Abtak Media Google News

Table of Contents

વાલીઓ-છાત્રોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ: સમગ્ર તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા વચ્ચે પ્રથમ પેપરનો થયો પ્રારંભ: બપોરે ધો.12ના છાત્રોની  પરીક્ષા

સમગ્ર રાજયમાં આજથી ધો.10-12 બોર્ડની  પરીક્ષાનો  ઉત્સવ પ્રારંભ  થતાં આજ સવારથી  તમામ શહેરો સાથે  આપણા રાજકોટમાં પણ છાત્રો-વાલીઓ પરિવારજનોમાં   ઉત્સાહ  ઉમંગ જોવા મળતો હતો. તા.28મી સુધી ચાલનારી આ પરીક્ષામાં   આજે ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપરથી પ્રારંભ થયો હતો. સવારે ધો.10 અને બપોરે ધો.12ના છાત્રોની પરીક્ષા લેવાશે. દરેક સેન્ટરો પર પુષ્પ વર્ષા સાથે  સેન્ટરના   સંચાલકો દ્વારા કુમકુમ તીલકથી સ્વાગત કરાયું હતુ.શહેરની તમામ શાળામાં અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા છાત્રોને  શુભેચ્છા આપી હતી.

સમગ્ર શિક્ષણ તંત્ર, પોલીસ  વિભાગ સાથે જિલ્લા લેવલના તંત્ર વિભાગે શ્રેષ્ઠ વ્યવસ્થા કરી હોવાથી વાલીઓમાં  અનેરો આનંદ જોવા મળ્યો હતો.  દરેક છાત્રોનાં  મુખ પર આનંદ જોવા મળતો હતો.કારણ કે આખુ વર્ષ મહેનત   કર્યા પછી આજથી મૂલ્યાંકન માટે ટેસ્ટનો પ્રારંભ  થતાં ટ્રેસ મૂકત વાતાવરણમાં પરીક્ષા આપવા સજજ થતા જોવા મળ્યા હતા.

ઉત્કર્ષ  સ્કુલ ખાતે બોર્ડની પરીક્ષાનો ઉત્સાહ ભેર પ્રારંભ

Screenshot 3 24

‘અબતક’ દ્વારા લાઇવ પ્રસારણ હજારો લોકોએ નિહાળ્યું: વાલી  છાત્રોમાં અનેરો ઉત્સાહ સાથે શાળા વ્યવસ્થાની કરી સરાહના

સમગ્ર રાજયમાં આજથી ધો. 10-1ર ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. અબતક મીડીયા દ્વારા ઉત્કર્ષ સ્કુલના સેન્ટર ખાતેથી લાઇવ કાર્યક્રમ રજુ કરતા હજારો લોકોએ નિહાળ્યો હતો. આજે ધો. 10નું ગુજરાતી અને અંગ્રેજી માઘ્યમના છાત્રો માટે અંગ્રેજી ભાષાનું પેપર હતું. સવારે ધો. 10 અને બપોરે ધો.1રની પરીક્ષા લેવાશે. તા. ર8મી સુધી ચાલનારી આ બોર્ડની પરીક્ષામાં બે પેપરો વચ્ચે એક દિવસની રજા રાખવામાં આવી છે. સેન્ટર ખાતે છાત્રો – વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

દરેક છાત્રોનું ઉત્કર્ષ સ્કુલ દ્વારા પુષ્પવર્ષા સાથે કુમ કુમ તિલક કરીને અભિવાદન કરાયું હતું. છેલ્લા એક વર્ષની દિવસ રાતની મહેનત બાદ આજે બોર્ડના મહત્વના મૂલ્યાંકન ટેસ્ટનો પ્રારંભ થતા આજ સવારથી વાલીઓ- છાત્રો, પરિવારો સતત દોડધામમાં જોવા મળતા હતા. દરેક સેન્ટર પર સજજડ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. અને છાત્રોને કાંઇ પણ મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવેલ હતું.

