Abtak Media Google News

મોદી સરકાર કિસાન પેંશન સ્કિમની શરૂઆત કરશે. આ સ્કિમનાં ડ્રાફ્ટને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું હતું. નાણા મંત્રાલય સાથે કૃષિ મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ મળી આ કામને અંતિમ સ્વરૂપ આપ્યુ હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગષ્ટે કિસાન પેંશન સ્કિમની શરૂઆત કરશે.

આ યોજના અંતર્ગત એલઆઇસી ખેડૂતોનાં પેશંન ફંડને મેનેજ કરશે. આ પેંશન સ્કિમ હેઠળ ખેડૂતોને 60 વર્ષ થયા બાદ 3000 રૂપિયા પેંશન તરીકે આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારની મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં ખેડૂતો માટે એક અલગ પેંશન યોજનાને મંજૂરી આપવામાં આવી છે. જેનો હેતુ પ્રથમ 6ણ વર્ષમાં 5 કરોડ લાભાર્થીઓને આ યોજનામાં સમાવવાનો છે. આથી સરકારી તિજોરી પર 10,774.5 કરોડ વાર્ષિક ભારણ વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.