Abtak Media Google News

હવામાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા નવા કેલેન્ડર પ્રમાણે ૧૭ સપ્ટેમ્બરથી વરસાદ પડવામાં ઘટાડો થશે

દેશભરમાં ચોમાસાની ઋતુ પૂર્વ થવાની તૈયારી પર છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણ ચોમાસાની સીઝનનો અંત આવતા અઠવાડીયે એટલે કે ૧૭મી સપ્ટેમ્બરથી આવશે.

ચોમાસાની સીઝનમાં દેશભરમાં ખુબ સારો વરસાદ પડયો છે. સરેરાશ વરસાદ કરતાં ૭ ટકા વધુ વરસાદ પડયો છે. છતાં ઘણાં રાજયોમાં હજુ વરસાદની ઉણપ જોવા મળી છે.

ભારતના હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર દક્ષિણ-પૂર્વ ચોમાસુ સિસ્ટમ પશ્ર્ચિમ રાજસ્થાનથી આવતા અઠવાડીયાથી વિદાય લેવાનું શરૂ કરી દેશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ચોમાસાની વિદાય પશ્ર્ચિમ રાજસ્થાનમાંથી થશે. આગામી બે દિવસમાં જ ચોમાસાની વિદાય ક્રમશ: ઉત્તર ભારતમાંથી પણ શરૂથાય  તેવા વર્તાળો સામાન્ય તાપમાનમાંથી મળી રહ્યો છે.

હવામાન વિભાગના પ્રવકતા મૃત્યુજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે એક ચોકકસ હવામાન પઘ્ધતિથી હવામાનની વિદાય ર૦ સપ્ટે.થી શરુ થવાનું દેખાઇ રહ્યું છે. હવે વરસાદે પડવાની કોઇ શકયતા દેખાતું નથી. આ વખતની ચોમાસાની તારીખોની સમીક્ષા કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે બનાવેલા નવા સમય પત્રક મુજબ ૧૭મી સપ્ટે.થી શરુ થવાની અપેક્ષા છે. તેમ છતાં બંગાળના આખાતમાં હળવા દબાણની પરિસ્થિતિ આ તારીખો પાછળ ઠેલવે તેવું દેખાઇ રહ્યું છે. દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાનમાં પણ ચોમાસાની વિદાય અને શિયાળાના પ્રારંભનો માહોલ જામી રહ્યો છે.

જો કે, આગામી બે દિવસોમાં મઘ્ય અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શકયતાઓ ઉભી થઇ છે હવામાન વિભાગે શનિવારે કરેલ ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્રના ભાગો માટે ઓરેન્જ ચેતવણી જારી કરી છે. ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, કરેલ, મહારાષ્ટ્રમાં આ સ્થિતિ રવિવારે ઉભી થશે. આ વખતે દેશમાં સરેરાશ કરતાં ૭૦ ટકા વધુ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના ઉતર-પશ્ર્ચિમ વિભાગમાં હજુ ૧૫ ટકાની ઘટ દેખાઇ રહી છે. તેમાં ઉતરપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ના કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.

મઘ્ય ભારતમાં આ વખતે ૧૪ ટકા વધારે વરસાદ થયો હતો. જેમાં ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, મઘ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, અને દિવ-દમણ, દાદરાનગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. દક્ષિણની આંધ્રપ્રદેશ , તામિલનાડુ, તેલુંગાણા, કર્ણાટક અને પોંડીચેરી લક્ષદ્રિપ અને આંદામાન નિકોબાના કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. પૂર્વ અને ઉતર ભારતના પં. બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉતર-પૂર્વ રાજયોમાં આ વખતે ર૦ ટકા વધરે વરસાદ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.