છાત્રો આનંદમય વાતાવરણમાં પરીક્ષા આપે તેવું અમારૂ આયોજન છે: વિમલ છાયા (ઉત્કર્ષ સ્કુલ)

‘અબતક’ દ્વારા લાઇવ કાર્યક્રમમાં ઉત્કર્ષ સ્કુલ સેન્ટર ખાતે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી વિમલભાઇ છાયાએ જણાવ્યું ,કે છાત્રોને કોઇપણ જાતની મુશ્કેલી ન પડે તેવી શ્રેષ્ઠ વ્યવસ્થા અમોએ કરી છે. ર8મી સુધી ચાલનારો આ બોર્ડ પરીક્ષાનો ઉત્સવ સફળ થાય તે માટે અમારા સ્ટાફ ખડે પગે છાત્રોની સેવામાં હાજર છે.

દરેક મા-બાપે સંતાનોને પ્રોત્સાહન આપવું જોઇએ:  હિમાંશુ વડાલીયા

પોતાની પુત્રીની બોર્ડની પરીક્ષાના પ્રથમ પેપરે ઉત્કર્ષ સ્કુલ ખાતેના સેન્ટરમાં વાલી હિમાંશુ વડાલીયાએ ‘અબતક’ સાથેની વાત ચિતમાં જણાવેલ કે છાત્રોની કારકીર્દીમાં બોર્ડની પરીક્ષા મહત્વની હોય ને દરેક વાલીએ પોતાના સંતાનોને પ્રોત્સાહન આપવું જરુરી છે. સંતાનોને પ્રેમ હુંફ અને લાગણી મળતા તેનો સંર્વાગી વિકાસ સારો થાય છે તેમ વાલી હિમાંશુ વડાલીયાએ જણાવ્યું હતું.

દરેક વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે આગળ વધે  તેવા શુભાશિષ: મેયર ડો પ્રદિપ ડવ

પી ઍન્ડ ટી વી શેઠ હાઇસ્કૂલ ખાતે રાજકોટના પ્રથમ નાગરિક મેયર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી તેમજ મીઠાઈ દ્વારા તેમનું મોઢું મીઠું કરાવીને સ્વાગત કર્યું હતું સાથે જ તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ કોઈ પણ જાતની ચિંતા કે તણાવ વિના તેમની પરીક્ષાનો પેપર સારી રીતે લખે એટલું જ નહીં તેમણે વિદ્યાર્થીઓને તેમની ઉજવળ કારકિર્દી અને આવનારા ભવિષ્યમાં ખૂબ જ સારા પંથે આગળ વધી શકે તેવી પણ શુભકામનાઓ પાઠવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ શાંત મન રાખી પેપર લખવું જેથી તેઓ સારા માર્ક મેળવીને ખૂબ જ આગળ વધે તેવા શુભ આશિષ વિદ્યાર્થીઓને આપ્યા હતા.

Screenshot 2 30

વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે તે માટે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો: અરુણ મહેશ બાબુ

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે,બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા કેન્દ્ર ખાતે પહોંચ્યા છીએ. વિદ્યાર્થીઓ ફેમિલી નું નામ રોશન કરવા માટે ખૂબ તૈયારીઓ કરતા હોય છે વાલીઓનો પણ તેમને સાથ સહકાર છે પરંતુ બાળકોએ ભયમુક્ત રહી પરીક્ષા આપવાની છે. વિદ્યાર્થીઓ સ્ટ્રેસ ફ્રી થઈ એક્ઝામ આપે તેવી શુભેચ્છાઓ પાઠવું છું.

