાર વર્ષ પહેલા સોનબાઇના લગ્ન થયા હોય અને લગ્નજીવન દરમિયાન એક પુત્ર તથા પાંચ માસનો ગર્ભ ધરાવતી હોય ત્યારે પતિનો કોઇ અજાણી મહીલા સાથે આડા સબંધ હોવાની જાણ થતાં સોનબાઇ ત્રણ મહીલા પહેલા પોતાના દાદીમાના ઘરે રિસામણે જતી રહી હતી.

દરયિમાન સોનબાઇએ પતિ ઇમરાન પર ખાવા ખોરાકીનો કેસ કરતાં ઉશ્કેરાયેલા પતિએ છરીથી ધાક-ધમકાવી કેસ પાછો ખેચાયો હતો. ત્યારબાદ પતિ ઇમરાને સોનબાઇએ છુટાછેડા આપવા માટે કોર્ટ પાસે બોલાવી હતી તે દરમિયાન પરિણીતા સોનબાઇએ છુટાછેડા આપવાથી ઇન્કાર કરતા. પતિ ઇમરાન અને તેની પ્રેમિકા ધોકા-પાઇપ વડે તૂટી પડયા હતા. પરિણીતા પાંચ માસનો ગર્ભ ધરાવતી હોય ત્યારે હુમલો થતાં ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે ઘટનાની નોંધ લઇ પતિ ઇમરાન અને તેની પ્રેમિકા વિરુઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.