Abtak Media Google News

કોઠારિયા સોલવન્ટ પાસેથી છ બોટલ દારૂ સાથે ઝડપાયેલા શખ્સની કબુલાતના આધારે બેડલા દરોડો પાડયો

કોઠારિયા સોલવન્ટ પાસેથી છ બોટલ દારૂ સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના ભત્રીજા પાસેથી ખરીદ કર્યાની આપેલી કબુલાતના આધારે પોલીસે બેડલા ગામે દારૂ અંગે દરોડો પાડી અટકાયત કરતી છે. પૂર્વ ધારાસભ્યના ભત્રીજો પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં દાખલ થયો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્દત વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ પાસે નુરાનીપરામાં રહેતા રમઝાન નુરમામદ શમા નામના સંધી શખ્સને રૂા.2400ની કિંમતની છ બોટલ દારૂ સાથે ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.

રમઝાન શમાની પૂછપરછમાં તેને બેડલા ગામે રહેતા લક્ષ્મણ અને તેના ભાગીદાર વિશાલ પાસેથી દારૂ લાવી વેચાણ કરતો હોવાની કબુલાત આપી છે. પોલીસે બેડલા ગામે દરોડો પાડતા બંને શખ્સો પોલીસને જોઇ ભાગવા જતા લક્ષ્મણ ઝીંઝરીયા પડી ગયો હતો.જ્યારે લક્ષ્મણ ઝીંઝરીયા અને વિશાલની આજી ડેમ પોલીસ મથકના ચાર પોલીસે અટકાયત કરી જુદી જુદી જગ્યાએ લઇ જઇ માર માર્યાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે

લક્ષ્મણ ઝીંઝરીયા પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ ઝીંઝરીયાનો ભત્રીજો થતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની હોસ્પિટલમાંથી અટકાયત કરી વિશાલની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.