શાળામાં 7 બ્લોકમાં કુલ 210 વીદ્યાર્થીઓ દરેક પ્રકારની સુવિધા સાથે આપશે પરિક્ષા: તુષાર પંડ્યા

પી ઍન્ડ ટી વી શેઠ હાઇસ્કૂલના આચાર્ય તુષાર પંડ્યાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજથી બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે અમારી શાળાના 7 બ્લોકમાં દરેક બ્લોકમાં 30 વિદ્યાર્થીઓ સાથે કુલ મળીને 210 વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે શાળા દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પેપર લખી શકે તેવી દરેક પ્રકારની સુવિધા કરવામાં આવી છે આ સાથે જ પરીક્ષાના સંચાલકો તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કોઈપણ જાતની અગવડતા ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બોર્ડના નિયમ અનુસાર શાળાના પ્રાંગણમાં પશ્ચાતાપ બોક્સ પણ રાખવામાં આવ્યું છે જેથી કરીને કોઈ વિદ્યાર્થીઓ ભૂલથી કોઈ સાહિત્ય સાથે લાવ્યા હોય તો તેમાં મૂકીને પરિક્ષા ખંડમાં પ્રવેશી શકે છે.આ સાથે જ તેઓએ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી.

વિદ્યાર્થીઓ તનાવ મુક્ત પરીક્ષા આપે તે માટે ઉષ્માભેર સ્વાગત કર્યું:અજયભાઈ પટેલ

ન્યુ એરા શાળાના સંચાલક અજયભાઈ પટેલે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ ભયમુક્ત રહી પરીક્ષા આપે તે માટે કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ કોઈપણ જાતનો ભય રાખ્યા વગર પરીક્ષા આપવાની છે અમારા શિક્ષકગણનો ખૂબ સારો વિદ્યાર્થીઓને સપોર્ટ છે. વિદ્યાર્થીઓનું સાંસ્કૃતિ રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓએ તણાવ મુક્ત રહી પરીક્ષા આપવાની છે તેવી શુભેચ્છા ન્યુ એરા સ્કૂલ વતી પાઠવવામાં આવી રહી છે.

મારા માટે બોર્ડની પરીક્ષા એટલે એક ઉત્સવ : જિયા ચાવડા

અબતક સાથેની વાતચીતમાં ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થીની જિયા ચાવડા જણાવે છે કે,આજે બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ છે.બોર્ડની પરીક્ષા માટે મેં ખૂબ મહેનત કરી છે તથા ધોળકિયા સ્કુલ તરફથી પણ ખૂબ સાથ આપવામાં આવ્યો છે,કોરોના કાળમાં જે પ્રકારે છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ હવે કોઈ પણ છૂટછાટ વગર આ પરીક્ષા લેવામાં આવશે પરંતુ તેનો કોઈ ડર નથી કેમકે મે પૂરતી તૈયારી કરી છે.બોર્ડની પરીક્ષા માટેનો એક પ્રકારે ખોટો હાવ ઉભો થતો હોય છે પરંતુ હું બોર્ડની પરીક્ષાને એક ઉત્સવની જેમ જોઉં છું.મારા તરફથી બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને મુક શુભેચ્છા આપું છું તથા સારા માર્કે ઉત્તીર્ણ થાય તેવી કામના કરું છું.

વિદ્યાર્થીઓને જિલ્લા વહીવટી તંત્ર વતી શુભેચ્છાઓ પાઠવું છું: જયપાલસિંહ રાઠોડ

રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડએ જણાવ્યું કે, ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને જિલ્લા વહીવટી તંત્ર વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધે તેવી શુભકામના પાઠવવું છું.વિદ્યાર્થીઓએ ભયમુક્ત રહી શુદ્ધ મનથી પરીક્ષા આપવી જોઈએ જેથી પરિણામ પણ ખૂબ સારું આવે અને સારા માર્ક સાથે તેઓ ઉતરીણ થઈ શકે છે.

