ક્રિકેટના નવા ફોરમેટનો દુબઈમાં ગુરૂવારથી પ્રારંભ

અલ્ટીમેટ ક્રિકેટ ચેલેન્જ

15 દડાની ચાર ઈનિંગ રમાશે: ભારત તરફથી યુવરાજ રમશે: લીગ તબકકામાં મેચ જીતનારને

બે પોઈન્ટ મળશે જો કોઈ બેટ્સમેન બોલરને પાછળથી હિટ કરે તો 12 રન મળશે

આગામી ગુરૂવારથી દુબઈના ક્રિકેટ ગ્રાઉન્ડ પર મનોરંજનથી ભરપૂર અલ્ટીમેટ ક્રિકેટ ચેલેન્જ ટુર્નામેન્ટ રમાવાની છે જેમા ભારતનાં આક્રમક બેટ્સમેન યુવરાજસિંહ સાથે કેવિન પીટરસન, રશિદ ખાન, ઈયોન મોર્ગન અને આંદ્રેરસેલ જેવા વિવિધ ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે. યુવરાજસિંહ ઘણા સમય બાદ ક્રિકેટનાં ગ્રાઉન્ડમાં જલ્વો બતાવવા રમશે.

આ ટુર્નામેન્ટમાં 16 મેચો રમાશે. દરેક મેચમાં બે ટીમો દાવેદારીમાં સામેલ થશે, જેમાં એક ખેલાડીનો સામનો બીજા ક્રિકેટ સાથે થનાર છે. લીગ મેચમાં જીતનારને બે પોઈન્ટ મળશે. ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીને વિજેતા જાહેર કરાશે. લીગની રાઉન્ડની ટોચ ચાર ટીમો સેમીફાઈનલમાં પહોચશે દરેક રને ક્રિકેટરો રન માટે દોડવું પડશે ઝોન એ.બી.સી.ડી તથા ઈ વાઈસ ક્રમિક 1-2-3-4 અને ઝોન -ઈમાં સીધા 6 રન બેટ્સમેનનાં ખાતામાં જમા થશે. સૌથી વિશેષ બાબત એ છે કે જો કોઈ બેટસમેન બોલરને પાછળથી હીટ કરે તો તેને 12 રન મળશે, આ સાથે તેને વધુ એક બોલ વધારાનો રમવા મળશે. જો કોઈ બેટ્સમેન આઉટ થશે તો તેના પાંચ રન કાપી લેવામા આવશે. ક્રિકેટમાં મનોરંજન સાથે તેના પ્રચાર પ્રસાર માટે વિવિધ ફોરમેટનાં ક્રિકેટ મેચો રમાય રહ્યા છે. સુપર 6 માત્ર છ ઓવરની મેચ બાદ હવે માત્ર 15 દડાની ‘અલ્ટીમેટ ક્રિકેટ ચેલેન્જ’ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતા ક્રિકેટ પ્રેમીઓમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.