Abtak Media Google News

પછાત વિદ્યાર્થીઓને શિષ્યવૃતિરૂપે મળતો આત્મસન્માનનો ટેકો

વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ, પાઠય પુસ્તકો ભોજન, આરોગ્ય, શિષ્યવૃત્તિ વગેરે આપવાની યોજનાઓ સામેલ કરાઈ

બાળકના જન્મ સાથે સોનેરી સ્વપ્ન સેવતા માં-બાપ તેમના સંતાનની શિક્ષણ કવનની કેરી કંડારવાની જવાબદારી નિભાવતા હોય છે. બાળક ભણી-ગણી વિદ્વાન બને અને પગભર થાય તે માટે વાલીની સાથે સરકાર પણ સતત તેમની પડખે ઉભી છે.

કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. જેમાં વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ ઉપરાંત પાઠ્ય પુસ્તકો, ભોજન, આરોગ્ય, ગણવેશ, શિષ્યવૃત્તિ વગેરે આપવાની પણ યોજનાઓ સામેલ છે. રાજકોટ જિલ્લા વિકસતી જાતિ નાયબ નિયામક  જે.એ.બારોટે આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિકસતી જાતિના બાળકોને વિવિધ સ્કોલરશીપ પુરી પાડવામાં આવે છે.

વર્ષ 2022-23માં કુલ 1 લાખ, 43 હજાર 947 બાળકોને રૂ. 28 કરોડ,58 લાખ 98 હજારની સહાય આપવામાં આવી છે.વિગતે વાત કરતા તેઓ  જણાવે છે કે, આ બાળકો પૈકી ધો. 1 થી 8 માં અભ્યાસ કરતા કુમાર અને ધો 1 થી 5 ની ક્ધયાઓને રૂ. 750 શિષ્યવૃતિ, ધો. 6 થી 8 ની ક્ધયાઓને રૂ. 1000 શિષ્યવૃતિ, અતિ પછાત બાળકોને રૂ. 1500 શિષ્યવૃતિ તેમજ રૂ. 900 ગણવેશ મળી કુલ 1,25,054 વિદ્યાર્થીઓને રૂ. 21 કરોડ 16  લાખ 26 હજાર ચુકવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભારત સરકાર દ્વારા ધો. 9 થી 10 ના  વિદ્યાર્થીઓ માટે પી.એમ. યશસ્વી સ્ક્લોરશીપ યોજના કાર્યરત છે. જે અન્વયે પારિવારિક વાર્ષિક આવક રૂ. 6 લાખ ધરાવતા બાળકોને  મળવાપાત્ર છે. હાલ 19 હજાર થી વધુ વિદ્યાર્થીઓને રૂ. 7 કરોડ 42 લાખ 72 હજાર પુરી પાડી હોવાનું શ્રી બારોટે જણાવ્યું છે.ગુજરાત સરકારના વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓનો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી લાભ પહોંચે અને આ લાભ સહાયથી તેઓ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે માટે ઉત્તમ વ્યવસ્થા હાથ ધરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.