Abtak Media Google News

સુંદર અર્થ સભર શબ્દો-સંગીત અને ફિલ્માંકન સાથે સુંદર સ્વર તન-મનને આનંદિત કરે છે.

પ્રથમ બોલતી ફિલ્મ આલમઆરા થી શરૂ થયા ગીતો.પહેલા મુંગી ફિલ્મ આવતી.દાદા સાહેબ ફાળકેનું મહામુલા યોગદાન થી હિન્દી ફિલ્મ જગતમાં આજે કરોડોનો  કારોબર છે. આજના ગીતો દર્શકોને બે-ત્રણ માસમાં ભુલાય જાય છે. ગાયકો-સંગીત-ફિલ્માંકન છે પણ શબ્દોથી જૂના અને નવાગીતો વચ્ચે આજ તફાવત છે. અગાઉના ર્સાંગ્સ માનવ જીવન સાથે વણાયેલા હતા તો તે વખતની દેશની સ્થિતિ પણ બ્યાન કરતાં નથી.

યુધ્ધ પછીના વાતાવરણે દેશમાં લત્તાજીનાં ગીત એ મેરે વતન કે લોગો આખા દેશને મોઢે થઈ ગયું  છે ગીતનાં શબ્દોની એવી તાકાત હતી કે માનવી રડવા લાગતા હતા.કવિ પ્રદિપનાં ગીતો પણ એટલાજ ચોટદાર હતા ઘુસરો કા દુ:ખદા દુર કરને વાલા જેવા અનેક ગીતો આજે પણ પાંચ કે છ દાયકાની ઉંમરનો વ્યકિત ગુન ગુનાવે છે કેટલાક ગીતો તો રીમિકસ કરીને આજે ફરી તાજા થઈ ગયાને ખાસ યુવા વર્ગને ગમવા લાગ્યા જેમાં મોરે પિયા ગયે રંગુન ઈશારો ઈશારો મે દિલ લેને વાલે, છુકર મેરે  મન કો વકતને કિયા કયા ર્હંસી સિતમ જેવા અનેક ગીતો આજે રેડિયો, ટીવી, મોબાઈલ એફ.એમ.ઉપર ગુંજી રહ્યા છે.

જુના ગીતોના શબ્દો સંગીત-સુંદર સ્વરની તાકાત હતી તેથીજ ઓજે ૬૦ વર્ષે પણ આપણને એટલાજ અર્થ સભર, તમમન ડોલાવતા લાગે છે.ગીતની સાથે જ માણસો હાથ-પગ કે આંગણીઓનાં તાલે જયારે ગાવા લાગે એ ગીત શ્રેષ્ઠ હોય છે.કેટલાક ગીતો તો જીવન મુલ્યશિક્ષણ આપતાં જેમકે સજન રે જુઠ મત બોલો સંસાર કે ઈક નદીયા સુખ-દુખ બસ દો હી કિનારે  જેવા અનેક ગીતો માનવજીવન વચ્ચે ઓતપ્રોત હતા.

એ વખતની ફિલ્મો,સુંદર સ્ટોરી સુંદર ગીતો,સુંદર સ્ટોરી સુંદર ગીતો સુંદર અભિનયથી અતિસુંદર બની જતી એવી કેટલીય ફિલ્મો આવી કે જેના બધાજ ગીતો હિટ હતા અમુક ફિલ્મોમાં તો  ૬ થી ૭ ગીતો પણ હતા છતા પણ બધાજ હીટ હતા. મધર ઈન્ડિયા ફિલ્મ એટલે આપણું જીવન જેમાં ખેતરમાં પાકને  ઉતારો આવે ત્યારે દુ:ખભર દિન બિને રે ભૈયા અબ સુખ આયોરે હરિયાલા સાવન ઢોલ બઝાતા આયા ના મે ભગવાન હું જેવા તમામ ગીતો માનવીને શિક્ષિત સાથે દિક્ષિત કરતા.

Knowledge Corner Logo 3

ગીતથી જ હિટ બની જતી ફિલ્મોમાં તો,એક બાં…બુ લિસ્ટ બની જાય છતાં દાખલા રૂપ અનુપમા, કોહશ, લુટેશ, મેરાસાયા, આમ્રપાલી, હમસાયા, કિસ્મત નાઈટ ઈનલંડન, ઈવનિંગ ઈન પેરીસ, લવ ઈન ટોકીયો,આવારા, શ્રી ૪૨૦, બરસપ્ત, બંદિની, મેરાનામ જોકર, થેરાત ફિરન આયેગી જેવી અનેક ફિલ્મોના તમામ ગીતો રેકોર્ડ બ્રેક હિટ થયા હતા.