ભારતીય પરંપરા મૂજબ વિદ્યાર્થીઓનું કંકુ તિલક કરી સ્વાગત કરાયું: ચિંતન જોશી

અબતક સાથેની વાતચીતમાં ઓસમ પાઠક સ્કૂલ ના કેમ્પસ હેડ ચિંતન જોશી જણાવે છે કે આજથી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે જેની તૈયારી ના ભાગરૂપે શાળા છેલ્લા આઠ દિવસથી સખત તૈયારી કરી રહી છે છેલ્લા બે દિવસની જો વાત કરીએ તો રાત સુધી શાળા દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે છેલ્લા એક બે દિવસથી વાલીઓ પણ તેમના સંતાનોના ક્લાસરૂમ અને નંબર ચેક કરવા માટે આવી રહ્યા છે.શાળા પરિવાર સતત વાલીઓ અને વિદ્યાર્થીઓની સેવામાં છે

આજની વાત કરીએ તો ભારતીય પરંપરા મુજબ વિદ્યાર્થીઓને કંકુ તિલક અને મીઠું મોઢું કરાવી સ્વાગત કર્યું હતું અમારો સતત પ્રયાસ હોય છે કે વિદ્યાર્થીઓ નિર્ભય બની નિશ ફિકર થાય અને સ્ટ્રેસ લેસ અને ટેન્શન ફ્રી એમની પહેલા બોર્ડની પરીક્ષા આપી શકે કોરોના પછી બાળકોનું પહેલું બોર્ડનું કેન્દ્ર તે અમારી શાળા તરફથી બાળકોને ક્યારેય તકલીફ ન પડે એ જ અમારો પ્રયાસ છે

પ્રથમ વખત બોર્ડની પરિક્ષા આપવાનો ખૂબ જ ઉત્સાહ: મારડીયા ક્રેન્સી

અબતક સાથેની વાતચીતમાં મારડિયા ક્રેન્સી આજે મારી ધોરણ 10ની પરીક્ષા છે બોર્ડની પરીક્ષા માટે સ્કૂલ દ્વારા ખૂબ સાથ આપવામાં આવ્યો છે,માર્ગદર્શન આપવામાં આવ્યું છે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતી હોવાથી ખૂબ ઉત્સાહ પણ થાય છે તથા થોડી ચિંતા પણ થઈ રહી છે પરંતુ સ્કૂલ દ્વારા પૂરતો સાથ સહકાર અને ટ્રેનિંગને લીધે આ વખતે ની બોર્ડ એકઝામ માં ખૂબ સારા માર્ક લઈ ઉતિર્ણ થવું છે.

બાળકો વિશ્વાસ સાથે પરીક્ષા આપે અને સારા પરિણામ આવે એવી શુભેચ્છા : બીએસ કૈલા

આજના દિવસથી ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો શુભારંભ થયો છે ત્યારે દરેક શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરી તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ બાલદાન વાલા ક્ધયા વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી બીએસ કૈલાસ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા આપવામાં આવી હતી સાથે વિદ્યાર્થીઓ વિશ્વાસ અને હિંમતથી પરીક્ષા આપે અને સારા પરિણામ લાવે તેવા પણ શુભ આશિષ આપવામાં આવ્યા હતા સાથે જ સમગ્ર આયોજનની પણ પ્રશંસા કરી હતી.

આખા વર્ષની અથાગ મહેનતનું ખૂબ સુંદર પરિણામ દરેક વિદ્યાર્થીઓનું આવશે : કિરણબેન માકડીયા

ખાસ અત્યારે જ્યારે ધોરણ 10 ની પરીક્ષા નો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રી કિરણબેન માકડીયા દ્વારા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે શુભવચન આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ ને તેમની મહેનતનું ફળ મળે તેવા પણ આશીર્વાદ વચન આપવામાં આવ્યા હતા સાથે તમામ વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપીને પોતાના માતા પિતા અને પરિવારનું નામ રોશન કરે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી અને એમને પરીક્ષા સુંદર માહોલમાં આપવા સજ્જ કરે : કે.બી. ઠક્કર. અધિક કલેક્ટર

