Abtak Media Google News

સૌકાઓ પહેલા પણ માણસ જાત પ્રાણીઓમાં ઇશવર અવા દેવી શક્તિના દર્શન કરતી હતી તેવું ચિત્રોના અભ્યાસ પરી સામે આવ્યું

વિશ્વનું સૌથી જૂનું ચિત્ર ઈન્ડોનેશીયાના સુલાવેસી ટાપુની એક ગુફામાંથી મળી આવતા સંશોધકો આશ્ર્ચર્યમાં મુકાયા છે. આ ચિત્ર ૪૪,૦૦૦ વર્ષ પુરાણુ હોવાનું સંશોધકોનું માનવું છે. ચિત્રમાં માનવજાત શિકાર કરી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ ચિત્ર ઓસ્ટ્રેલીયા અને ઈન્ડોનેશીયાના સંશોધકોની ટૂકડીએ શોધી કાઢ્યું છે.

તાજેતરમાં નેચર મેગેઝીનમાં એક અભ્યાસ પબ્લીશ થયો હતો. જે મુજબ વર્ષ ૨૦૧૭માં લાઈમ સ્ટોનની એક ગુફામાંથી ચિત્રો મળી આવ્યા હતા. આ ચિત્રો ઉપર યુરેનિયમ પ્રકારનું સંશોધન કરતા ચિત્રો ૪૪,૦૦૦ વર્ષ પુરાણા હોવાનું ફલીત થયું હતું. ચિત્રો અત્યાર સુધી મળી આવેલા ચિત્રોમાં સૌથી જૂના હોવાનું પ્રારંભીક તબક્કે થયેલા સંશોધની ફલીત થયું હતું. આ વાત સામે આવતા સંશોધકોનો ઉત્સાહ વધ્યો છે.

7537D2F3 11

આ ચિત્રમાં ૮ જેટલા માનવ પશુઓનો શિકાર કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. જો કે, આ આઠેય માનવનું ચિત્રણ પ્રાણી જેવું છે. જેનો શિકાર થઈ રહ્યો છે તે ઈન્ડોનેશીયન ભૂંડ હોવાનું સંશોધકોનું માનવું છે. ચિત્રના પૃુકરણ પરી ફલીત થયું છે કે, તે સમયે માનવ ઝુંડમાં શિકાર કરતો હતો. ચિત્રમાં બે ઝુંડ શિકાર પર હોવાનું દર્શાવાયું છે. પ્રાણીને આ ઝુંડ એક તરફથી ભગાવીને શિકારની રાહમાં બેઠેલા અન્ય ઝુંડ તરફ ધકેલી રહ્યાં છે. એકંદરે આ ચિત્રમાં પ્લાનીંગ સાથે શિકાર થતો હોવાની વાત દર્શાવવામાં આવી છે.

અહીં નોંધનીય છે કે, જર્મનીમાં થોડા સમય પહેલા એક ચિત્ર મળી આવ્યું હતું. જેમાં માનવરૂપમાં પ્રાણીઓ શિકાર કરતા હોવાનું જોવા મળ્યું હતું. પથ્ર પર દોરવામાં આવેલા આ ચિત્રને અત્યાર સુધીનું સૌથી જૂનું ચિત્ર માનવામાં આવ્યું હતું. આ ચિત્ર ૪૦,૦૦૦ વર્ષ પુરાણું હોવાનું ખુલ્યું હતું. જો કે, હવે ઈન્ડોનેશીયાની ગુફામાં મળી આવેલા ચિત્રો તેનાથી પણ જૂના હોવાનું સંશોધની ફલીત થયું છે. આજથી ૪૪,૦૦૦ વર્ષ પહેલા પણ માણસની આધ્યાત્મિકતા પ્રાણીઓમાં હતી તેવું આ ચિત્રો પરના પૃુકરણી સામે આવ્યું હોવાનું સંશોધકોનું માનવું છે. આ અભ્યાસ ઓસ્ટ્રેલીયાની ગ્રીફી યુનિવર્સિટીના સંશોધક હેડમ બ્રુમ દ્વારા કરાયો હતો.

આ મામલે તેમનું કહેવું છે કે, જે રીતે ઈન્ડોનેશીયાની ગુફાના ચિત્રોમાં દર્શાવાયું છે તેવી રીતે વિશ્વમાં અનેક ધર્મોમાં ઈશ્ર્વર અવા આત્માઓની માન્યતા છે. આવું હજારો વર્ષો પહેલા પણ માન્યતામાં હોવાની વાત ઈન્ડોનેશીયાની ચિત્ર પરથી ફલીત થઈ રહી છે. ઈન્ડોનેશીયાના સુલાવેસથી ખાતે વર્ષ ૧૯૫૦માં ૨૪૨ જેટલી ગુફાઓ શોધી કાઢવામાં આવી હતી. જો કે હવે આ ગુફાઓ અંદર ને અંદરના ચિત્રો પર જોખમ તોળાઈ રહ્યાંની દહેશત પણ સંશોધકોએ વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.