ગીતકારો શૈલેન્દ્ર હસરતની જોડીએ અંગીતકાર શંકર જયકિશન સાથે ૧૯૫૦ થી શરૂકરીને ૧૯૭૦નાં ગાળાનાં શ્રેષ્ઠ મન્નાડે મહેન્દ્રકપુક- સુરૈયા નુરજર્હા ગીતાદત્ત સુધામ મલ્હોમા જીવતો કર્યોે હતી નાગીન ફિલ્મમાં તન-મન ડોલાવતી સપેરા ટયુન તો વિશ્ર્વભરમાં આજે નાગીન ધુનથી પ્રચલિત છે સંગીત કાર ઓ.પી.નૈયરે તો આશા-રફીનાં અવિસ્મરણીયો ગીતો આપ્યા જેને જૂના ગીતનાં ચાહકો યાદ કરીને ગુનગૂનાવે છે.

આ ગીતનાં શબ્દોની એટલી બધી તાકાત હતી કે …આપણે  બોલી જઈએ…કોઈ લોટા દે…મેરે બીતે હુએ દિન… જાને કર્હા ગયે વો દીન…ગાયેની ગીત મિલનકે…તુમ આપની લગનમે …અર્થ સભર શબ્દો સાથે બેટી-બેટે જેવી ફિલ્મોમાં કરૂણ રસ પણ જોવા મળતો જેના ગીત આજ કલમે ઢલ ગયા દિન હુઆ તમામ સાંભળતા માનવીનાં કે ગીત રસિકોની આંખમાં પાણી આવી જાય છે.

જુના ફિલ્માં બગીચામા ગવાતા ગીતોમાં કુદરતી નઝારો આકાશ તળાવ પક્ષીઓ વૃક્ષો જેવા સીન સાથે શ્રેષ્ઠ ફિલ્માંકન જોવા મળતું  જે આજે કયાંય નથી જોવા મળતું અત્યારનાં ગીતોનાં કલાકારોના ડ્રેસ જોઈને ટીવી બંધ કરી દેવું પડે છે.જુના ઝમાનામાં પારિવારિક માહોલમાં શ્રેષ્ઠ ગીતો જો વાતા ગવાતાને માણસ ટ્રેસ મુકત કરતો. માણસો દરેક ગીત રેડિયો સાથે ગાવા લાગતાને તેમાંથી અંતકડીકે અંતાક્ષરીનો જન્મ થયો હશે.

જાને વાલો… જરા…મુડકે દેખો સહિ મે તુમ્હારી તરહ ઈન્સાન હું દોસ્તી ફિલ્મમાં એસમયમાં દિવ્યાંગથી વ્યથા ગરિબી મિત્રતા મદદ જેવી વાતો રજુ થઈને ફિલ્મ હિટ થઈ ગઈ એ સાથે પુષ્પક, યાદે જેવી એક પણ શબ્દ બોલ્યા વગરની (મુંગી)ફિલ્મ પણ આવીને સફળ થઈ ૧૯૫૫ થી ૧૯૭૦નો ફિલ્મ જગતનો મીઠો-મધુરો ગાળો હતો આ ગાળામાં શ્રેષ્ઠ ફિલ્મો ગીતો ગાયકો સંગિતકારો આપણને મળ્યા જેને આપણે આજે પણ ભુલી શકતા નથી. રાજકપુર જેાવા નિર્માતા પોતાની ફિલ્મોની ગીતો માટે બહુ મહેનત કરતા તો બિમલરોય ગુરૂદત્ત જેવા નિર્માતાની બધીજ ફિલ્મોહિટ એ જમાનાની હતી. દો-બીધા જમીર ફિલ્મ આજના યુવાને જોેવી જ પડશે તો વર્ષો પહેલા પણ કેદી સુધાર જેવી વાત લઈને દો આંખે બારહ હાથ  જેવી હિટ ફિલ્મો આપણે મળી હતી

એહિટ ફિલ્મોનાં નૃત્યુ ડાન્સનું મહત્વ વિશેષ કરીને શમ્મીકપુર ડાન્સીંગ સ્ટાર જીતેન્દ્રથી શરૂ થયુ હતું.જંગલીનું યાહું આજે પણ યાદ છે.તો ફર્જ ફિલ્મમાં કુ…કુ આજે પણ વિસરી નથી શકાતું આજે ભલે ચોમેર પ્રગતિ થઈ માણસે ખુબ મેળવ્યુ પણ જે જુનાગીતો આપણને આપી ગયા એની તોલે કોઈના આવી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.