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની એસએસસી અને એચએસસી ની પરીક્ષાઓ આજનો સમગ્ર ગુજરાત રાજ્યમાં શરૂ થઈ રહી છે એના ભાગરૂપે આજથી રાજકોટમાં પણ 300 થી વધારે કેન્દ્રો ઉપર અને 2900 થી વધારે વર્ગખંડોમાં લગભગ 84 હજારથી વધારે વિદ્યાર્થીઓ એસએસસી અને એચએસસી ની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે અને સુચારો રૂપે આયોજન થાય તે મુજબની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી રહી છે

આજે વિવિધ સ્કૂલો ઉપર અગત્યના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને શાંતિપૂર્ણ અને એકદમ નિર્બીક રીતે ખૂબ સુંદર વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ મુજબનું માહોલના આયોજન સાથે વિદ્યાર્થીઓને આવકારી અને એમને પરીક્ષાની માટેની શુભેચ્છા પાઠવવા ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તમામ વિદ્યાર્થીઓને અપીલ છે આનંદથી એકદમ હળવાશ થી અને સુંદર રીતે તમે જે તૈયારી કરી છે વર્ષ દરમ્યાન તેને ધ્યાને રાખી અને પરીક્ષા આપશો અને વિદ્યાર્થીઓના વાલીઓને પણ વિનંતી છે તેમના વિદ્યાર્થીઓને એમના બાળકને પ્રોત્સાહન આપી અને એમને પરીક્ષા સુંદર માહોલમાં આપવા સજ્જ કરે અને પ્રોત્સાહિત કરે.

વિદ્યાર્થીને અને વાલીને હું મારા હૃદય પૂર્વક અંતરપૂર્વક શુભેચ્છા પાઠવું છું : સિધ્ધરાજસિંહ ઝાલા (શિક્ષણ સમિતિ કોર કમિટી સભ્ય)

ખાસ કરીને આજે જ્યારે દસમા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે બોર્ડની ત્યારે સૌપ્રથમ આ પરીક્ષા છે એક ઉત્સવ છે વિદ્યાર્થીઓએ કોઈ ગભરાવવાની જરૂર નથી એને મા સરસ્વતીના એને જે મહેનત કરી છે આશીર્વાદરૂપે યાદ આવવાનું જ છે એટલે સરસ મજાનું અહીં મોદી સ્કૂલમાં વરણ ઊભું કર્યું છે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવીને તેને ખૂબ જ પાણી સહિતની સગવડતાઓ પૂરી પૂર્ણ કરવામાં આવી છે સાથે દરેક વાલીને પણ મારી નમ્ર વિનંતી છે કે આ વિદ્યાર્થીની આખરી પરીક્ષા નથી તેમની આ પહેલી પરીક્ષા છે એટલે કાંઈ ડરવાની જરૂર નથી જેમ સ્કૂલમાં પરીક્ષા આપે છે

તેમ આ બીજી સ્કૂલમાં પરીક્ષા આપવાની હોય છે એટલે કોઈ પણ જાતના ગભરાહટ વગર એ પરીક્ષા આપે અને ખાસ કરીને એને માનસિક રીતે સ્વસ્થ થઈને પરીક્ષા આપે એટલે માં સરસ્વતી એમના ઉપર આશીર્વાદ ઉતરવાના છે જેને કોઈ શંકાને સ્થાન નથી તો દરેક વિદ્યાર્થીને અને વાલીને હું મારા હૃદય પૂર્વક અંતરપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને પરીક્ષામાં ખુબ સારા માર્કે પાસ થાઓ તમારા કુટુંબની તથા સમાજની સેવા કરો એવી અંતરની અભિલાષા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે મારે એવી ટિપ્સ આપવી છે કે એમને આ પરીક્ષા ને પર્વ સમજવાનું છે કોઈ ગભરાટ રાખવાની જરૂર નથી કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી શાંતિથી પરીક્ષા આપે તેવી સર્વે વિદ્યાર્થીઓને તથા વાલીઓને વિનંતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.