Abtak Media Google News

સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં આપણે ઘરે તો વેફર બનાવતા જ હોય છીએ. પરંતુ બજારમાં મળતા વેફરના પેકેટ જેવો સ્વાદ કયારે પણ ઘરે બનાવેલી વેફરમાં આપણે લાવી નથી શકતા. નાના બાળકોથી લઈને મોટા બધા લોકોને વેફર ખૂબ જ પ્રિય હોય છે. ભાગ્યે જ કોક એવું જોવા મળે જેને વેફર ભવતિ નથી હોતી.પરંતુ બજારમાં મળતા વેફરના પેકેટમાં અડધાથી વધારે હવા કેમ હોય છે કે પ્રશ્ન કયારે પણ તમને સર્જ્યો છે ? ગુજરાતીઓ ઘણી વાર કટાક્ષમાં પણ બોલતા હોય છે કે વેફરના પેકેટની જેમ વેફર ઓછી તેમજ હવા ઘણી છે…આ વાત પર આપણે ક્યારે પણ વધારે ધ્યાન નથી દીધું.આપણને પર્શ્ન તો ઘણી વાર ઉત્ત્પન થયો હોય છે કે પેકેમાં વેફર કેમ ઓછી છે? પરંતુ આપણે કયારે તેનો જવાબ શોધવાની કોશિશ નથી કરેલ.

Gettyimages 122685584 56C735853Df78Cfb378757Dfહકીક્તમાં વેફરના પેકેટને ખાલી રખવાનું પણ એક વૈજ્ઞાનિક કારણ છે.વેફરને ફ્રેશ અને ક્રંચી રાખી મુકવા માટે, પેકેટ્સમાં નાઈટ્રોજન ગેસ ભરવામાં આવે છે. નાઈટ્રોજન ગેસથી વેફર્સ લાંબા સમય સુધી ખરાબ નથી થતી અને ના તો તેમાં ભેજ આવે છે.Patatakia

આપણે ઘણી વખત જોયું હશે કે જયારે પણ વેફરના પેકેટને ખુલ્લુ મૂકી ત્યારે તે હવાઈ જાય છે પછી તે ખાવા લાયક પણ રહેતી નથી. તે ફ્રેશ અને ક્રંચી પહેલા જેવી રહેતી નથી. તેના પાછળનું કારણ નાઈટ્રોજન ગેસ છે. વેફરના પેકેટને જ્યારે આપણે ખુલ્લુ મૂકી દઈ ત્યારે તેમાં રહેલ નાઈટ્રોજન ગેસ ઊડી જાય છે અને તે સુકાઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.