Abtak Media Google News
  • લોકસભા સ્પીકર પણ હાજર રહેશે
  • સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં સમાપન કાર્યક્રમ યોજાશે

આજે સુરત ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખરની અધ્યક્ષતામાં નેશનલ ગેમ્સનું સમાપન કરશે. આ કાર્યક્રમમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ પણ હાજર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત ખાતેના ઇન્ડોર સ્ટેડીયમમાં આવતીકાલે સાંજે 5 વાગ્યે 36 મી નેશનલ ગેમ્સના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતે આ વર્ષે 36 મી નેશનલ ગેમ્સની યજમાની કરી હતી. ગુજરાતના વિવિધ શહેરોમાં તારીખ 29 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી નેશનલ ગેમ્સની વિવિધ રમતોનું આયોજન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.