Abtak Media Google News

સામાન્ય માનવીને ધ્યાનમાં રાખી રજૂ કરવામાં આવેલું અંદાજપત્ર કૃષિ,શિક્ષણ,આરોગ્ય- રોટી-કપડાં ઔર મકાન ની દ્રષ્ટિએ ખેડૂત,મહિલા,આબાલ વૃદ્ધ સૌને રાહત  આપનારું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને નાણાપ્રધાન  નિર્મલા સીતારમનને અભિનંદન પાઠવતા ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવ

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ગરીબો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, નોકરિયાતો તેમજ મધ્યમ વર્ગને ભારે રાહતો આપતા વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવતા  રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, બજેટથી રીયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ, હેલ્થકેર, શિક્ષણ તથા અન્ય સ્ટાર્ટ-અપ્સ બજારોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાશે અને દેશનાં અર્થતંત્રને વેગ મળશે. ગ્રામ્ય વિકાસ, કૃષિ વિકાસ, ખેડૂત કલ્યાણ, યુવા રોજગાર, મહિલા સશક્તિકરણની બાબતોને પ્રાધાન્ય આપવાની સાથે નિર્ધન અને મધ્યમ વર્ગોને શિક્ષણ, આરોગ્યની અનેકવિધ સુવિધાઓ સુલભ બનાવવાની મહત્તમ યોજનાઓ કેન્દ્ર સરકારના બજેટમાં જાહેર કરાઈ છે જેનો લાભ સમાજના તમામ લોકોને મળશે. કૃષિ, ગ્રામીણ વિકાસ, શિક્ષણ, રોજગારી અને આરોગ્ય આ પાંચ ક્ષેત્રો કોઈપણ સરકાર માટે અત્યંત પડકારરૂપ હોય છે પરંતુ નાણામંત્રીશ્રીએ પાંચેય પડકારોને પહોંચી વળવા અર્થતંત્રને કડવા ઔષધરૂપી આયોજન કરીને અભૂતપૂર્વ અંદાજપત્ર રજૂ કર્યું છે. નરેન્દ્રભાઈ મોદી સરકાર પાર્ટ-૨નું બજેટ તમામ વર્ગ માટે ઉપયોગી સાબિત થશે અને લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરશે. બજેટમાં જે રીતે ખેડૂતો, ગ્રામીણો અને માધ્યમ વર્ગનાં લોકોના વિકાસ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તે માટે નરેન્દ્રભાઈ મોદી અને નિર્મલા સીતારમણ અભિનંદનને પાત્ર છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા ૨.૭ ટ્રિલિયન ડોલર જેટલી થઈ ગઈ છે. બજેટમાં રૂ.૫ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ભરવો પડે એવી જાહેરાત કરવામાં આવી છે ઉપરાંત આઈટી રીટર્ન ભરવા આધાર કાર્ડનો પણ વિકલ્પ ઉપલબ્ધ બનશે અને હવે આધાર કાર્ડ થકી પણ રીટર્ન ફાઈલ કરી શકાશે એવી જાહેરાત કરવામાં આવી છે. આપણાં દેશની ૯૯ ટકાથી વધુ કંપનીએ ૨૫ ટકાથી વધુ ટેક્સ ભરવો નહીં પડે. લેબર લોને કારણે નોકરીઓમાં વધારો થશે. ત્રણ કરોડ દુકારનદારોને પણ વીમાનો લાભ મળશે. નવી એજ્યુકેશન પોલિસીને આવકારવા જેવી બાબત છે. એકંદરે સિમ્પલીફિકેશન તરફ વધારે ધ્યાન આપ્યું છે. આ સિવાય સરકાર દ્વારા લોનના વ્યાજમાં પણ રાહત આપતા ૪૫ લાખ સુધીના ઘર પર ૧.૫૦ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્તિ તથા અફોર્ડેબલ હાઉસિંગ માટે હવે ૩.૫ લાખ રૂપિયા સુધીના  વ્યાજમાંથી મુક્તિ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. મૂળભૂત સુવિધાઓનાં વિકાસ માટે કેન્દ્ર સરકાર આવતાં ૫ વર્ષમાં રૂ.૧૦૦ લાખ કરોડનું રોકાણ કરશે. ભારતને મોસ્ટ ફેવરીટ એફડીઆઇ (વિદેશીઓના મૂડી રોકાણકારો) બનાવવાની કેન્દ્ર સરકારની યોજના છે.

દેશનાં પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સીતારામણે જેમ એક મહિલા તેના ઘરની સજાવટમાં ઝીણાંમાં ઝીણી બાબતનું ધ્યાન રાખે એ પ્રકારે એક લોજિકલ બજેટ રજૂ કર્યું છે. દરરોજ ઘર-ઓફીસ, હોટેલ-રેસ્ટોરન્ટ વપરાશમાં આવતા ઇલેક્ટ્રિક સામાન, ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પુ, વિજળીનો ઘરેલુ સામાન, સુટકેસ, ટ્રાવેલ બેગ, રસોઇના વાસણ, સેનિટરી નેપકિન, પાસ્તા, નમકીન, ગાદલા જેવી વસ્તુમાં પર કસ્ટમ ડ્યૂટીને ઓછી કરવામાં આવતા આ તમામ જીવનજરૂરી વસ્તુઓ સસ્તી થઈ છે. નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં બજેટમાં સમાજનાં દરેક વર્ગ, પ્રત્યેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યો છે. તેથી દેશનાં  સામાન્ય જન્માનસ ને ધ્યાનમાં રાખી રજૂ કરવામાં આવેલું અંદાજપત્ર  સૌને વિકાસની તકો આપનારું છે. સર્વવ્યાપી-સર્વસ્પર્શી બજેટથી દેશનું અર્થતંત્ર વિકાસનો નવો આયામ આલેખશે એક નવો રસ્તો આપશે  એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.